સમાચાર સારાંશ: ભાજપે પશ્ચિમ બંગાળમાં પહેલી વખત બેવડી સદી ફટકારતા ૨૦૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે.
મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત
પૂર્વ ભારતમાં ભગવાનો વિસ્તાર કરતા ભાજપે સોમવારે લાંબા સમયથી પડકારજનક પશ્ચિમ બંગાળમાં અંતે મમતાને પછાડીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. બંગાળમાં વડાપ્રધાન મોદીના મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં પહેલી વખત બેવડી સદી ફટકારતા ૨૦૪ બેઠકો પર વિજય મેળવ્યો છે જ્યારે તૃણમૂલ કોંગ્રેસ ૭૫ બેઠકો પર સમેટાઈ જતા મમતા બેનરજીનું જ 'ખેલા હોબે' થઈ ગયું છે.

પશ્ચિમ બંગાળ: ભગવો લહેરાયો
ઐતિહાસિક વિજય: ભાજપે પશ્ચિમ બંગાળમાં પહેલી વખત બેવડી સદી ફટકારતા ૨૦૪ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે.
TMC ના સૂપડા સાફ: મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ માત્ર ૭૫ બેઠકો પર સમેટાઈ ગઈ છે.
મમતા બેનર્જીની હાર: મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર બેઠક પર ભાજપના શુવેન્દુ અધિકારી સામે ૧૫,૧૦૫ મતોથી પરાજિત થયા છે.
શુવેન્દુ અધિકારીનો દબદબો: ૨૦૨૧માં નંદીગ્રામ બાદ હવે ભવાનીપુરમાં પણ શુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પછાડ્યા છે.
આ સાથે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે બંગાળ ઉપરાંત આસામ અને પુડુચેરી એમ ત્રણ રાજ્યોમાં ભગવો લહેરાવ્યો છે. આ સિવાય તમિલનાડુમાં ટીવીકેના વિજયરથે ડીએમકેને કારમો પરાજય આપ્યો છે. અભિનેતા જોસેફ વિજયના ટીવીકેએ પહેલી જ ચૂંટણીમાં અભૂતપૂર્વ ૧૦૭ બેઠકો પર વિજય મેળવવા છતાં સરકાર બનાવવા માટે તેનો પનો ટૂંકો પડયો છે, જેથી રાજ્યમાં હાલ ત્રિશંકુ જેવી સ્થિતિ સર્જાઈ છે.
પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક વિજયના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'પરિબર્તન હોબે ગેછે'નો સંદેશ આપતા પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત આવ્યો હોવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજય સાથે તૃણમૂલ કોંગ્રેસના ગુંડા રાજનો અંત આવ્યો છે અને હિન્દુત્વના રાજકારણનો ઉદય થયો છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના કારમા પરાજય સાથે શાસન વિરોધી લહેર એટલી જબરજસ્ત હતી કે મમતા બેનરજી ભવાનીપુરમાં પોતાની બેઠક પણ બચાવી શક્યા નહીં. ભાજપ નેતા શુવેન્દુ અધિકારી સામે મમતાનો ૧૫,૧૦૫ મતોથી પરાજય થયો હતો.
આ સાથે શુવેન્દુ અધિકારીએ સતત બીજી વખત મમતા બેનરજીને હરાવ્યા છે. તેમણે ૨૦૨૧માં મમતાને નંદીગ્રામ બેઠક પર પરાસ્ત કર્યા હતા.પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં સુધારણા માટેના ચૂંટણી પંચના એસઆઈઆર કાર્યક્રમના હોબાળા વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ પર ૧૦૦ બેઠકોની લૂંટ કરવાનો આક્ષેપ કર્યો છે. મમતાના આ દાવાને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સમર્થન કર્યું છે. પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયા પછી રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને તમિલનાડુમાં એમકે સ્ટાલિન સાથે ફોન પર વાત કરી હતી.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



