સમાચાર સારાંશ: પર્યાવરણ દિવસથી અમદાવાદ મ્યુનિ.ના મિશન મિલીયન થ્રી કેમ્પેઈન સફળ બનાવશો કેવી રીતે એવો સવાલ મ્યુનિસિપલ કમિશનરે ડીરેકટર એન્ડ પાર્કસને કરવો પડયો હતો
અમદાવાદ મ્યુનિ.દ્વારા મિશન મિલીયન થ્રી કેમ્પેઈન શરુ કરવામા આવ્યુ
મ્યુનિસિપલ કમિશનરે સવાલ કર્યો ગાર્ડન વિભાગ પાસે મિશનને લઈ પ્લાનિંગ કે રોડમેપ તૈયાર નથી તો સફળ કેવી રીતે બનશે ?
પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસથી અમદાવાદ મ્યુનિ.ના મિશન મિલીયન થ્રી કેમ્પેઈન સફળ બનાવશો કેવી રીતે એવો સવાલ મ્યુનિસિપલ કમિશનરે ડીરેકટર એન્ડ પાર્કસને કરવો પડયો હતો.વ્યાપક સ્તર ઉપર શહેરના ગ્રીન કવરમા વધારો કરવા જયારે અભિયાન શરુ કરો છો તેમ છતાં ગાર્ડન વિભાગ પાસે મિશનને લઈ પ્લાનિંગ કે રોડમેપ તૈયાર નથી એવી ટકોર પણ તેમણે કરવી પડી હતી.
દસ જૂનથી ચોમાસાની સીઝન શરુ થવાની આગાહી કરવામા આવી છે.આ બાબતને ધ્યાનમાં લઈ મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસન દ્વારા મ્યુનિ.ના વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક બોલાવી હતી.ઈજનેર વિભાગના અધિકારીઓને આડેહાથ લેતા તેમણે અગાઉ વારંવાર સુચના આપવા છતાં કેચપીટ તથા મેનહોલના ડિસિલ્ટીંગને લઈ યોગ્ય કાર્યવાહી કરાઈ નહિં હોવાની નોંધ સાથે તેમણે દક્ષિણ ઝોનમાં નબળી કામગીરી કરાઈ હોવાની ટકોર કરી હતી
પાંચ જૂનથી અમદાવાદ મ્યુનિ.દ્વારા મિશન મિલીયન થ્રી કેમ્પેઈન શરુ કરવામા આવ્યુ છે.આ અભિયાન હેઠળ સેન્ટ્રલ વર્જ સહિતની જગ્યા ઉપર કયાં કેટલા રોપા કઈ રીતે રોપવામા આવશે એ સહિતની અન્ય માહિતી તેમણે ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન પાસે માંગતા તેઓ માંગેલી માહિતી કમિશનરને આપી શકયા નહોતા. મ્યુનિ.કમિશનરે એક તબકકે ત્યાં સુધી કહેવુ પડયુ હતુ કે,તમે રહેવા દો તમારાથી નહિં થાય.પ્લાન્ટેશન અંગે ઝોનમા પુછવામા આવે તો ઝોનવાળા કહે કે,ગાર્ડન વિભાગને પુછો.ગાર્ડન વિભાગને પુછવામા આવે તો એવો જવાબ અપાય છે કે,ઝોનમાં પુછો. આમ કેવી રીતે ચાલી શકશે.એમ કહી મ્યુનિ.કમિશનરે ડીરેકટર પાર્કસની ઝાટકણી કાઢી હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



