હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, વિશેષ વાંચન

રાષ્ટ્રવિરોધી કોંગ્રેસનો 'લોભ'તાંત્રિક પ્રક્રિયામાં અતૂટ વિશ્વાસ મોદીની ગેરંટી એટલે વિક્સિત ભારતની દ્રઢ પ્રતિજ્ઞા! કોંગ્રેસને તમાચો નહી, 7 મીએ આંગળી પણ ન અડાડવી પર્યાપ્ત

Posted 2 years ago with 119 views

Story by Hiren Kotak | 12 mins read

સમાચાર સારાંશ: કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહનાં વકતવ્યનાં વીડિયોમાં અનામત મુદ્દે જુઠ્ઠાણાઓ નાં પ્રચારનો અક્ષમ્ય ચેડાઓ કર્યાનો પર્દાફાશ થઈ જતા સપાટી આવી છે. લોકોએ સાચા અને ખોટા વીડિયોનાં તફાવતને જોયો

રાષ્ટ્રવિરોધી કોંગ્રેસનો 'લોભ'તાંત્રિક પ્રક્રિયામાં અતૂટ વિશ્વાસ મોદીની ગેરંટી એટલે વિક્સિત ભારતની દ્રઢ પ્રતિજ્ઞા! કોંગ્રેસને તમાચો નહી, 7 મીએ આંગળી પણ ન અડાડવી પર્યાપ્ત
1/4
રાષ્ટ્રવિરોધી કોંગ્રેસનો 'લોભ'તાંત્રિક પ્રક્રિયામાં અતૂટ વિશ્વાસ મોદીની ગેરંટી એટલે વિક્સિત ભારતની દ્રઢ પ્રતિજ્ઞા! કોંગ્રેસને તમાચો નહી, 7 મીએ આંગળી પણ ન અડાડવી પર્યાપ્ત
2/4
રાષ્ટ્રવિરોધી કોંગ્રેસનો 'લોભ'તાંત્રિક પ્રક્રિયામાં અતૂટ વિશ્વાસ મોદીની ગેરંટી એટલે વિક્સિત ભારતની દ્રઢ પ્રતિજ્ઞા! કોંગ્રેસને તમાચો નહી, 7 મીએ આંગળી પણ ન અડાડવી પર્યાપ્ત
3/4
રાષ્ટ્રવિરોધી કોંગ્રેસનો 'લોભ'તાંત્રિક પ્રક્રિયામાં અતૂટ વિશ્વાસ મોદીની ગેરંટી એટલે વિક્સિત ભારતની દ્રઢ પ્રતિજ્ઞા! કોંગ્રેસને તમાચો નહી, 7 મીએ આંગળી પણ ન અડાડવી પર્યાપ્ત
4/4

કોંગ્રેસને તમાચો નહી, 7 મીએ આંગળી પણ ન અડાડવી પર્યાપ્ત
વર્ષોના અસંખ્ય કૌભાંડો અને કાળા કારનામાઓ ની અવિરત હારમાળાઓ ના પગલે કોંગ્રેસે જનસમર્થન નો હક સદંતર ગુમાવી દીધો છે. ખરેખર તો નકારાત્મક રાજનીતી તેમજ જુઠ્ઠાણાંઓ ફેલાવી લોકોને સતત ગેરમાર્ગે દોરવા માટે પ્રયત્નશીલ કોંગ્રેસે આત્મચિંતન તેમજ લોકોની માફી મેળવવાની તક પણ ગુમાવી દીધી છે.

