હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ચોમાસુ: ૨૦૨૪ રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

Posted 2 years ago with 30 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો

ચોમાસુ: ૨૦૨૪ રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
1/2
ચોમાસુ: ૨૦૨૪ રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો
2/2

ચોમાસુ: ૨૦૨૪ રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૧૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો

વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૩ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો

 રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન આણંદ જિલ્લાના બોરસદ તાલુકમાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ વડોદરા જિલ્લાના પાદરા અને વડોદરા તાલુકા ઉપરાંત નર્મદાના તિલકવાડા તાલુકામાં ૮ ઈંચથી વધુ, જ્યારે ભરૂચ તાલુકામાં ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ તાલુકામાં અને છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ૬ ઈંચથી વધુ વારસદા વરસ્યો હોવાના અહેવાલ છે. 

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૦ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૩ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૭૫ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૩ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. 

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૩ ટકાથી વધુ, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૩૨ ટકાથી વધુ તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ૨૯ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ડાંગના સુબિર તાલુકામાં, નર્મદાના નાંદોદ તાલુકામાં, વડોદરાના શિનોર તાલુકામાં, ભરૂચના અંકલેશ્વર, ઝઘડિયા અને હાંસોટ તાલુકામાં, ગાંધીનગરના દેહગામ તાલુકામાં તેમજ સુરતના મહુવા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, રાજ્યના કુલ ૧૫ તાલુકામાં ૪ ઈંચ અને ૨૧ તાલુકામાં ૩ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૨૫ જેટલા તાલુકામાં બે ઈંચથી વધુ અને ૪૭ તાલુકામાં એક ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન