હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

પુસ્તક દિવસ આવી રહ્યો છે ત્યારે માતૃભાષા અભિયાન દ્વારા તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ મારું ગમતું પુસ્તક નામના નવા પ્રકલ્પની શરૂવાત કરવામાં આવી.

Posted 2 years ago with 219 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: માતૃભાષા અભિયાન દ્વારા મારું ગમતું પુસ્તક પ્રકલ્પની શરૂવાત કરવામાં આવી જેમાં ૩૦ થી વધારે વ્યક્તિઓએ બે થી વધુ કલાકમાં ૧૧ જેટલા પુસ્તકોનો પરિચય માણ્યો.

પુસ્તક દિવસ આવી રહ્યો છે ત્યારે માતૃભાષા અભિયાન દ્વારા તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ મારું ગમતું પુસ્તક નામના નવા પ્રકલ્પની શરૂવાત કરવામાં આવી.
પુસ્તક સાથે પુસ્તક પરિચય આપનાર વાચકો
1/2
પુસ્તક દિવસ આવી રહ્યો છે ત્યારે માતૃભાષા અભિયાન દ્વારા તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ મારું ગમતું પુસ્તક નામના નવા પ્રકલ્પની શરૂવાત કરવામાં આવી.
2/2

માતૃભાષા અભિયાન, ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એકટીવિટી અને ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલના સંયુક્ત ઉપક્રમે 23 એપ્રિલ વિશ્વ પુસ્તક દિવસના સંદર્ભે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનમાં મારું ગમતું પુસ્તક વિશે બારેક વાચકોએ પોતાને ગમતા પુસ્તક વિશે વાત કરી. મારું ગમતું પુસ્તકએ માતૃભાષા અભિયાન દ્વારા ચાલુ કરવામાં આવેલ નવો પ્રકલ્પ છે, જે યુવાનોને ગુજરાતી ભાષા અને પુસ્તકો સાથે જોડાવાનો પ્રયાસ છે.

કાર્યક્રમનું સંચાલન માતૃભાષા અભિયાનના યુવા કાર્યકર્તા અને દસ વર્ષથી નરોડામાં પુસ્તક પરબ cચલાવતા વત્સલ ભટ્ટે કરી. કાર્યકમની સ્વાગત વિધિ અને અંતે આભાર વિધિ માતૃભાષા અભિયાનના કાર્યકર્તા ભાવિન શેઠ દ્વારા કરવામાં આવી.

પુસ્તક પ્રેમી શ્રી હસમુખભાઈએ પોતાના પ્રિય પુસ્તક રાજીપાની રમત હાજર રહેનાર સૌ ભાષાપ્રેમીઓને ભેટ આપ્યું. કાર્યક્રમમાં આશરે 30 વ્યક્તિઓ જોડાયા હતા અને બે કલાકથી વધુ સામે માટે પુસ્તક પરિચયનો લાભ લીધો હતો. જેમાં નીચે પ્રમાણે વાચકોએ પુસ્તકનો પરિચય આપ્યો હતો. 

શિક્ષણ અને ચિત્રકલાનો પરિચય શ્રી ગૈના સાહેબ, પૃથ્વીની પ્રદક્ષિણાનો પરિચય આશિષ ચૌહાણ, ઉજળા પડછાયા કાળી ભોંયનો પરિચય મીનળબેન શેઠ, ઈડલી ઓર્ચીડ અને હું નો પરિચય જલ્પા ત્રિવેદી, વાણી તેવું વર્તનનો પરિચય ગીતા પંચાલ, અંગદનો પગનો પરિચય નિશીથ આચાર્ય, ટ્રેન ટેઈલસનો પરિચય ડૉ.અંકુર, પૃથ્વી વલ્લભનો પરિચય વ્રજેશ દવે, અરેબિયન નાઇટ્સનો પરિચય કુણાલ જયસ્વાલ, રોમે રોમનો પરિચય શ્રીદેવી શાહ, રાજીપાની રમતનો પરિચય હસમુખભાઈ. 

માતૃભાષા અભિયાન તેની સહયોગી સંસ્થા સાથે મળીને મારું ગમતું પુસ્તક ક્રિએટીવ ગ્રુપ ઓફ કલ્ચરલ એકટીવિટી અને ગુજરાતી લિટરેચર ફેસ્ટીવલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ નિયમિત રૂપે કરવા માંગે છે. વહુ માહિતી માટે ભવિનભાઈ શેઠનો +91 91736 50026 અથવા માતૃભાષા અભિયાનનો mail@matrubhashaabhiyan.org પર સંપર્ક કરી શકો છો.

કાર્યક્રમમાં હાજર શ્રોતાઓનાં અભિપ્રાય :-

માતૃભાષા અભિયાન સાથે જોડાયેલ સર્વે મિત્રો, એક નવા પ્રકલ્પ સાથે શરૂ થયેલ પુસ્તક પરિચય દ્વારા ઘણા સરસ પુસ્તકોનો પરિચય થયો.નવા નવા પુસ્તકો વાંચવાની પ્રેરણા મળી.દરેક પુસ્તક કંઇ કહી ગયું.પૃથ્વી ની પ્રદક્ષિણા, પૃથ્વી વલ્લભ, રોમ રોમ, અરેબિયન નાઇટ્સ, જ્યોતીન્દ્ર દવે, રાજીપો, મીનળ બેન ની મલ્લિકા, ઉજળા પડછાયા, ટાગોરની વાત, આમ દરેક પુસ્તક એક નવી દિશા બતાવી ગયું. સૌથી યુવાન અંકુર ભાઈ ટ્રેન ટેલ્સ, એક નવી સફરમાં લઇ ગઈ.સર્વે મિત્રો નો ખુબ ખુબ આભાર અને અભિનંદન પાઠવું છું. ખાસ કહેવું કે આવા સુંદર, જ્ઞાન વર્ધક કાર્યક્રમ કરતા રહેશો.અને તેમાં સહાયરૂપ થવું ગમશે. - ગીતા પંચાલ

વ્યક્તિગત જીવનમાં પણ પુસ્તક રાહબર બની શકે છે અને સામાજિક જીવનમાં માર્ગદર્શક બની શકે છે. આ કાર્ય આગળ પણ નવા નવા પ્રયોગો સાથે આગળ વધારો એવી શુભભાવના. આપે સૌ મિત્રોએ જે પરિશ્રમ કર્યો તેની ખૂબ ખૂબ અનુમોદના.

બહુ જ સરસ ઉપક્રમ..કયાં -કયાં પુસ્તકો વાંચવા જોઈએ અને કેવી રીતે પુસ્તકનો પરિચય આપી શકાય તે પણ જાણવાં મળ્યું. તેમજ સારા પુસ્તકો વાચવાની પ્રેરણા આ કાર્યક્રમ દ્વારા મળી.. આવા કાર્યક્રમ થતા રહે તેવી શુભેચ્છા..

દરેક પુસ્તકો વાચી શકાય તે શક્ય હોતું નથી... અહીં આજે એક સાથે આટલા બધાં પુસ્તકો વિશે જાણવા મળ્યું, જાણે બધાં પુસ્તકો વાંચી લીધા તેવી અનુભૂતિ થઈ. અને પરિચય સાંભળ્યા બાદ એક બે પુસ્તક તો વાંચવાનું પણ મન થઈ ગયું છે.. વાચનમાં વધારો કરે તેવો સુંદર ઉપક્રમ..

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.