આ ઉપરોક્ત બાબત કોંગ્રેસ દ્વારા કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહનાં વકતવ્યનાં વીડિયોમાં અનામત મુદ્દે જુઠ્ઠાણાઓ નાં પ્રચારનો અક્ષમ્ય ચેડાઓ કર્યાનો પર્દાફાશ થઈ જતા સપાટી આવી છે. લોકોએ સાચા અને ખોટા વીડિયોનાં તફાવતને જોયો અને સમજ્યો પણ ખરા. બેબાકળી બનેલ કોંગ્રેસ એ આકુળવ્યાકુળ તેમજ દિશા અને દશા વિહિન અવસ્થામાં હવાતિયા પણ ન મારી શકવાની કફોડી સ્થિતિમાં તેની ઝેરીલી કાર્યપ્રણાલી ને અવિરતપણે અનુસરી રહી છે.

મિત્રો ભારતનાં અભિન્ન અંગ એવા કાશ્મીરમાંથી કોંગ્રેસ દ્વારા ધરબાયેલ આંતકવાદ અને અલગાવ વાદનાં પ્રતિક સમી કલમ 370 ને દુર કરવામાં જેની પ્રમુખ ભૂમિકા રહી છે, તેવા મુઠી ઉંચેરા રાષ્ટ્રવાદી જનપ્રતિનિધિ શ્રી અમિત શાહ ભારત માતાનાં ખરા સપૂત બની ઉભર્યા છે. શ્રી અમિત શાહ હંમેશા ભારત વિરુદ્ધ જરા સરખી પણ ચેષ્ટા કરતા રાષ્ટ્રવિરોધી તત્વો સમક્ષ કાયદાનો ધારદાર દંડો પણ ઉગામે છે અને સાથે સાથે સમાજનાં ઉપરથી નીચે સુધીના તમામ વર્ગો ને સમરસતા તથા સુરક્ષા પ્રદાન કરી સાક્ષાત દંડવત પણ કરે છે. વર્ષોથી ભારત આવા મુઠી ઉંચેરા તથા રાષ્ટ્રને સમર્પીત નેતૃત્વ ની ઝંખના કરી રહ્યું હતુ, અને જ્યારે એવુ સબળ, સફળ અને સક્ષમ નેતૃત્વ આપણને શ્રી નરેન્દ્ર મોદીજી તેમજ શ્રી અમિત શાહજી સ્વરૂપે પ્રાપ્ત થયું, ત્યારે તેમના વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા થઈ રહેલ કીચડ ઉછાળ પ્રવૃત્તિઓ ને સણસણતો તમાચો આપવા આપણે હથેળી નહી, પરંતુ આગામી 7 તારીખે તેને મત આપવા આંગળી પણ ન ઉગામી ને સજા આપી શકીએ છીએ!

"મિત્રો આપણે ત્યાં મતદાનની ક્રિયાને પવિત્ર અને મતદાનનાં દિવસને ઉત્સવ તરીકે ઓળખવા માં આવે છે ત્યારે, ઉત્સવ નાં મૂળભૂત ઉદ્દેશ્ય, અર્થાત સર્વ જન સુખાયનાં સુત્ર ને અક્ષરસઃ અનુસરતા રાજકીય પક્ષ એટલે કે ભારતીય જનતા પક્ષનાં નિશાન કમળનું બટન દબાવીને આપણે ધન્યતા પ્રાપ્તિનો અવસર તો ન જ ચૂકવો જોઇએ!!

સૌપ્રથમ તો એક ભારત શ્રેષ્ઠ ભારત ની સ્થાપના માટે સતત કાર્યરત શ્રી અમિત શાહ ને અનામત વિરોધી ચીતરવા ની કુચેષ્ટા દ્વારા કોંગ્રેસે તેની છદ્મ છબી લોકો સમક્ષ એકદમ સ્પષ્ટ કરી દીધી. શ્રી અમિત શાહનાં નામ નું સ્મરણ માત્ર ભારતમાં અને ભારત બહાર પણ વસતા રાષ્ટ્રપ્રેમી ઓ માટે સર્વોચ્ચ ગર્વ ની અનુભૂતિ હોય, ત્યારે કોઈપણ મંચ ઉપરથી તેમના વિરુદ્ધ બોલાયેલ કટુ શબ્દો સાંખી ન લેવામાં આવે એ સ્વભાવિક છે

