હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ધર્મ

પ્રયાગરાજમાં મૌની અમાસ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સર્જાયેલી નાસભાગમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયાની આશંકા

Posted 1 year ago with 11 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, નાસભાગ શરૂ થતાં જ લોકો દોડવા લાગ્યા હતા. મારી સાથે પાંચ લોકો હતા, ભીડ ખૂબ હતી. અચાનક ધક્કો આવ્યો અમે પડી ગયા

પ્રયાગરાજમાં મૌની અમાસ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સર્જાયેલી નાસભાગમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયાની આશંકા
1/1

મૌની અમાસ પર મહાકુંભમાં નાસભાગઃ જાણો પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું? 

Mahakumbh Stampede: પ્રયાગરાજમાં મૌની અમાસ પર મહાકુંભમાં ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં સર્જાયેલી નાસભાગમાં 10થી વધુ લોકોના મૃત્યુ થયાની આશંકા છે. તંત્ર દ્વારા હજુ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. આ દરમિયાન અનેક લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે. ગઈકાલથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવી રહ્યા હતા, આ અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.  

ધક્કો આવ્યો અને અમે પડી ગયા

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, નાસભાગ શરૂ થતાં જ લોકો દોડવા લાગ્યા હતા. મારી સાથે પાંચ લોકો હતા, ભીડ ખૂબ હતી. અચાનક ધક્કો આવ્યો અમે પડી ગયા. ગમે તેમ કરીને ઉભા થયા અને જોયું તો આજુબાજુમાં કોઈ નહોતું. મારા મિત્રો ક્યાંય જોવા મળતા નહોતા.

ઠંડીમાં પણ લોકો પરસેવાથી રેબઝેબ થઈ ગયા

અન્ય એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, અમારા ગામથી અમે બે લોકો આવ્યા હતા અને ચાલતા ચાલતા સંગમ તટ પર જઈ રહ્યા હતા. ધીમે ધીમે ધક્કો વધી રહ્યો હતો. ઠંડી વચ્ચે પણ પરસેવાથી અમે લોકો રેબઝેબ થઈ ગયા હતા. અચાનક સાથે ચાલતી મહિલા બેભાન થઈ ગઈ. અમે લોકો પણ ધક્કાના કારણે પડી ગયા હતા, જ્યારે ઉઠ્યા ત્યારે કોઈ સાથે નહોતું. કોઈ કંઈ જણાવતું નહોતું. તમામને હૉસ્પિટલ મોકલવામાં આવતા હતા.

તંત્રએ શું કહ્યું

સત્તાધીશોના જણાવ્યા મુજબ, મેળા વિસ્તારમાં કેટલીક મહિલાઓના શ્વાસ રૂંધાવાના કારણે ધક્કામુક્કી થઈ હતી. જે બાદ એક ઉપર એક મહિલાઓ અને પુરુષો પડ્યા. બેરીકેટ તૂટ્યા અને આશરે 25 લોકો ઘાયલ થયા. નાસભાગની સૂચના મળતાં જ 50થી વધારે એમ્બ્યુલેંસ સંગમ તટ પર પહોંચી હતી અને ઘાયલોને અલગ અલગ હૉસ્પિટલોમાં પહોંચાડવામાં આવ્યા હતા. તંત્રના કહેવા મુજબ, હાલ સ્થિતિ નિયંત્રણમાં છે અને અફવા પર ધ્યાન ન આપવા જણાવાયું છે.

ઘટના બાદ સરકારે ડ્રોન વીડિયો જાહેર કરીને સંગમમાં સ્થિતિ સામાન્ય હોવાનું અને લોકો સ્નાન કરી રહ્યા હોવાનું બતાવ્યું હતું. મેળા વિસ્તારમાં ચારે બાજુ ભીડ જ જોવા મળી રહી છે. પ્રશાસન સતત લોકોને જ્યાં હોય ત્યાં જ થોભી જવા વિનંતી કરી રહ્યું છે. અનેક સાધુ સંતો દ્વારા પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવામાં આવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન