સમાચાર સારાંશ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને આપણે સૌ અનેક રીતે ઓળખીએ છે, તેઓએ આપણને આઝાદી કેવી રીતે આપવી અને તેના માટે કેવા કેવા પગલાં લીધા તેનાથી તો આપણે સૌ કોઈ પરિચિત છીએ પણ આ દરમિયાન તેઓએ લેખક, સંપાદક અને મુદ્રક તારીખે પણ પોતાની ઓળખ બનાવી અને તેનો ઉપયોગ લોક જાગૃતિ માટે કર્યો તેની વાત માતૃભાષા અભિયાન દ્વારા તારીખ ૧લી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ગોઠવવામાં આવેલી "ગોઠડી" દરમિયાન વક્તવ્યમાં કરવામાં આવી. આ વક્તવ્યની ખાસિયત એ હતી કે તેમ ગાંધીજીને એક ડિઝાઇન અને બ્રાન્ડિંગ જાણતા વ્યક્તિ તરીકે જોવામાં આવ્યા.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે માતૃભાષા અભિયાનના કાર્યક્રમ ગોઠડીમાં ગાંધીજીનો લેખક, સંપાદક અને મુદ્રક સ્વરૂપે પરિચય આપવામાં આવ્યો. ગાંધીજી કેવી રીતે લેખક બન્યા કેવી રીતે, સંપાદક બન્યા અને પછી કેવી રીતે મુદ્રક તારીખે તેઓએ પોતાની ઓળખાણ બનાવી તેની વાત વક્તા ચિંતનભાઈ દ્વારા કરવામાં આવી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને આપણે સૌ અનેક રીતે ઓળખીએ છે, તેઓએ આપણને આઝાદી કેવી રીતે આપવી અને તેના માટે કેવા કેવા પગલાં લીધા તેનાથી તો આપણે સૌ કોઈ પરિચિત છીએ પણ આ દરમિયાન તેઓએ લેખક, સંપાદક અને મુદ્રક તારીખે પણ પોતાની ઓળખ બનાવી અને તેનો ઉપયોગ લોક જાગૃતિ માટે કર્યો તેની વાત માતૃભાષા અભિયાન દ્વારા તારીખ ૧લી ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે ગોઠવવામાં આવેલી "ગોઠડી" દરમિયાન વક્તવ્યમાં કરવામાં આવી.
આ વક્તવ્યની ખાસિયત એ હતી કે તેમ ગાંધીજીને એક ડિઝાઇન અને બ્રાન્ડિંગ જાણતા વ્યક્તિ તરીકે જોવામાં આવ્યા. અલગ અલગ સમયે તેમણે વાપરેલા ફોન્ટ, કલર અને શબ્દોનું એનાલીસીસ કરીને સ્લાઇડશો દ્વારા ગાંધીજીએ "વેજીટેરિયન સોસાયટી" માં લખેલા પ્રથમ લેખથી લઈને તેમના ગાંધીજીને સમજવા માટે જરૂરી તેવા અક્ષરદેહ સુધીની વાત ૯૦ મિનીટમાં કરવામાં આવી. ગાંધીજી તે સમયે કેવી રીતે તેમના છાપામાં જાહેરાત આવરી લેતા કાંટા તેનાથી માંડીને કેવી રીતે કોપીરાઇટ એક્ટથી બચીને લોકો સુધી સારું સાહિત્ય તેઓએ પહોંચાડ્યું તેની વાત પણ આ વક્તવ્યમાં કરવામાં આવી. વક્તવ્ય દરમ્યાન અમદાવાદ હેરીટેજના જાણીતા ચહેરા ડો. માણેક પટેલ (સેતુ) અને દેવાંશીષ નાયકની હાજરી પણ નોંધનીય હતી. ડો. માણેક પટેલ (સેતુ) અને અન્ય શ્રોતા દ્વારા આ વિષય ઉપર વક્તા સાથે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.
વિષયના વક્તા ચિંતનભાઈ પોતે ગાંધીજી સાથે જોડાયેલા ઘણા નાના મોટા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે, તેઓએ ગાંધીજી સાથે જોડાયેલા અનેક મ્યુઝિયમ એક્ઝીબીશન ડિઝાઇન કર્યા છે અને હાલ તેઓ ગાંધીધામમાં જે ગાંધી મ્યુઝિયમ બની રહ્યું છે તેમાં મુખ્ય ડિઝાઇનર તરીકે જોડાયેલા છે, સાથે સાથે તેઓ વિદ્યાપીઠના "દાંડીપથ હેરિટેજ મેનેજમેન્ટ સેલ" પ્રોજેક્ટના ઇન્ચાર્જ પણ તેઓ છે અને discoveringdandimarch.org વેબસાઇટ માટે દાંડી યાત્રા પર રીસર્ચ પણ કરી રહ્યા છે. તેમજ ચિંતનભાઈ એન.આઈ.ડી. માં જ કાર્ય કરે છે અને ત્યાં જ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે "મ્યુઝિયમ એન્ડ એકઝીબિશન ડિઝાઇન" શિખવાડે છે, સમયાંતરે ગાંધીજીને સંલગ્ન અલગ અલગ વિષયને લઈને તેઓ આઈ. આઈ. એમ માં અનેક વખત તેમજ વિશ્વ પુસ્તક મેળામાં પણ વક્તવ્ય આપી આવ્યા છે.
માતૃભાષા અભિયાન દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ આજે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે અથવા મોડમાં મોડું કાલે આ વક્તવ્ય YouTube પર લોકો માટે મૂકશે જેની માહિતી માતૃભાષા અભિયાન તેમના WhatsApp ગ્રુપ દ્વારા આપશે જેમાં જોડાવાની લિંક નીચે આપેલી છે. માતૃભાષા અભિયાન ગુજરાતી ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કાર્યરત સંસ્થા છે અને તેના માટે દરેક મહિને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે શ્રોતાઓ માટે ફ્રી હોય છે આ અંતર્ગત પ્રકલ્પ ‘ગોઠડી’નું આયોજન દર મહિને કરવામાં આવે છે જેમાં અલગ અલગ વિષયના નિષ્ણાત તેમના વિષયની વાત સરળ ગુજરાતી ભાષામાં કરે છે. ગોઠડી દરમિયાન શ્રોતાઓનું સ્વાગત માતૃભાષા અભિયાન તરફથી કોર-ટીમના સભ્ય ઋષિભાઈ તરફથી કરવામાં આવ્યું હતું અને માતૃભાષા અભિયાનના ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા નાની યાદગીરી આપીને વક્તાનો આભાર માનવામાં આવ્યો હતો.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



