સમાચાર સારાંશ: સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 6.6 ઇંચ નોંધાયો છે, જ્યારે તાપીના વ્યારામાં 5.55 ઇંચ વરસાદ ખાબક્યો છે
ગુજરાતમાં મેઘમહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં ધોધમાર વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની મહેર અવિરતપણે વરસી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. જૂન મહિનાના અંતથી શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ જુલાઈના પ્રથમ સપ્તાહના અંત સુધી પણ યથાવત રહ્યો છે.

સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના ભિલોડામાં 6.6 ઇંચ નોંધાયો છે, જ્યારે તાપીના વ્યારામાં 5.55 ઇંચ વરસાદ ખાબક્યો છે.
અમદાવાદ અને અન્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
અમદાવાદમાં બપોર બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના સેટેલાઇટ, ઇસ્કોન, બોડકદેવ, અને વસ્ત્રાપુરમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આ ઉપરાંત, ઇનકમ ટેક્ષ ચાર રસ્તા, વાડજ, નારણપુરા, શાહપુર, કાલુપુર, નરોડા, અને નારોલમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું.
અમરેલી જિલ્લાના બાબરામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જ્યાં ચમારડી, વલારડી, ખંભાળા, કરિયાણા, વાવડી સહિતના ગામડાંઓમાં વરસાદ જામ્યો હતો. ભારે વરસાદને કારણે બજારોમાં પાણી વહેતા થયા હતા. મહેસાણા જિલ્લામાં પણ મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે, જેના પરિણામે ચારે તરફ પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે.
રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક ધીમી ધારે, ક્યાંક ઝાપટાં સ્વરૂપે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે, જે ખેડૂતો અને જનજીવન બંને માટે રાહતરૂપ બન્યો છે.
રાજ્યના વિવિધ ભાગોમાં ક્યાંક ધીમી ધારે, ક્યાંક ઝાપટાં સ્વરૂપે તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે, જે ખેડૂતો અને જનજીવન બંને માટે રાહતરૂપ બન્યો છે.
Rain is falling in various parts of the state, sometimes in slow streams, sometimes in gusts and sometimes in heavy rain, which has become a relief for both farmers and people.
Rain is falling in various parts of the state, sometimes in slow streams, sometimes in gusts and sometimes in heavy rain, which has become a relief for both farmers and people.
તમને આ પણ ગમશે:

તમને આ પણ ગમશે: