સમાચાર સારાંશ: જામનગર લોકસભાના વોર્ડ નંબર ૧૪, સીંધી ભાનુશાળી વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નાગરિકોના સાથ સહકાર,
જામનગર લોકસભામાં ભાજપના ઉમેદવાર પૂનમ બહેન માડમને જનતાનું પ્રચંડ સમર્થન જામનગર લોકસભાના વોર્ડ નંબર ૧૪, સીંધી ભાનુશાળી વાડી ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે નાગરિકોના સાથ સહકાર, વિશ્વાસ અને સમર્થન મેળવીને વિકસિત ભારતની યાત્રાને વધુ વેગવંતી બનાવી નવભારત નિર્માણની દિશામાં આગળ વધવા સંદર્ભે જામનગર લોકસભા મતવિસ્તારના ઉમેદવાર પૂનમ બહેન માડમે સંવાદ કર્યો. તેમણે કહ્યું કે અંત્યોદયની ભાવનાને વરેલા કાર્યકર્તાઓ અને પ્રજાજનોમા મોદી સાહેબ પ્રત્યે રહેલ ઉત્સાહ, ઉમંગ અને જોશ ભાજપને ભવ્યાતિભવ્ય વિજય અપાવશે. "ભાજપ પર સૌને ભરોસો અપાર, ફરી ચૂંટાશે વિકાસની સરકાર" આ ઉપરાંત પૂનમ બહેને ભાણવડ સ્થિત સગર સમાજ વાડી ખાતે ભાણવડ શહેર અને ભાણવડ તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના શુભચિંતકશ્રીઓ સાથે આગામી લોકસભા ચૂંટણી સંલગ્ન વિવિધ મુદ્દાઓ પર સંવાદ કર્યોં. ખંભાળિયા શહેર-તાલુકા તથા સલાયા શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપાના શુભચિંતકશ્રીઓ સહ બેઠક આયોજિત કરતાની સાથે ચૂંટણીલક્ષી આયોજનો તેમજ કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી . પૂનમ બહેને જણાવ્યું કે આપ સર્વેનો અપાર ઉત્સાહ અને દર્શાય આવતું અખૂટ કાર્યબળ ભાજપાની ભવ્ય વિજયનું સૂચન કરે છે. આ ઉપરાંત જામનગર લોકસભામાં સમાવિષ્ટ જામનગર મહાનગરના વોર્ડ નંબર ૧ અને ૨ ના કાર્યકર્તાઓ સાથે આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહી અવિરત ચાલતી વિકાયાત્રાને વધુ વેગવંતી બનાવવા કમળને જીતાડવાનો મક્કમ નિર્ધાર કર્યો. જન-જનનો છે એક જ નાદ, ૪ જૂન ૪૦૦ પાર, ફરીવાર મોદી સરકાર.. લોકસભા ચૂંટણી સંદર્ભે જામનગર વોર્ડ નં.૧૨ અને ૧૩ ની બેઠકમાં કાર્યકર્તાઓનો પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો તથા સૌએ સાથે મળીને આગામી ચૂંટણીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશભરમાં કેસરિયો લહેરાવવાના સંકલ્પને વધુ મજબૂત કર્યો. આ ઉત્સાહ અને સમર્થન નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટીના જંગી બહુમતીથી વિરાટ વિજયનું સૂચન કરે છે. ખંભાળિયા શહેર-તાલુકા તથા સલાયા શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભાજપાના શુભચિંતકશ્રીઓ સહ બેઠક આયોજિત કરતાની સાથે ચૂંટણીલક્ષી આયોજનો તેમજ કામગીરી અંગે વિસ્તૃત સમીક્ષા કરી. આપ સર્વેનો અપાર ઉત્સાહ અને દર્શાય આવતું અખૂટ કાર્યબળ ભાજપાની ભવ્ય વિજયનું સૂચન કરે છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