આ મુદ્દે કેટલાક માધ્યમો પોતાની વિશ્વસનીયતા પણ દાવ પર લગાવી રહ્યા છે, કેમકે તેમની દિશા અને દશા વિહિન અવધારણાઓ મૂજબ સુશાસન અને સમરસતા વ્યાપક બને તો ક્યાંક તેમના રોટલા અભડાઈ જવાનો ડર છે, પરંતુ ખરેખર તો એમણે કાળા કાગળમાં સફેદ શાહીથી લખવાની શરૂઆત કરવાની જરૂર છે. \'સકારાત્મક પ્રસાર માટે બેબાક બનવામાં એટલી જ હિંમત અને નીડરતા ની જરુર પડે, જેટલી નકારાત્મક પ્રસાર નાં ફેલાવામાં!\' લોકોને શું ઠસાવિશું!\" માંથી બહાર નીકળી, લોકો માટે શું સારું છે એ તરફનો દૃષ્ટિપાત આ નવા ભારતની અપેક્ષીત અને આવશ્યક માંગ છે.
?ref_src=twsrc%5Etfw">May 2, 2024

કોંગ્રેસમાં થી ભાજપમાં પલાયન કરી રહેલ નેતાઓ અને કાર્યકરો વિશે પણ ગેરમાન્યતાઓ ફેલાવવા કોંગ્રેસ, રાષ્ટ્રવિરોધી ડાબેરી વિપક્ષો તેમજ અન્ય મંચો એ પણ ભરપૂર માત્રામાં જુઠ્ઠાણાઓ ફેલાવવાનાં પ્રયત્ન કર્યા છે. ત્યારે કેટલીક બાબતો અને તેના પેટા પાસાઓ પણ સ્પષ્ટતા તરફ દૃષ્ટિપાત કરવા પ્રેરે છે. ખરેખર તો કોંગ્રેસમાંથી ભાજપ તરફ દોટ મૂકી રહેલા પ્રબુદ્ધ કાર્યકરો અને કોંગ્રેસનાં માધ્યમ ને રાષ્ટ્ર સેવાનું માધ્યમ સમજી ખંડિત પંજા ને પકડી ને મહામહેનતે ઝઝૂમી રહેલા જન પ્રતિનિધિઓની ધીરજ ખૂટી પડી છે. હકારત્મક વિચારધારા ધરાવતા એ કોંગ્રેસીઓ એ શ્રી નરેન્દ્ર મોદીની વિકાસ અને વિકસિત ભારતના વજ્ર સમાન નિશ્ચય અને પ્રતિજ્ઞા ને સાકાર થતી જોઈ ને જ ભાજપનો માર્ગ પકડ્યો છે. એ નવ નિયુક્તો ના આત્મસંતોષ અને ગૌરવની અનુભૂતિ જ સુશાસનના પર્યાય સમા શ્રી નરેન્દ્ર મોદીની ગેરંટી માં ભારતનાં નાગરિકોના અતૂટ અને અવિરત વિશ્વાસનું પ્રમાણ છે.

વિરોધીઓ પણ જયારે બધાનાં સાથ, બધાનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસની પ્રણાલીને વધાવતા અને વધારતા જોવા મળે ત્યારે એ પ્રતિપાદિત થાય છે કે લોકોને વિખવાદ, વિનાશ અને વિધ્વંસ નહી પરંતુ વિશેષ, વિશિષ્ટ અને વિચક્ષણ તેમજ વૈવિધ્યપૂર્ણ તથા આઘુનિક વ્યવસ્થાઓમાં રસ છે. કોમવાદ, પ્રાંતવાદ અને જ્ઞાતિવાદ વડે લોકોનાં અંતરમાં અંતર ઉભુ કરી પરસ્પર લડાવી ને રાજકીય રોટલા શેકવામાં કોંગ્રેસનો જોટો ન જડે પરંતુ કોંગ્રેસની એ પિશાચી માનસીકતા લોકોનાં મન મસ્તિષ્કમાં સ્પષ્ટ અને ઉજાગર પણ થઈ ગઈ છે.

