હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં મેઘ મહેર યથાવત વાવણી પર કાચું સોનુ વરસ્યું માળીયા હાટીના અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી

Posted 2 years ago with 135 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: અનેક વિસ્તારોમાં એલર્ટ

જૂનાગઢ જિલ્લામાં મેઘ મહેર યથાવત વાવણી પર કાચું સોનુ વરસ્યું માળીયા હાટીના અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી
1/1

જૂનાગઢ જિલ્લામાં મેઘ મહેર યથાવત વાવણી પર કાચું સોનુ વરસ્યું માળીયા હાટીના અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ 

જૂનાગઢ જિલ્લામાં સાંજે 7 વાગ્યાથી મેઘરાજાની એન્ટ્રી જિલ્લાના મોટા ભાગમાં તાલુકાઓમાં મેઘ મહેર યથાવત

જુનાગઢ જિલ્લામાં વાવણીના વરસાદ બાદ યોગ્ય વરસાદ ની ખેડૂતો ને પણ રાહ હતી .વાવણી દરમિયાન ખેડૂતો દ્વારા વાવેલ મગફળી તો ઊગી ગઈ હતી પરંતુ મગફળી ઉગ્યા બાદ જોરદાર વરસાદની જરૂર હતી ત્યારે આજે સાંજે 7 વાગ્યાથી જિલ્લાના માળીયાહાટીના અને માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો વાવણી બાદ નો આ પ્રથમ વરસાદ હોય ત્યારે છેલ્લા 3 દિવસથી ગરમી યથાવત હતી જેમાં આજે મેઘરાજાએ પધરામણી કરી દેતા ખેડૂતો માટે સોના જેવું વર્ષ સાબિત થશે તેવી ધારણા કરવામાં આવી રહી છે  

હાલ વરસાદી માહોલ યથાવત છે અને સાથે વીજળીના ચમકારા પણ લોકોને ડરાવી રહિયા છે કેમ કે માળીયા હાટીના તાલુકા માં વીજળી પડવાની ઘટના સામે આવી હતી ત્યારે વીજળીને લઈ ને લોકોમાં થોડો ડર સેવાઈ રહ્યો છે મળતી માહિતી પ્રમાણે ધોધમાર વરસાદ શરૂ છે ત્યારે આજે રાત આખી વરસાદ વરસે તેવી શક્યતા છે તેવામાં નદી નાળાઓ છલકાય અને વહેતા થાય તો નવાઈ નહીં 

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને અનેક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સિવાય આજે દસક્રોઈમાં 22 મિમી, કચ્છમાં ભચાઉમાં 20 મિમી, બનાસકાંઠાના વડગામમાં 17 મિમી, સાબરકાંઠાના વિજયનગરમાં 15 મિમી, જૂનાગઢના વિસાવદારમાં 15 મિમી અને ખેડાના મહુવામાં 15મિમી, ખેડાના માતરમાં 59 મીમી, ખેડામાં 55 મિમી આણંદના તારાપુરમાં 44 મીમી અને આણંદના નડિયાદમાં 35 મિમી, સુરતના ઓલપાડમાં 32 મીમી, બનાસકાંઠાના દાંતામાં 28 મીમી, 

ગાંધીનગરના દહેગામમાં અને પોરબંદરના રાણાવાવમાં 25 મીમી, ભાવનગરના તળાજામાં 24 મીમી, ગીર સોમનાથના ઉનામાં 23 મીમી વરસાદ નોંધાયો છે.

આજે છેલ્લા બે કલાક દરમિયાન રાજ્યના 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી લોધિકા ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં સવા 3 ઈંચ, અમરેલીના લાઠીમાં પોણા 2 ઈંચ, રાજકોટના જામકંડોરણામાં પોણા 2 ઈંચ, કચ્છના અબડાસામાં અને મોરબીના માળિયામાં સરેરાશ 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

રિપોર્ટ :- પરેશ વાઢીયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન