હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સામાજીક

બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશેખાનગીકરણ, હજારો કરોડની ખોટને કારણે બેસ્ટના બંધ થવાને આરે

Posted 1 year ago with 28 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: બેસ્ટ ઉપક્રમની ખોટ છેલ્લા અનેક વર્ષોમાં હવે ૧૨ હજાર ૯૯૩.૫૫ કરોડ સુધી પહોંચી ગઈ

બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશેખાનગીકરણ, હજારો કરોડની ખોટને કારણે બેસ્ટના બંધ થવાને આરે
1/1

બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશે ખાનગીકરણ, હજારો કરોડની ખોટને કારણે બેસ્ટના બંધ થવાને આરે

મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (બેસ્ટ) ઉપક્રમની બસો આગામી સમયમાં રસ્તા પરથી ગાયબ થઈ જશે અને જાહેર પરિવહન સેવા બંધ થવાને કારણે રેલવે સેવા પર વધુ તાણ તો આવશે. પરંતુ નાગરિકોને મળી રહેલી સસ્તી પરિવહન સેવા પણ બંધ થઈ જશે અને તે માટે રાજ્ય સરકારની સાથે જ મુંબઈ મહાનગરપાલિકા જવાબદાર હોવાનો આરોપ બેસ્ટ ઉપક્રમના કર્મચારીઓના યુનિયન બેસ્ટ કામગાર સેનાએ કર્યો છે.

બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશેખાનગીકરણ, હજારો કરોડની ખોટને કારણે બેસ્ટના બંધ થવાને આરે

બેસ્ટ ઉપક્રમની ખોટ છેલ્લા અનેક વર્ષોમાં હવે ૧૨ હજાર ૯૯૩.૫૫ કરોડ સુધી પહોંચી ગઈ છે. આ ખોટની ભરપાઈ કરવા માટે સરકારની સાથે જ સુધરાઈ નિષ્ફળ ગઈ છે. આગામી ડિસેમ્બર, ૨૦૨૪ સુધી બેસ્ટની પોતાની માલિકીની બસનું આયુષ્ય પૂરું થતા ૧,૦૪૭થી બસની સંખ્યા ૫૦૦ સુધી આવી જશે. 

ઓછું હોય તેમ બેસ્ટ ઉપક્રમને ૩૦૦ બસનો પુરવઠો કરનારી ‘હંસા’ કંપનીએ બસનો પુરવઠો કરવાનું બંધ કરી દીધું છે. તો ‘એમપી ગ્રૂપ’ કંપનીએ ૩૦૦ કંપનીનો બસ પુરવઠો પહેલા જ બંધ કરી દીધો છે. 

તેથી આગામી દિવસોમાં બસની સંખ્યામાં મોટો ઘટાડો થવાને કારણે રોજના બેસ્ટની બસમાં પ્રવાસ કરતા ૪૫ લાખ પ્રવાસીઓને હાલાકી થશે. ચારેતરફથી બેસ્ટ ઉપક્રમને અડચણમાં લાવીને તેને કાયમ માટે બંધ કરી નાખવાનો આ પ્રયાસ હોવાનો આરોપણ બેસ્ટ કામગાર સેના તરફથી કરવામાં આવ્યો છે. 

બેસ્ટ બચાવવા માટે બેસ્ટના બજેટનું પાલિકાના બજેટમાં વિલીનીકરણ કરીને મુંબઈગરાની બીજી લાઈફલાઈન બચાવી લેવાની માગણી પણ બેસ્ટ કામગાર સેનાએ કરી છે.

એસી મીની બસ બંધ થશે

બેસ્ટ પાસે લીઝ પર ૨૮૦ એર કંડિશન્ડ મીની બસનો કાફલો હતો. આ બસ પશ્ર્ચિમ ઉપનગરમાં મરોલ, દિંડોશી, ઓશિવરા ડેપોમાંથી પશ્ર્ચિમ ઉપનગરમાં દોડાવવામાં આવતી હતી. જોકે કૉન્ટ્રેક્ટરોએ આ બસો ૧૨ ઑક્ટોબરથી દોડાવવાનું બંધ કરી દીધું છે. કૉન્ટ્રેક્ટરે આર્થિક સમસ્યાને કારણે બસની સેવા આપી શકશે નહીં એવુ જણાવ્યું છે. તેથી કુલ બસમાંથી પશ્ર્ચિમ ઉપનગરની નવટકા બસ કાફલામાંથી ઓછી થઈ ગઈ છે, જેમાં એસી ડબલ ડેકર, સિંગલ ડેકર, તેમ જ નોન એસી સિંગલ ડેકર બસનો સમાવેશ થાય છે. ૨૮ સીટરની મીડી બસ પણ છે, જેમાંથી કેટલીક બસો લીઝ પર ચલાવવામાં આવે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.