હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.

Posted 1 year ago with 24 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે શહેરી અને ગ્રામીણ જનજીવન પણ પ્રભાવિત થયું છે.

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી            છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો.
1/1

વરસાદી માહોલ જામ્યો 

સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી 

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી 

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, જ્યારે શહેરી અને ગ્રામીણ જનજીવન પણ પ્રભાવિત થયું છે.

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેડા જિલ્લાના કપડવંજમાં 4.8 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત, તળાજામાં 3.1 ઇંચ, તલોદમાં 2.7 ઇંચ, તાલાલામાં 3.11 ઇંચ, વઢવાણમાં 2.09 ઇંચ, નવસારીમાં 2.05 ઇંચ, વિસનગરમાં 2.05 ઇંચ, દાંતીવાડામાં 1.77 ઇંચ, અંકલેશ્વરમાં 1.73 ઇંચ, ઉમરગામમાં 1.65 ઇંચ, ગઢડામાં 1.65 ઇંચ, જલાલપોરમાં 1.46 ઇંચ, સિનોરમાં 1.42 ઇંચ, બાલાસિનોરમાં 1.30 ઇંચ અને ઘોઘામાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે.

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલ રહેશે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જોકે, વરસાદી માહોલ અને દરિયામાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી, સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ વિશે જણાવાયું છે કે, 4 થી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક નવી વરસાદી સિસ્ટમ સર્જાશે. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે. ત્યારબાદ, 17 થી 19 ઓગસ્ટ દરમિયાન બીજી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 23 ઓગસ્ટ બાદ વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે. જોકે, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા છે .

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન