હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, રાજનૈતિક, ચુંટણી ૨૦૨૪

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપની આગેવાની હેઠળની એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી)માં 260 બેઠક પર સહમતિ સધાઈ રાજ્યમાં 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.

Posted 1 year ago with 32 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં નામાંકન ભરવાની તારીખ 22મી ઓક્ટોબર નક્કી કરી છે. છેલ્લી તારીખ 29મી ઓક્ટોબર રાખવામાં આવી છે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપની આગેવાની હેઠળની એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી)માં 260 બેઠક પર સહમતિ સધાઈ રાજ્યમાં 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે.
1/1

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપની આગેવાની હેઠળની એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી)માં 260 બેઠક પર સહમતિ સધાઈ 

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, મહાયુતિ (ભાજપની આગેવાની હેઠળની એકનાથ શિંદે-અજિત પવારની એનસીપી)માં 260 બેઠક પર સહમતિ સધાઈ છે. 260 બેઠકોમાંથી ભાજપ 142 બેઠકો પર એકલા ચૂંટણી લડશે, જ્યારે શિંદે જૂથને 66 બેઠકો અને અજિત પવારને 52 બેઠક મળી શકે છે. 

હજુ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી નથી.મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. રાજ્યમાં 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની 288 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં નામાંકન ભરવાની તારીખ 22મી ઓક્ટોબર નક્કી કરી છે. છેલ્લી તારીખ 29મી ઓક્ટોબર રાખવામાં આવી છે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ ચોથી નવેમ્બર, મતદાનની તારીખ 20 નવેમ્બર અને પરિણામની તારીખ 23 નવેમ્બર છે. અત્યારે જો આપણે મહારાષ્ટ્ર વિધાનસભાની વાત કરીએ તો 288 વિધાનસભા સીટોમાંથી શાસક પક્ષ એટલે કે મહાયુતિ ગઠબંધન પાસે 218 સીટો છે.

મહાવિકાસ આઘાડીમાં 260 બેઠક પર સહમતિ 

નોંધનીય છે કે, મહાવિકાસ આઘાડી પણ માત્ર 260 બેઠક પર સહમતિ થઈ છે. ત્યાં પણ થોડા દિવસોમાં બેઠક વહેંચણી અંગેની જાહેરાત થવાની છે. માત્ર થોડી જ બેઠકો બાકી છે જેના પર મામલો અટક્યો છે, બાકીની તમામ બેઠકો અંગે સ્થિતિ સ્પષ્ટ માનવામાં આવે છે. પરંતુ ઉદ્ધવ જૂથ અને કોંગ્રેસ વચ્ચે વધુ સંઘર્ષ જોવા મળી રહ્યો છે, આવી બેઠકો સામે આવી છે જ્યાં બંને પક્ષો દાવો કરી રહ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.