હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, લાઈફ સ્ટાઈલ

ખંભાતમાં રૂ.107 કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો પકડાયો; ATSની કાર્યવાહી આ કેસમાં આરોપીઓની ધરપકડ અને તપાસ બાદ ડ્રગ નેટવર્ક અંગે વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.

Posted 1 year ago with 22 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આરોપીઓએ ખંભાત શહેર નજીક એક ફેક્ટરી ભાડે લીધી હતી. આ ફેક્ટરીમાં ઊંઘની ગોળીઓમાં વપરાતા પદાર્થ અલ્પ્રાઝોલમનું ઉત્પાદન થઈ રહ્યું હતું.

ખંભાતમાં રૂ.107 કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો પકડાયો; ATSની કાર્યવાહી આ કેસમાં આરોપીઓની ધરપકડ અને તપાસ બાદ ડ્રગ નેટવર્ક અંગે વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.
1/1

ખંભાતમાં રૂ.107 કરોડની પ્રતિબંધિત દવાનો જથ્થો પકડાયો; ATSની કાર્યવાહી 

ખંભાત: છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એજન્સીઓ કાર્યવાહી કરીને ડ્રગ્સનો જથ્થો જપ્ત (Drugs seizer in Gujarat) કરી રહી છે. એવામાં ગુજરાત એન્ટી ટેરરીઝમ સ્કવોડ(ATS)ને વધુ એક સફળતા મળી છે. ATSએ આણંદ જિલ્લામાં પ્રતિબંધિત દવા અલ્પ્રાઝોલમ (Alprazolam)નું ઉત્પાદન કરતી ફેક્ટરી પર દરોડો પાડ્યો છે. દરોડા દરમિયાન, ATS ટીમે સ્થળ પરથી 107 કરોડ રૂપિયાના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે છ લોકોની ધરપકડ કરી હતી. 

દવાનો દુરુપયોગ:

અલ્પ્રાઝોલનો દુરુપયોગ નશો કરવા માટે પણ થાય છે, જેને કારણે અલ્પ્રાઝોલ નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટના હેઠળ આવે છે.

ભાડાની ફેક્ટરીમાં ઉત્પાદન:

એક અધિકારીએ જાણકારી આપી હતી કે આરોપીઓએ ખંભાત શહેર નજીક એક ફેક્ટરી ભાડે લીધી હતી. આ ફેક્ટરીમાં ઊંઘની ગોળીઓમાં વપરાતા પદાર્થ અલ્પ્રાઝોલમનું ઉત્પાદન થઈ રહ્યું હતું. 

અધિકારીએ જાણકરી આપી છે કે ગુપ્ત માહિતીના આધારે, ATS એ ગુરુવારે સાંજે ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન, 107 કરોડ રૂપિયાની કિંમતનો 107 કિલોનો અલ્પ્રાઝોલમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રતિબંધિત ડ્રગ:

અલ્પ્રાઝોલમનું ઉત્પાદન સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ (CBN) ના લાઇસન્સ હેઠળ જ થઇ શકે છે. આ દવા પણ NDPS એક્ટ હેઠળ આવે છે. દરોડા દરમિયાન જ્યારે આરોપીઓ પાસે લાઇસન્સ માંગવામાં આવ્યું ત્યારે તેમની પાસે કોઈ લાઇસન્સ નહતું. પાંચ આરોપીઓ યુનિટ ચલાવી રહ્યા હતા, જ્યારે છઠ્ઠો શખ્સ ખરીદાર હતો. 

પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ડ્રગ ક્યાં સપ્લાય કરવાનું હતું અને આરોપીના ડ્રગ નેટવર્કમાં કેટલા લોકો સામેલ છે. આ કેસમાં આરોપીઓની ધરપકડ અને તપાસ બાદ ડ્રગ નેટવર્ક અંગે વધુ ખુલાસાઓ થવાની અપેક્ષા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન