હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, લાઈફ સ્ટાઈલ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના સાંગણી હોસ્પિટલ ના ડોકટર રાજેશભાઇ સાંગણી દ્વારા યોગ્ય સારવાર ન આપી હોવાનું અને ખોટા રૂપિયા લઈ લીધા હોવાનું દર્દી ના પિતા દ્વારા આક્ષેપ

Posted 2 years ago with 298 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: દર્દી યુવકના પિતા દ્વારા ડોકટર સાંગણી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના સાંગણી હોસ્પિટલ ના ડોકટર રાજેશભાઇ સાંગણી દ્વારા યોગ્ય સારવાર ન આપી હોવાનું અને ખોટા રૂપિયા લઈ લીધા હોવાનું દર્દી ના પિતા દ્વારા આક્ષેપ
1/3
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના સાંગણી હોસ્પિટલ ના ડોકટર રાજેશભાઇ સાંગણી દ્વારા યોગ્ય સારવાર ન આપી હોવાનું અને ખોટા રૂપિયા લઈ લીધા હોવાનું દર્દી ના પિતા દ્વારા આક્ષેપ
2/3
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના સાંગણી હોસ્પિટલ ના ડોકટર રાજેશભાઇ સાંગણી દ્વારા યોગ્ય સારવાર ન આપી હોવાનું અને ખોટા રૂપિયા લઈ લીધા હોવાનું દર્દી ના પિતા દ્વારા આક્ષેપ
3/3

સાંગણી હોસ્પિટલ ના ડોકટર રાજેશભાઇ સાંગણી દ્વારા યોગ્ય સારવાર ન આપી હોવાનું અને ખોટા રૂપિયા લઈ લીધા હોવાનું દર્દી ના પિતા દ્વારા આક્ષેપ

વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકાના સમઢીયાળા ગામના અજયભાઈ રાઠોડ ઉંમર 24 વર્ષ ને કમળા નામની બીમારી થતા કેશોદ ખાતે આવેલ સાંગણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે ડો સાંગણી દ્વારા યોગ્ય સારવાર ન આપી અને સારવારના નામે ખોટા રૂપિયા લઈ લીધા છે તેમજ જો અમે સાંગણી હોસ્પિટલમાં વધુ દાખલ રહ્યા હોત તો અમારો દીકરો કદાચ આ દુનિયામાં ન જોવા મળે .દર્દી યુવકના પિતા દ્વારા ડોકટર સાંગણી પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે 

વધુમાં દર્દી યુવકના મિત્ર દ્વારા જણાવ્યું હતું કે અમારા મિત્રને અમે રાજકોટ પ્રાઈમ હોસ્પિટલ માં લઇ ગયા ત્યાંના ડોકટર દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યા તો કમળા નામનો રોગ રિપોર્ટમાં જોવામાં આવ્યો અને જો વહેલી તકે અમે ન પહોંચ્યા હોત તો બીમારી વધી જાત જ્યારે અમે અમારા મિત્ર ને રાજકોટ લઈ ગયા ત્યારે તે ઇમરજન્સી માં હતો વધુ માં તેમને જણાવ્યું કે ડો સાંગણી દ્વારા ત્યાં લીધેલ સારવારના રિપોર્ટ ફાઇલમાંથી કાઢી લેવામાં આવ્યા છે અને માત્ર કમળા ના ટેસ્ટ રિપોર્ટ જ ફાઇલમાં છે જ્યારે આ ફાઈલમાં પડેલ રિપોર્ટ બાબતે રાજકોટના ડોકટર દ્વારા અમને જણાવાયું છે કે આ રિપોર્ટ ખોટા છે અને કોઈ ડીગ્રી વગરના ડોકટર ના હોય તેવું લાગે છે જેવા આક્ષેપ દર્દીના મિત્ર દ્વારા કરવામાં આવ્યા છે 

જ્યારે આ આક્ષેપો સાથે પરિવાર દ્વારા ડોકટર સાંગણી પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને પરિવાર ને ન્યાય મળે તેવું કહેવામાં આવ્યું છે તેમજ અન્ય લોકો સાંગણી હોસ્પિટલ માં સારવાર ન લે તેવું જણાવાયું છે 

આમ જોવા જઈએ તો કેશોદ શહેરમાં ઘણી હોસ્પિટલો છે જ્યારે અહીંયા મોટું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું છે જેમાં પણ અગાઉના દિવસોમાં એક ડીગ્રી વગરના મેડિકલ ઓફિસર ઝડપાયા હતા તેમજ અગાઉના દિવસોમાં જીવન દીપ હોસ્પિટલના ડોકટર સામે પણ ગંભીર આક્ષેપો થયા હતા ત્યારે હવે સાંગણી હોસ્પિટલ નો મુદ્દો સામે આવ્યો છે અને પીડિત પરિવાર દ્વારા ન્યાયની માગ કરવામાં આવી છે 

ત્યારે હવે જોવાનું રહેશે કે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે કે કેમ કે પછી ઢાક પીછોળો કરી લેવામાં આવશે તે તો આવનારો સમયજ બતાવશે

રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.