હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ઇવેન્ટ્સ, ઇતિહાસ, લાઈફ સ્ટાઈલ

માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ 'હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ' વિષય ઉપર વાત કરી

Posted 2 years ago with 245 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ દરમિયાન માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ 'હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ' વિષય ઉપર વાત કરી હતી જેમાં તેઓએ હાઉઝિયમના પરિચય ઉપરાંત UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ અને મ્યુઝિયમનું મહત્ત્વ, પઝલ અને તાળા મ્યુઝિયમનો પરિચય, દિવસનો ૨૫મો કલાક વગેરે વિષયો ઉપર પણ માહિતી આપી.

માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ 'હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ' વિષય ઉપર વાત કરી
માતૃભાષા અભિયાન, ગોઠડી ૩૪
1/4
માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ 'હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ' વિષય ઉપર વાત કરી
વક્તા ડૉ. હિરેન શાહ
2/4
માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ 'હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ' વિષય ઉપર વાત કરી
એકરસ થયેલ શ્રોતાગણ
3/4
માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ 'હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ' વિષય ઉપર વાત કરી
પ્રશ્નોત્તરી
4/4

ગુજરાતી ભાષાના વિકાસ અને  સંવર્ધન માટે કાર્યરત સંસ્થા ‘માતૃભાષા અભિયાન’ વિવિધ પ્રકલ્પો ચલાવે છે. તે અંતર્ગત ‘ગોઠડી’નું આયોજન કરવામાં આવે છે.

UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ દરમિયાન માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ "હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ" વિષય ઉપર વાત કરી, સાથે સાથે હાઉઝિયમના અલગ અલગ કલેક્શનનો પરિચય સ્લાઇડ-શોની મદદથી કરાવ્યો અને હાઉઝિયમને જ ઉદાહરણ બનાવીને UNESCO આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ સપ્તાહ અને મ્યુઝિયમનું મહત્ત્વ, પઝલ અને તાળા મ્યુઝિયમનો પરિચય, દિવસનો ૨૫મો કલાક વગેરે વિષયો ઉપર પણ માહિતી આપી. ડૉ. હિરેન શાહના વક્તવ્ય બાદ શ્રોતાઓ દ્વારા તેઓને વિષય સંલગ્ન પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના તેઓએ સુંદર રીતે જવાબ આપ્યા હતા અને પોતાની સફળતાનો શ્રેય તેઓના પત્ની ડૉ. નમિતાને આપ્યો હતો. શ્રોતાઓ દ્વારા ડૉ.હિરેન અને ડૉ. નમિતાના કાર્ય અને ધગશના વખાણ કરવામાં આવ્યા હતા અને તેમની મહેનત અને કલા-સંસ્કૃતિ માટે આપેલા સમય માટે તેમને "સ્ટેન્ડિંગ ઓવેશન" પણ આપવામાં આવ્યું હતું.

સ્ટેન્ડિંગ ઓવેશન
માતૃભાષા અભિયાન અંતર્ગત ગોઠડી-૩૪માં જાણીતા એન્ટિક કલેક્ટર ડૉ. હિરેન શાહ એ 'હાઉઝિયમ: એક અનોખું મ્યુઝિયમ' વિષય ઉપર વાત કરી

તારીખ ૮ જૂન, ૨૦૨૪ના રોજ નવજીવન ટ્રસ્ટના જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હોલમાં યોજાયેલ ગોઠડીનો આ કાર્યક્રમ લગભગ બે કલાક ચાલ્યો અને તેમાં ૧૦૦થી  વધારે દર્શકો જોડાયા હતા. કાર્યક્રમમાં પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, શ્રી મકરંદ મહેતા, ડૉ. માણેક પટેલ(સેતુ) જેવા સંસ્કૃતિ અને ઇતિહાસ વિષયના નિષ્ણાત ચેહરાઓ જોવા મળ્યા હતા અને તેઓએ પણ કાર્યક્રમના ખૂબ વખાણ કર્યા હતા. ગોઠડીમાં પહેલી વાર આવેલા શ્રોતાગણે આવા કાર્યક્રમ વારંવાર યોજવા જોઈએ તેવું કહ્યું હતું.

માતૃભાષા અભિયાન વતી ઋષિભાઈએ ગોઠડીમાં વક્તા અને શ્રોતાઓને આવકાર્યા હતા, માતૃભાષા અભિયાનનો પરિચય આપવામાં આવ્યો હતો તેમજ કાર્યક્રમના અંતમાં તેઓ દ્વારા જ વક્તા તથા સહયોગી સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે GLF (ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ), CGCA (ક્રિએટિવ ગ્રૂપ ઓફ કલ્ચર એક્ટિવિટી) અને The Indian Museums (Instagram પેજ) જોડાયેલી હતી.

ડૉ. હિરેન શાહનો પરિચય:-

૪૦ વર્ષના અનુભવ, ૮ ગોલ્ડ મેડલ અને શૈક્ષણિક એવાર્ડ સાથે મણિનગર, અમદાવાદ ખાતે હોસ્પિટલ ધરાવતા ડૉ. હિરેન શાહનો પરિચય ફકત પીડિયાટ્રીશીયન તરીકે ન આપી શકાય કારણ કે ડૉ. હિરેન શાહે અમદાવાદ ખાતે ૧૦,૦૦૦થી વધુ વસ્તુઓના સંગ્રહ સાથેનું હાઉઝિયમ, વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું તાળાનું મ્યુઝિયમ, તેમજ ભારતનું પ્રથમ પઝલ મ્યુઝિયમ પણ બનાવ્યું છે. ઉપરાંત ડૉ. હિરેન પઝલની Metagrobologists કોમ્યુનિટીના એક માત્ર ભારતીય સભ્ય હોવાની સાથે એક એવા મુસાફર છે જેઓએ ૫૦ થી વધારે દેશોની મુસાફરી કરી છે અને ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કર્યો છે.

ડૉ. હિરેને શોખીયા ફોટોગ્રાફર તરીકે તેમની દરેક સફરને કેમેરામાં કંડારી છે, તેમજ પોતાના દરેક અનુભવોને ઓનલાઇન બ્લોગ, સોશિયલ મીડિયા પોસ્ટ, અને ભારતીય તેમજ આંતરરાષ્ટ્રીય મેગેઝિનમાં આર્ટિકલ તરીકે લખીને લોકો સુધી પણ પહોંચડયા છે. તેઓએ પોતાના ફોટોગ્રાફીના શોખને ફક્ત પોતાના પૂરતો ન રાખતા અનેક ફોટોગ્રાફી પ્રદર્શન પણ ગોઠવ્યા છે અને ફોટોગ્રાફી માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ તેઓ જીત્યા છે. ડૉ. શાહ ફક્ત આર્ટિકલ લખતા જ નથી પણ તેમના અને તેમના હાઉઝિયમ ઉપર અનેક લેખ લખાયા છે.

ડૉ. શાહ અને તેમના શ્રીમતી ડૉ. નમિતા શાહ તેમની આ બધી જ પ્રવૃત્તિઓ માટે દિવસના ૨૫માં કલાકની રચના કરી છે જેમાં સાથે મળીને તેઓ હાઉઝિયમ સજાવવાનું, દુનિયા જોવાનું તેમજ અન્ય શોખની પ્રવૃત્તિઓ કરે છે. વર્ષ ૨૦૧૨ ઈન્ડિયા ટુડેના ટ્રાવેલ પ્લસ સામયિક પ્રમાણે ભારતના ટોચના ૬૦ ઇન્ટરેસ્ટિંગ લોકોમાં ડૉ. હિરેન શાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.