હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ઇવેન્ટ્સ, લાઈફ સ્ટાઈલ

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં દેશવિદેશના સર્જકો સાથે મુલાકાત તથા કાર્યશાળાનું આયોજન થયું.

Posted 9 months ago with 135 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: જાણીતાં વાર્તાકાર અનિતા શાહે બાળકોને સરસ મજાની અવનવી વાર્તાઓ સંભળાવી. એમાં વિવિધ શાળાઓનાં બાળકોએ વાર્તાનો ખૂબ આનંદ માણ્યો. ‘વિજ્ઞાન સાથે મજા’નો કાર્યક્રમ બાળકો માટે ઘણો માહિતીસભર બની રહ્યો

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં દેશવિદેશના સર્જકો સાથે મુલાકાત તથા કાર્યશાળાનું આયોજન થયું.
1/1

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં દેશવિદેશના સર્જકો સાથે મુલાકાત તથા કાર્યશાળાનું આયોજન થયું

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં તા. 14ને શુક્રવારે બીજા દિવસે વિવિધ મંચ પર અનેકવિધ કાર્યક્રમો યોજાયા. બાળ-મંડપમાં સવારે 9 વાગ્યાથી કાર્યક્રમો શરૂ થઈ ગયા. જાણીતાં વાર્તાકાર અનિતા શાહે બાળકોને સરસ મજાની અવનવી વાર્તાઓ સંભળાવી. એમાં વિવિધ શાળાઓનાં બાળકોએ વાર્તાનો ખૂબ આનંદ માણ્યો. ‘વિજ્ઞાન સાથે મજા’નો કાર્યક્રમ બાળકો માટે ઘણો માહિતીસભર બની રહ્યો. ત્યારબાદ કળા અને હુન્નર કાર્યશાળામાં આઈ.આઈ.ટી. ગાંધીનગરના નિષ્ણાત પ્રોફેસર બિજેન્દર કુશવાહાએ બાળકોને વિવિધ વસ્તુઓ બનાવવાની યુક્તિ શીખવાડી. નેશનલ બુક ટ્રસ્ટના રાષ્ટ્રીય બાળ-સાહિત્ય કેન્દ્ર દ્વારા પુસ્તકનું આવરણ (બુક-કવર ડિઝાઈન) બનાવવાની કાર્યશાળામાં મોટી સંખ્યામાં બાળકોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં દેશવિદેશના સર્જકો સાથે મુલાકાત તથા કાર્યશાળાનું આયોજન થયું.

      ‘જ્ઞાન ગંગા' મંડપમાં જાણીતા ગુજરાતી કવિ ડૉ. રઈશ મનીયારે કાવ્યલેખન કાર્યશાળામાં આજે જિજ્ઞાસુઓ સાથે ગોષ્ઠી કરી અને કાવ્ય-રચના વિશે મુદ્દાસર જાણકારી આપી. તેમણે કાવ્યપ્રકાર અને છાંદસ-અછાંદસ કવિતા વિશે લાભાર્થીઓને તલસ્પર્શી જાણકારી આપી. આ જ મંચ પર જાણીતા રેડિયો જોકી ધ્વનિત ઠાકરના પુસ્તક ‘ટચુકડી ટેલ્સ'નું વિમોચન થયું હતું. 

      ‘લેખક મંચ'માં ચિલી દેશના સર્જક કવિ નિકોલસ ટોટા સાથે વાર્તાલાપ યોજાયો. જેમાં તેમણે ‘પોએટ્રી બિયોન્ડ બોર્ડર' શીર્ષક હેઠળ નોબેલ વિજેતા ચિલીના વિખ્યાત કવિ પાબ્લો નેરુદા તથા ગેબ્રિયલ મિસ્ત્રલ અને ભારતીય રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓમાં સાંસ્કૃતિક આપ-લે વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે 11 વર્ષની ઉંમરે તેઓ ભારત આવ્યા હતા અને ત્યારે ભારત આગમનનું તેમનું આકર્ષણ ગાંધીજી હતા. શાળાનાં બાળકોએ શ્રી નિકોલસ સાથે સંવાદ કરીને ચિલી દેશ અને ત્યાંની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી હતી. નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સંચાલન નિવેદિતા ચહરે કર્યું હતું.  

     ત્યારબાદ જાણીતા લેખક, પત્રકાર રાહુલ ભટ્ટાચાર્ય સાથે સંવાદ યોજાયો. જેમાં તેમની નવલકથા ‘રેલ-સોંગ’ વિશે તેમણે વાત કરી. તેમણે નવલકથામાંથી રસપ્રદ પ્રસંગોનું વાચન કર્યું. નવલકથાના પાત્ર ચારુને કેન્દ્રમાં રાખીને તેની રોમાંચક યાત્રાની માહિતી આપતાં તેમણે આધુનિક ભારતના નિર્માણમાં અવનવા રોજિંદા સંઘર્ષો સાથે મહિલાઓની ભૂમિકા રેખાંકિત કરી. અંતે લેખકે વાચકો સાથે સંવાદ તથા પુસ્તક પર હસ્તાક્ષરનો કાર્યક્રમ કર્યો હતો. નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સંચાલન મહિમા સિંહાએ કર્યું હતું.

    સ્કુલ બોર્ડના શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તરફથી શહેરના 12 ઝોનની શાળા કક્ષાએ યોજાયેલી ‘ગાયન સ્પર્ધા’ના બીજા અને અંતિમ દિવસે વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા. ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ અંતર્ગત 14 નવેમ્બર - બાળદિન નિમિતે બાળકો માટે સ્પેનિશ, કોરિયન અને હિન્દી ભાષાની આકર્ષક ફિલ્મો દર્શાવાઈ હતી. ‘રંગમંચ' પર સંધ્યા ટાણે રસોઈનો કાર્યક્રમ થયો જેમાં રસોઈ નિષ્ણાતોએ સ્પેનિશ વાનગી ‘કુશી ફેરસ' બનાવવાની કળા શીખવી અને અને ફૂડ ફેસ્ટિવલ ટીમ તરફથી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન