હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં મેઘ મહેર: ૨ કલાકમાં 72 તાલુકામાં વરસાદ, બોટાદમાં ઇકો કાર તણાતા 6 લાપતા ભારે વરસાદને પગલે અમરેલીનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો

Posted 11 months ago with 19 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બોટાદ અને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અમરેલીનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો હતો,જેના કારણે ડેમમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં મેઘ મહેર: ૨ કલાકમાં 72 તાલુકામાં વરસાદ, બોટાદમાં ઇકો કાર તણાતા 6 લાપતા ભારે વરસાદને પગલે અમરેલીનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો
1/1

ગુજરાતમાં મેઘ મહેર: ૨ કલાકમાં 72 તાલુકામાં વરસાદ, બોટાદમાં ઇકો કાર તણાતા 6 લાપતા ભારે વરસાદને પગલે અમરેલીનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની જમાવટ જોવા મળી રહી છે. આજે સવારના ૬ થી ૮ વાગ્યાના ટૂંકા ગાળામાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, રાજકોટમાં બે કલાકમાં જ ૧.૬૫ ઇંચ વરસાદ પડ્યો હતો. તે સિવાય બોટાદ અને અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે અમરેલીનો ઠેબી ડેમ ઓવરફ્લો થયો હતો,જેના કારણે ડેમમાં 2 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં પડેલો વરસાદ 

નં. જિલ્લો તાલુકા   વરસાદ (ઇંચમાં)

1. રાજકોટ રાજકોટ   1. 65

2. અમદાવાદ ધંધુકા   1.61

3. આણંદ પેટલાદ   1.57

4. બોટાદ બરવાળા   1.5

5. બોટાદ રાણપુર   1.06

6. અમદાવાદ ધોલેરા   0.83

7. અમરેલી લાઠી   0.75

8. જુનાગઢ માળીયા (હા.)  0.75

લાઠીદડ ગામે ઇકો કાર વોકળામાં તણાઈ

ભારે વરસાદના કારણે બોટાદ જિલ્લામાં ગંભીર ઘટના બની છે. બોટાદના લાઠીદડ ગામે એક ઇકો કાર વોકળામાં તણાઈ ગઈ હતી. કારમાં સવાર આઠ લોકો પૈકી બેનો બચાવ થયો છે, જ્યારે અન્ય ૬ લોકો લાપતા હોવાની વિગતો સામે આવી છે. હાલ રાહત અને બચાવ કામગીરી હાલ ચાલી રહી છે. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા 9 જિલ્લામાં નાઉકાસ્ટ જાહેર

ઉલ્લેખનીય છે કે આગામી ત્રણ કલાક માટે સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, પોરબંદર અને બોટાદ જિલ્લા માટે નાઉકાસ્ટ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે ૦૪:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના 220 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદ જિલ્લામાં નોંધાયો હતો. બોટાદના ગઢડામાં સવારે ચાર વાગ્યા સુધીમાં 13.50 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય ભાવનગરના પાલિતાણામાં 11.85 ઇંચ વરસાદ નોંધાયો છે. તે સિવાય સિહોરમાં 11.57 ઇંચ અને જેસરમાં 10.71 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.