હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી મેઘતાંડવઃ ભારે વરસાદ કારણે માણાવદરના બટવામાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Posted 1 year ago with 104 views

Story by Paresh Vadhiya | 3 mins read

સમાચાર સારાંશ: જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો

જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી મેઘતાંડવઃ ભારે વરસાદ કારણે માણાવદરના બટવામાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
1/2
જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી મેઘતાંડવઃ ભારે વરસાદ કારણે માણાવદરના બટવામાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
2/2

જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી મેઘતાંડવઃ ભારે વરસાદ કારણે માણાવદરના બટવામાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

માણાવદર તાલુકાના બાટવામાં ભારે વરસાદ ને લઈ ને દુકાનોમાં પાણી ઘુસ્યા હતા જેમાં વેપારીઓનો માલ સામાન પલળી જાવા પામ્યો હતો 

વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદને લઈને બાટવાની બજારો વોકળાની જેમ વહી જ્યારે બાટવા શાકમાર્કેટમાં પણ પાણી ભરાઈ જતા શાકભાજી વાળા વેપારીઓનું શાકભાજી બગડી જાવા પામ્યું હતું.હાલ બાટવામાં મેઘતાંડવઃ ને લઈ ને વેપારી દ્વારા જણાવાયું કે 6 દિવસ માં આ બીજી વખત છે ત્યારે અમારે મોટી નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે .

જ્યારે બાટવામાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે જેથી આ સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે .જેથી તંત્ર પાસે અપેક્ષા છે કે પાણી નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરે જેથી આવી પરિસ્થિતિ નું નિર્માણ ન થાય.

હાલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે .આગામી ત્રણ કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

 જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે. એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ આજે સવારથી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. 

 ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.