આજે જયારે સમગ્ર રાષ્ટ્રમાં મોદીની ગેરંટી માં લોકોનો પ્રચંડ વિશ્વાસ અને વિક્સિત ભારતનાં સંકલ્પ ને પ્રતિજ્ઞા નું સ્વરૂપ પ્રાપ્ત થઈ રહ્યું છે, ત્યારે કોંગ્રેસ સહિતનાં ઇન્ડી ગઠબંધન ના ગઠિયાઓ નાં પેટમાં માત્ર તેલ જ નહિ પરંતુ ધગધગતું સિસુ રેડાયું છે. આપણા વિશ્વાસ અને વિકાસની મૂર્તિ એવા શ્રી નરેન્દ્રભાઈ પરનાં વ્યક્તિગત હુમલાઓ તથા વિશ્વનાં આ સૌથી લોકપ્રિય જનપ્રતિનિધિ ને ભાંડવા માટે અપશબ્દોનો ધાણીફૂટ ગોળીબાર આ નરાધમો ના કૌભાંડો તથા રાષ્ટ્ર વિરોધી માનસિકતા થી ગંધાતા મુખોમાંથી અવિરત વરસી રહ્યો છે. પરંતુ ભારતની જનતા અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાને ઉની આંચ નથી આવવાની એ તથ્ય થી રાષ્ટ્રને ફરી એકવખત અધોગતિ તરફ ધકેલવા ઉતારું રાક્ષસો કદાચ તદ્દન આજણ છે.

મિત્રો આ કાળમુખી કોંગ્રેસ મારા અને તમારા પૂર્વજોની મિલકતો કોંગ્રેસનાં સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી પરીવારની તિજોરીમાં ઠાલવવા નો કારસો રચી રહી છે અને બીજી તરફ બચેલું બધું લઘુમતીઓની તિજોરીઓ મારા અને તમારા દ્વારા કર ભરપાઈ કરી ભરાયેલ તિજોરી દ્વારા ભરવાનું ષડયંત્ર સ્પષ્ટ કરી ચૂકી છે. લઘુમતીઓ માટે પર્યાપ્ત માત્રામાં યોજનાઓ અને લાભો પ્રવર્તમાન હોવા છતા તેમને પણ મૂર્ખ બનાવવા ની એક પણ તક ન છોડનાર કોંગ્રેસ આ મહાન રાષ્ટ્ર ને કયા માર્ગે ઢસડી જવા કમર કસી રહી છે તે તો આપણે સૌએ સમજવું, નીરખવું અને મુલવવું જ પડશે.

તાજેતરમાં જ આવેલ સમાચારો કે જે આજે આપણા સૌની ચર્ચાનો વિષય બન્યા છે તેને જ આપણે આ લેખના સમાપનમાં સાંકળી ને સમજી લઈએ કે આપણે હવે આ મુદ્દે કરવાનું શું છે! તો વાત એમ છે કે, મિત્રો ભારતનાં સૌથી સ્વચ્છ શહેરો તરીકે જે પ્રમાણિત અને ખ્યાતિ પ્રાપ્ત શહેરો એટલે કે એક તો આપણું સુરત અને બીજું શહેર એટલે કે આપણા પાડોશી રાજ્યનું ઈન્દોર, આ બન્ને સ્વચ્છ શહેરોમાં જેમ આ લોકસભા ચૂંટણી 2024 માં મતદાન પહેલા જ કોંગ્રેસની પણ સફાઈ થઈ ગઈ તેમ જ આપણે પણ આગામી 7 તારીખે સૂરજ ચડ્યા પહેલા જ ઠંડા પહોરે ઇવીએમ પરનાં કોંગ્રેસનાં કાળમુખા પંજાના નિશાન ને પણ સ્વચ્છ રાખવા માટે એ કાળમુખા પંજાનાં બટન ને જરાપણ ગંદુ ન થવા દઈ રાજકીય અને રાષ્ટ્રીય સ્વચ્છતા અભિયાનમાં અવશ્ય જોડાવાનું છે.

