હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, રંગોના તરંગો

મુખૌટે "કલાકાર મીટ"અમદાવાદ લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવ્યું

Posted 1 year ago with 153 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદ ના જાણીતા કલાકારો અને ફોટોગ્રાફરો એ હાજર રહી પોતાની આગવી સ્ટાઇલમાં સ્કેચિંગ કર્યું

મુખૌટે
1/4
મુખૌટે
2/4
મુખૌટે
3/4
મુખૌટે
4/4

મુખૌટે "કલાકાર મીટ"અમદાવાદ લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવ્યું

મુખૌટે "કલાકાર મીટ"અમદાવાદ લાઈવસ્કેચિંગ અને ફોટોગ્રાફીનો સુંદર પ્રોગ્રામનું આયોજન મુખૌટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન દ્વારા ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવ્યું. જેમાં અમદાવાદ ના જાણીતા કલાકારો અને ફોટોગ્રાફરો એ હાજર રહી પોતાની આગવી સ્ટાઇલમાં સ્કેચિંગ કરી પ્રકૃતિના સુંદર ચિત્રો તથા ગાંધી આશ્રમ તેમજ ત્યાંના મહાદેવ મંદિર અને ત્યાંના સુંદર આવાસ ના વોટર કલરમાં પોતાની સ્કેચ બુક માં ચિત્રો બનાવ્યા સાથે સાથે કુદરતી દ્રશ્યો ને ફોટોગ્રાફર કલાકારો એ પોતાના કેમેરા માં કેદ કર્યા. રિવરફ્રન્ટ તથા સાબરમતીનો નજારો સવારના સુર્ય પ્રકાશમાં મનમોહક હતો. દરેક રવિવારે ઓપન ટુ ઓલ એમ કોઇ પણ અમારા મુખૌટે સાથે સ્કેટિંગ અને ફોટોગ્રાફી માટે જોડાઈ શકે છે . દરેક રવિવારે સવારે ૭ થી ૧૦ અમે એક નવી જગ્યા એ ચિત્રો દોરવા ભેગા થઈ કામ કરીએ છીએ.દરેક રવિવારે નવા સ્પોટ પર જઈ નવા કલાકારો ને મળવાનું અને ચિત્ર સર્જન કરવાનો આનંદ લેવો. 

મુખૌટે

કેમેરામાં સુંદર દૃષ્યોને કેદ કરવા તથા આપ શ્રી ને જોડાવા માટે આમંત્રણ છે. નોધણી ફ્રી છે પણ રજીસ્ટર કરવું જરૂરી છે જેના માટે આ વ્હોટશોપ નંબર પર આપનું નામ નોધાવી શક્સો ૯૮૨૫૭૫૨૬૩૩. આયોજક નીલુ પટેલે  આજના સુંદર પ્રોગ્રામનો આનંદ વ્યક્ત કર્યો હતો.

મુખૌટે એક્રેલિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં ૧૫ કલાકારો એ મુખૌટે એક્રેલિક વર્કશોપ માં ભાગલીધો. જેમાં કેન્વાસ ઉપર ટાઇલ્સ પેઇન્ટિંગ વિષય પર ખુબજ સુંદર ચિત્રકામ થયું. જેમાં થી ૩ સુંદર ચિત્રોને શ્રેષ્ઠ ઘોસિત કરવામાં આવશે. મુખૌટે એક્રેલિક વર્કશોપ માં મોટા કલાકારોની સાથે બાળ કલાકારોએ પણ ભાગ લીધો જેમાંથી ૧ શ્રેષ્ઠ ચિત્રને પણ સન્માનિત કરવામાં આવશે. મુખૌટે એક્રેલિક વર્કશોપ ક્રેમલિનના સહયોગ દ્વારા યોજવામાં આવ્યો. ભાગ લેનાર દરેક કલાકારે કેમલિન તરફથી પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાશે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.