હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતમાં ચોમાસુ આવી રહ્યું છે ધીમેપગલે .છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કુકરમુંડામાં ખાબક્યો ચોમાસું બરોબરનું જામ્યું

Posted 1 year ago with 161 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: વ્યારા, વલસાડ, બોડેલી, નિઝર તેમજ નર્મદાના સાગબારામાં પણ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ચોમાસુ આવી રહ્યું છે ધીમેપગલે .છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કુકરમુંડામાં ખાબક્યો ચોમાસું બરોબરનું જામ્યું
1/1

ગુજરાતમાં ચોમાસુ આવી રહ્યું છે ધીમેપગલે .છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કુકરમુંડામાં ખાબક્યો

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદની રાહ જોવાઈ રહી હતી. જો કે છેલ્લા ત્રણ ચાર દિવસથી દક્ષિણ ગુજરાત હળવાથી ભારે તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની થોડે અંશે રાહત મળી હતી. ત્યારે હવે ચોમાસું બરોબરનું જામ્યું હોય તેમ રાજ્યના 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના કુકરમુંડામાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત વ્યારા, વલસાડ, બોડેલી, નિઝર તેમજ નર્મદાના સાગબારામાં પણ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં ચોમાસુ આવી રહ્યું છે ધીમેપગલે .છેલ્લા 24 કલાકમાં 78 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કુકરમુંડામાં ખાબક્યો ચોમાસું બરોબરનું જામ્યું

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં રવિવાર તથા સોમવારે વ્યાપકપણે એટલે કે ૫૦ ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે જારી કરાયું છે. જેનો અર્થ તંત્રને સર્જાનારી સ્થિતિ માટે તૈયાર રહેવાનો મેસેજ હોય છે. રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે. અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બની છે,

તાપી ઉપરાંત સુરતના માંગરોલ, વાલીયા, નસવાડી, હાલોલ અને ઉમરગામમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 

જેના પગલે લોકોને રાહત મળી હતી. તેમજ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હવામાન વિભાગે આજે (23 જૂન) અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા તેમજ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, વડોદરા તેમજ દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, વલસાડ, દમણ માટે ઓરેન્જ એલર્ટ અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ માટે યલો એલર્ટની ચેતવણી અપાઈ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.