હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અમદાવાદ પર મેઘરાજાની સવારી વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક માટે એલર્ટ

Posted 2 years ago with 53 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: સાંજના સાત વાગ્યા સુધીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા થશે SG હાઇવે, બોપલ, આંબલી સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ

અમદાવાદ પર મેઘરાજાની સવારી વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક માટે એલર્ટ
1/2
અમદાવાદ પર મેઘરાજાની સવારી વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક માટે એલર્ટ
2/2

અમદાવાદ પર મેઘરાજાની સવારી વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદની આગાહી

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આજે (30મી જૂન) સવારથી જ અમદાવાદના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. 

અમદાવાદ પર મેઘરાજા મહેરબાન થયા છે.. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે...SG હાઇવે, બોપલ, આંબલી સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે. 

સતત વરસાદને પગલે હેલમેટ સર્કલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.અમદાવાદ શહેરમાં આગામી ત્રણ કલાક માટે એટલે કે સાંજના સાત વાગ્યા સુધીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વીજળીના ચમકારા થશે તેવું હવામાન નિષ્ણાંતોનું કહેવું છે .. 

સાથે જ મધ્યમ વરસાદની શક્યતાઓ છે.ગુજરાતમાં આવનારા 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.. આગામી 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સેટેલાઇટ તસવીરોમાં મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર વરસાદી સિસ્ટમ દેખાઇ રહી છે. આવનારા 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્ર પર પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે.. છોટાઉદેપુર, દાહોદ અને આણંદમાં પણ 2 દિવસ વરસાદની આગાહી છે...

ગુજરાતમાં છ કલાકમાં 133 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ સુરતના પલસાણામાં 5.32 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે બારડોલીમાં 4.68 ઈંચ, વાપીમાં 4.48 ઇંચ, સુરતના મહુઆમાં 4.32 ઇંચ, ઓલપાડમાં 4 ઇંચ, નવસારીના ખેર ગામમાં કામરેજ, વલસાડ અને સુરતમાં 3 ઇંચ અને તેનાથી વધારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આજે સુરત, ભરુચ, નર્મદા,ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, મોરબી, કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવી છે. એટલે કે આ 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રવિવારે ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામી રહ્યું છે. કેટલાક જિલ્લાઓને બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં સારો વરસાદ પણ પડ્યો છે ત્યારે વરસાદ અંગે હવામાન વિભાગે આજે (30 જૂન) બપોરે ચાર વાગ્યા સુધીનું પુર્વાનુમાન કર્યું છે. જેમા તેમણે 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ચાર વાગ્યા સુધીમાં અમદાવાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.