હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
English News, ભારત, સિનેમા-TV અને OTT

દિલ્હીના એક થિયેટરમાં ટોમ ક્રૂઝની ફિલ્મ જોવા ગયેલા લોકોને નિરાશા મળી , ફિલ્મનો શો શરૂ ન થયો. જેથી ચાહકો થિયેટરમાં ખૂબ જ ગુસ્સે ભરાયેલા દેખાયા

Posted 1 year ago with 19 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: ટોમ ક્રૂઝની ફિલ્મ સમગ્ર વિશ્વના લગભગ એક અઠવાડિયા પહેલા રિલિઝ થઈ હતી, પરંતુ ભારતમાં આજે એટલે કે 17 મેના રોજ રિલિઝ થઈ છે.

દિલ્હીના એક થિયેટરમાં ટોમ ક્રૂઝની ફિલ્મ જોવા ગયેલા લોકોને નિરાશા મળી , ફિલ્મનો શો શરૂ ન થયો. જેથી ચાહકો થિયેટરમાં ખૂબ જ ગુસ્સે ભરાયેલા દેખાયા
1/2
દિલ્હીના એક થિયેટરમાં ટોમ ક્રૂઝની ફિલ્મ જોવા ગયેલા લોકોને નિરાશા મળી , ફિલ્મનો શો શરૂ ન થયો. જેથી ચાહકો થિયેટરમાં ખૂબ જ ગુસ્સે ભરાયેલા દેખાયા
2/2

દિલ્હીના એક થિયેટરમાં ટોમ ક્રૂઝની ફિલ્મ જોવા ગયેલા લોકોને નિરાશા મળી , ફિલ્મનો શો શરૂ ન થયો. જેથી ચાહકો થિયેટરમાં ખૂબ જ ગુસ્સે ભરાયેલા દેખાયા હતાં.

હોલિવુડની ફિલ્મો પસંદ કરતા લોકોનો ભારતમાં ખૂબ જ મોટો વર્ગ છે. ભારતમાં પણ લોકો હોલિવુડ ફિલ્મ (Hollywood Film)ની આતુરતાથી રાહ જોતા હોય છે. હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝ (Tom Cruise)ની લોકપ્રિય ફ્રેન્ચાઇઝ 'મિશન ઇમ્પોસિબલ' (Mission Impossible)ની છેલ્લી ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ - ધ ફાઇનલ રેકનિંગ' (Mission: Impossible – The Final Reckoning) 

દિલ્હીના એક થિયેટરમાં ટોમ ક્રૂઝની ફિલ્મ જોવા ગયેલા લોકોને નિરાશા મળી , ફિલ્મનો શો શરૂ ન થયો. જેથી ચાહકો થિયેટરમાં ખૂબ જ ગુસ્સે ભરાયેલા દેખાયા

આજે સિનેમાઘરોમાં રિલિઝ થઈ ગઈ છે. ટોમ ક્રૂઝની ફિલ્મ સમગ્ર વિશ્વના લગભગ એક અઠવાડિયા પહેલા રિલિઝ થઈ હતી, પરંતુ ભારતમાં આજે એટલે કે 17 મેના રોજ રિલિઝ થઈ છે. 

ટોમ ક્રૂઝ ફિલ્મ જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હોય છે. જેથી દિલ્હીમાં પણ વહેલી સવારે લોકો ટોમ ક્રૂઝની આ ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં પહોંચી ગયાં હતાં, પરંતુ દિલ્હીના એક થિયેટરમાં ટોમ ક્રૂઝની ફિલ્મ જોવા ગયેલા લોકોને નિરાશા મળી છે. ચાલકો જે ઉત્સાહ સાથે ફિલ્મ જોવા માટે આવ્યાં હતા તેમનો ઉત્સાહગુસ્સામાં ફેરવાઈ ગયો હતો. જો કે, તેમને ગુસ્સાનું કારણ ફિલ્મ નહીં પરંતુ થિયેટરનું સંચાલન છે. લોકોએ કલાકો સુધી રાહ જોઈ છતાં પણ ટોમ ક્રૂઝની ફિલ્મનો શો શરૂ ન થયો. જેથી ચાહકો થિયેટરમાં ખૂબ જ ગુસ્સે ભરાયેલા દેખાયા હતાં.

