સમાચાર સારાંશ: દુનિયાના 40 દેશોમાં તેને લોન્ચ કરવામાં આવે તે પહેલાં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા મુંબઈમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું.
‘મુંબઈ સમાચાર- 200 નોટઆઉટ’ મુંબઈ સમાચાર “ બે સદીની અણનમ સફર “ દસ્તાવેજી ફિલ્મનું અનાવરણ મુંબઈની સહારા સ્ટાર હોટલમાં કરવામાં આવ્યું
દુનિયાના 40 દેશોમાં કરવામાં આવશે લોન્ચ

કાર્યક્રમમાં અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
મુંબઈ સમાચારની બે સદીની અણનમ સફર પર આધારિત ‘મુંબઈ સમાચાર- 200 નોટઆઉટ’ દસ્તાવેજી ફિલ્મનું અનાવરણ દેશના માનનીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે રવિવાર આઠમી સપ્ટેમ્બર, 2024ના રોજ મુંબઈની સહારા સ્ટાર હોટલમાં કરવામાં આવ્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 14 જૂન, 2022ના રોજ દ્વિશતાબ્દિની ઉજવણી કાર્યક્રમમાં 200 વર્ષની મુંબઈ સમાચારની સફર પર આયોજિત દસ્તાવેજી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું, જૂના મુંબઈ સમાચારના અહેવાલો, જાણી અજાણી વાતો વગેરેનો સમાવેશ કરતી આ દસ્તાવેજી ફિલ્મ હવે તૈયાર થઈ ગઈ છે અને દુનિયાના 40 દેશોમાં તેને લોન્ચ કરવામાં આવે તે પહેલાં ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા મુંબઈમાં તેનું અનાવરણ કરવામાં આવ્યું.
झाँसी की रानी ने जिस उद्देश्य के लिए शहादत दी, उसी उद्देश्य को सिद्ध करने वाले एक गुजराती ने 2014 में शपथ ली। इन दोनों ख़बरों को छापने वाला एकमात्र अखबार 'मुंबई समाचार' है। pic.twitter.com/S62K084JsH
— Amit Shah (@AmitShah) September 8, 2024
આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતશાહે આ પ્રસંગે કહ્યું કે ગુજરાતી ભાષામાં ૨૦૦ વર્ષ સુધી સળંગ અખબાર ચલાવવું તે એક ઐતિહાસિક અને ગર્વની વાત છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતા
'Mumbai News - 200 Not Out'
Mumbai News Unveiling of the documentary "Unbeatable Journey of Two Centuries"
The launch took place at the Sahara Star Hotel in Mumbai.
Available in 40 countries worldwide.
Many dignitaries attended the programme.
The documentary 'Mumbai Samachar - 200 Not Out' based on the unstoppable journey of Mumbai Samachar for two centuries was unveiled by the Hon'ble Home Minister of the country, Shri Amit Shah on Sunday, 8th September 2024 at Sahara Star Hotel, Mumbai. The trailer of the documentary film organized on the journey of 200 years of Mumbai news was launched by Prime Minister Narendra Modi on June 14, 2022, at the bicentennial celebration event. The documentary film, which includes old Mumbai news reports, unknown facts, etc., is now ready and was unveiled in Mumbai by Home Minister Amit Shah before its launch in 40 countries of the world.
Speaking on the occasion, Home Minister Amit Shah said that it is a historic and proud moment to run a newspaper in the Gujarati language for 200 years. Maharashtra Chief Minister Eknath Shinde and Deputy Chief Minister Devendra Fadnavis were also present on the occasion.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