મિત્રો હવે તો ઇવીએમ વિરુદ્ધ ની કોંગ્રેસ સહિતનાં ઘોર રાષ્ટ્રવિરોધી વિપક્ષો ની 40 થી વધુ અરજીઓ ટાબરિયાઓ રમતા હોય છે તેવી ફલાયિંગ ડિસ્ક ની માફક સર્વોચ્ચ ન્યાયાલયે પણ સનનન કરતી ફગાવી દઈને, એ ભારત વિરોધી ગિધડાઓ ને આધુનિકતા, પ્રગતિ તથા વિકાસ વિરોધી જેવા વિશેષણો પણ આપી ને એક સણસણતો તેમજ સોઈ ઝાટકીને, બરાબર કાન નીચે તમાચો પણ માર્યો છે! પણ સુધરે એ બીજા હોં..!!\"

ભેગભેગી મતદાનનાં મહત્વ ની પણ વાત કરી જ લઈએ. મિત્રો \"હું એક મત ન આપુ તો શું ફરક પડશે હવે..!!\" એવું કહેતા ગાફેલો એ જર્મની નાં સરમુખત્યાર \'હિટલર\' ની 1 મત થી થયેલ જીતનાં પગલે 60,00,000 યહૂદીઓની થયેલ કત્લેઆમ (આપણે ત્યાં પણ ગાફેલ રહ્યા તો ભવિષ્યમાં એવી જ શક્યતા) તેમજ સંવેદનશીલ જન નાયક આજાત શત્રુ એવા ભારતરત્ન પુરસ્કૃત પરમ વંદનીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયી નાં માત્ર 1 મતે હારવાની ઘટના પણ તાજી કરી લેવી જોઈએ!

7 મી અન્ય તમામ બાબતોને ગૌણ સમજી આપણે સ્વયં તથા આવનારી પેઢીઓને વિકસિત ભારતનાં ફળો ચાખવા તેમજ ચખાડવા માટે આપણો અમૂલ્ય ફાળો ઇવીએમ પરનાં ભાજપનાં નિશાન \'કમળ\' નાં બટન ને શ્રદ્ધાપૂર્વક દબાવીને આપવાનો છે.
મોદીજી નાં હાથ મજબૂત કરવા એ આપણા સૌનો આગ્રહ માત્ર નહી પરંતુ, આવશ્યકતા, અપેક્ષા અને બહુમતી હિન્દુઓની જરૂરિયાત સમજીને પાલન કરવાની દ્રઢ પ્રતિજ્ઞા હોવી જોઇએ, કેમકે ભારતને પરમ વૈભવ ના શિખરે પહોચાડવાની ગેરંટી સ્વયં યુગપુરુષ એવા \'ભારત માતાનાં પ્રધાનસેવક\' શ્રી નરેન્દ્રભાઈ મોદી સ્વયં એ આપી છે.

હિરેન કોટકલેખક, વક્તા, વિશેષજ્ઞ અને રાજનીતિજ્ઞ

મો. (91) 9537400000

રાષ્ટ્રવિરોધી કોંગ્રેસનો 'લોભ'તાંત્રિક પ્રક્રિયામાં અતૂટ વિશ્વાસ મોદીની ગેરંટી એટલે વિક્સિત ભારતની દ્રઢ પ્રતિજ્ઞા! કોંગ્રેસને તમાચો નહી, 7 મીએ આંગળી પણ ન અડાડવી પર્યાપ્ત

hirenkotak@hirenkotak.com

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.