ઘટનાની વાત કરવામાં આવે તો, દિલ્હીમાં PVR વેગાસ, દ્વારકામાં આ શો સવારે 6:05 વાગ્યે શરૂ થવાનો હતો. લોકો વહેલી સવારે ટિકિટ લઈને થિયેટરમાં પહોંચી પણ ગયાં હતાં પરંતુ 7:30 વાગ્યા સુધીમાં પણ ફિલ્મ શરૂ કરવામાં નહોતી આવી. લોકોએ આ ફિલ્મને બીજા ઓડીમાં શરૂ કરવાની માંગણી કરી હતી. એટલું જ નહીં પરંતુ ફિલ્મ શરૂ નથી થઈ તો ટિકિટના પૈસા પાછા આપવા માટે પણ કહ્યું હતું. પરંતુ મેનેજર પાસે કોઈ પણ સવાલનો જવાબ નહોતો. મહત્વની વાત એ છે કે, આ ઘટના પછી કેટલાક લોકોએ થિયેટર માલિકને કાનૂની નોટિસ મોકલવાની પણ વાત કરી હતી.

માત્ર 70 લોકોને ટિકિટના રૂપિયા પાછા આપવામાં આવ્યાં

આ સમગ્ર મામલે થિયેટરમાં નોકરી કરતા મેનેજરે કહ્યું કે, સર્વરમાં સમસ્યા હોવાના કારણે ફિલ્મ નથી ચલાવી શક્યાં. સર્વરના કારણે 9:30નો શો પણ બંધ કરવો પડ્યો હતો. મળતી વિગતો પ્રમાણે કુલ 180 લોકોએ ટિકિટ લીધી હતા, જેમાંથી 70 લોકોને રૂપિયા પાછા આપવામાં આવ્યાં છે. પરંતુ થિયેટરના સંચાલન સામે લોકોએ ભારે રોષ ઠાલવ્યો છે. આ ફિલ્મ માટે લોકો વહેલી સવારે એટલે કે, 5:30 વાગ્યાથી થિયેટરમાં આવી ગયાં હતાં. સ્વાભાવિક છે કે, ટોમ ક્રૂઝ લોકપ્રિય ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ' જોવા આવેલા ચાહકોએ નિરાશ થઈને ઘરે પાછા ગયાં હતાં.

People who went to watch Tom Cruise's film in a theater in Delhi were disappointed, the film's show did not start. Due to which the fans were seen very angry in the theater.

There is a very large section of people in India who like Hollywood films. In India too, people eagerly wait for Hollywood films. The last film of Hollywood superstar Tom Cruise's popular franchise 'Mission Impossible', 'Mission: Impossible – The Final Reckoning'

has been released in cinemas today. Tom Cruise's film was released almost a week ago all over the world, but it has been released in India today i.e. on May 17.

Fans are very excited to watch Tom Cruise's film. So in Delhi too, people reached the cinemas early in the morning to watch this film of Tom Cruise, but the people who went to watch a film of Tom Cruise in a theatre in Delhi were disappointed. The enthusiasm with which the drivers came to watch the film turned into anger. However, the reason for their anger is not the film but the management of the theatre. Even though people waited for hours, the show of Tom Cruise's film did not start. So the fans were seen very angry in the theatre.

Talking about the incident, this show was supposed to start at 6:05 am in PVR Vegas, Dwarka in Delhi. People reached the theatre early in the morning with tickets, but the film had not started even by 7:30 am. People demanded that the film be started in another auditorium. Not only this, but if the film did not start, they also asked for a refund of the ticket money. But the manager did not have an answer to any question. Importantly, after this incident, some people also talked about sending a legal notice to the theater owner.

Only 70 people were refunded their ticket money

In this entire matter, the manager working in the theater said that the film could not be played due to a problem in the server. The 9:30 show also had to be closed due to the server. According to the details received, a total of 180 people had bought tickets, out of which 70 people have been refunded. But people have expressed great anger against the theater management. People had come to the theater early in the morning, i.e. from 5:30 am for this film. Naturally, the fans who had come to watch the popular Tom Cruise film 'Mission Impossible' were disappointed and went back home.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.