હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, રાજનૈતિક

રાજસ્થાનના મંત્રીએ કહ્યું હું ફૂંક મારીને પાણી ન લાવી શકું હનુમાનજી બનીને તરત જ પાણી લાવું તે શક્ય નથી કનૈયા લાલ ચૌધરીએ આપ્યું વિચિત્ર નિવેદન

Posted 2 years ago with 92 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી પણ છે. શહેરોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.

રાજસ્થાનના મંત્રીએ કહ્યું હું ફૂંક મારીને પાણી ન લાવી શકું  હનુમાનજી બનીને તરત જ પાણી લાવું તે  શક્ય નથી  કનૈયા લાલ ચૌધરીએ આપ્યું વિચિત્ર નિવેદન
1/1

રાજસ્થાનના મંત્રીએ કહ્યું હું ફૂંક મારીને પાણી ન લાવી શકું 

હનુમાનજી બનીને તરત જ પાણી લાવું તે 
શક્ય નથી :કનૈયા લાલ
કનૈયા લાલ ચૌધરીએ આપ્યું વિચિત્ર નિવેદન

રાજસ્થાનમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી પણ છે. શહેરોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. ત્યારે રાજસ્થાનના પાણીપુરવઠા મંત્રી કનૈયા લાલ ચૌધરીએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે. કન્હૈયા લાલ ચૌધરીએ કહ્યું હતું કે 'અમે એટલું જ પાણી આપી શકીએ છીએ જેટલું અમારી પાસે છે. 

હું ફૂંક મારીને કે હનુમાનજી બનીને તરત જ પાણી લાવું એ શક્ય નથી.' મંત્રીએ વધુમાં કહ્યું હતું કે 'આ વર્ષે બિસલપુરમાંથી વધારાનું પાણી લેવામાં આવ્યું છે. જ્યાં પણ પાણીની માંગ હશે ત્યાં જરૂરિયાત મુજબ પુરું પાડવામાં આવશે.' આ ઉપરાંત કનૈયા લાલ ચૌધરીએ લોકોને પાણીનો યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી હતી

PHED મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 'રાજ્યમાં આકરી ગરમી દરમિયાન પીવાના પાણીનો પુરવઠો સારો મળી રહે તે માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ માટે વધુ સારું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલ કામમાં બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. 

જ્યાં પીવાના પાણીની સમસ્યા વિકટ છે ત્યાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ લોકોએ પણ પાણી પ્રત્યે સમજવું પડશે અને પાણીનો વપરાશ જે છે તે સમજીને કરવો પડશે પાણીનો વેડફાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું પડશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.