હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, લાઈફ સ્ટાઈલ

મુંબઈની હવાની ગુણવત્તામાં નજીવોે સુધારો નવા વર્ષે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૮ સીપીસીબી ડેશબોર્ડના આંકડા મુજબ મુંબઈમાં સરેરાર એર ક્વોલિટી ઈન્ડેકસમાં નજીવો સુધારો

Posted 1 year ago with 23 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આગામી દિવસોમાં શિયાળાના આગમન સાથે હવાની ગુણવત્તા ફરી કથળવાની શક્યતા છે.

મુંબઈની હવાની ગુણવત્તામાં નજીવોે સુધારો નવા વર્ષે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૮  સીપીસીબી ડેશબોર્ડના આંકડા મુજબ મુંબઈમાં સરેરાર એર ક્વોલિટી ઈન્ડેકસમાં નજીવો સુધારો
1/1

દિવાળીની ઊજવણી બાદ મુંબઈની હવાની ગુણવત્તામાં નજીવોે સુધારો નવા વર્ષે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૮

મુંબઈમાં દિવાળી અને નવા વર્ષના દિવસે હવાની ગુણવત્તા એકદમ નબળી નોંધાયા બાદ રવિવારે સાંજે તેમાં નજીવો સુધારો જણાયો હતો. રવિવારે સાંજે સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૧૨૦ નોંધાયો હતો. 

મુંબઈની હવાની ગુણવત્તામાં નજીવોે સુધારો નવા વર્ષે મુંબઈનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૮  સીપીસીબી ડેશબોર્ડના આંકડા મુજબ મુંબઈમાં સરેરાર એર ક્વોલિટી ઈન્ડેકસમાં નજીવો સુધારો

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સીપીસીબી)ના જણાવ્યા મુજબ રવિવારે સવારના સરેરાશ એક્યુઆઈએ ૧૫૮ નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. તો સાંજના ૫.૩૦ વાગ્યાની આસપાસ સરેરાશ એક્યુઆઈ ૧૨૦ નોંધાયો હતો. જોકે મોડેથી ફટાકડા ફોડવાનું પ્રમાણ વધી જતા હવાની ગુણવત્તા ફરી કથળી હતી.

રવિવારે સાંજ સુધી મુંબઈમાં હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીની રહી હતી. આ અગાઉ શુક્રવારે દિવાળી અને શનિવારે નવા વર્ષના દિવસે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવાને કારણે હવાની ગુણવત્તા કથળી ગઈ હતી. શનિવાર, બે નવેમ્બરના મુંબઈનો સરેરાશ એક્યુઆઈ ૨૦૮ નોંધાયો હતો, જે ૨૦૨૪ની સાલમાં અત્યાર સુધીનો સૌથી ઊંચો રહ્યો છે. આ અગાઉ ૨૦૨૩માં દિવાળીના બીજા દિવસે મુંબઈમાં સરેરાશ એક્યુઆઈ ૧૮૯ નોંધાયો હતો.

સીપીસીબી ડેશબોર્ડના આંકડા મુજબ મુંબઈમાં સરેરાર એર ક્વોલિટી ઈન્ડેકસમાં નજીવો સુધારો હતો. છતાં મુંબઈના અમુક વિસ્તારમાં એક્યુઆઈ ઊંચો નોંધાયો હતો. શિવડીમાં ૨૬૩, કાંદિવલીમાં ૨૪૭, બીકેસીમાં ૨૩૬, બાન્દ્રા (પૂર્વ) ખેરવાડીમાં ૨૨૮ નોંધાયો હતો.

નિષ્ણાતોના કહેવા મુજબ પવનની દિશા બદલાવાની સાથે જ મુંબઈમાં ધીમે ધીમે હવાની ગુણવત્તામાં નજીવો સુધારો જણાશે. હાલ પવનની દિશા બદલાવાની પ્રક્રિયા ચાલી રહી છે. એટલે કે દરિયા પરથી પવન જમીન પર ફૂંકાઈ રહ્યા છે, જે હવામાંથી ધૂળના કણોને સાફ કરી રહ્યા છે અને તેને કારણે હવાની ગુણવત્તામાં નજીવો સુધારો જણાય છે.

તેમ જ છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં મહત્તમ તાપમાન સામાન્ય સ્તરથી ઉપર નોંધાઈ રહ્યું છે. સામાન્ય રીતે જ્યારે તાપમાન વધે છે ત્યારે પવનની ગતિ પણ વધે છે. આ પરિબળે હવાની ગુણવત્તામાં હળવો સુધારો કર્યો છે. જોેકે આગામી દિવસોમાં શિયાળાના આગમન સાથે હવાની ગુણવત્તા ફરી કથળવાની શક્યતા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.