હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ અતિવૃષ્ટિ અસરગ્રસ્તોની વ્હારે છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને પહોંચાડ્યા

Posted 1 year ago with 56 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર, રહીમનગર તથા આવાસનગરના ૧૨૦૦ જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે.

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ અતિવૃષ્ટિ અસરગ્રસ્તોની વ્હારે છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને પહોંચાડ્યા
1/1

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ અતિવૃષ્ટિ અસરગ્રસ્તોની વ્હારે...

કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈને અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા "સેવા પરમો ધર્મ…" એ ઉક્તિ અનુસાર સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લાના ભૂજ દરબાર ગઢ ચોક સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યાં છે. 

આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર, રહીમનગર તથા આવાસનગરના ૧૨૦૦ જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે. 

પુરગ્રસ્તોને ફૂડપેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજ દ્વારા કરવામાં આવી રહી છે. 

શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂજના વડીલ સંતવર્ય શ્રી સહજાનંદચરણદાસજી સ્વામી, મહંત શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી, શ્રી નિર્દોષસ્વરૂપદાસજીના માર્ગદર્શન અને નિગરાનીમાં સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને તે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે. 

માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં હરિભક્તો પણ સ્વયંભુ જોડાઈને શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું છે.

Shri Swaminarayan Mandir, Maninagar is managed by Shri Swaminarayan Gadi Sansthan.

In view of the situation due to heavy rains in Kutch district, self-help organizations are also coming forward to help the citizens of the affected areas in times of crisis. Meanwhile, the Shri Swaminarayan Mandir, Maninagar, located at Bhuj Darbar Garh Chowk in Kutch district, has been preparing food packets and delivering them to the Kutch district administration for the last two days. 

These food packets are distributed to the needy by the Kutch district administration in about 1200 affected areas of Amannagar, Rahimnagar and Awasnagar in Kutch. 

Accepting the call of delivering food packets to the poor, this work is being done by Shri Swaminarayan Mandir, Bhuj, run by Maninagar Shri Swaminarayan Gadi Sansthan without any delay. 

Under the guidance and supervision of Shri Swaminarayan Mandir, Bhuj's elder saint Shri Sahajanand Charan Das Ji Swami, Mahant Shri Dharmvatsaldas Ji Swami, Shri Vivekbhushan Das Ji Swami, Shri Nirdosh Swaroop Das Ji, the servitors are engaged in the work of preparing these food packets and delivering them to the affected areas. Not only this, Haribhakts have also set a noble example of humanity by joining this service and helping in the work of human service through Shramdaan.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.