હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

બાબા સિદ્દિકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે મોટો ઘટસ્ફોટ આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊઠાવ્યા

Posted 1 year ago with 35 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું

બાબા સિદ્દિકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે મોટો ઘટસ્ફોટ આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊઠાવ્યા
1/2
બાબા સિદ્દિકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે મોટો ઘટસ્ફોટ આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊઠાવ્યા
2/2

Baba Siddique Murder: મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજીત પવાર)ના કદાવર નેતા બાબા સિદ્દિકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે મોટો ઘટસ્ફોટ કર્યો છે. 

પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું છે. પોલીસનું કહેવું છે કે છેલ્લા 25-30 દિવસથી આ હુમલાની યોજના ઘડવામાં આવી રહી હતી. બાબા સિદ્દીકી જ્યાં રોજ અવર-જવર કરતા હતા તે વિસ્તારની આરોપીઓ સતત રેકી કરી રહ્યા હોવાની પણ જાણકારી મળી છે. મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બાબા સિદ્દિકીની હત્યા કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપીઓએ પૂછપરછ દરમિયાન બિશ્નોઈ ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે. 

બાબા સિદ્દિકીની હત્યા કેસમાં મુંબઈ પોલીસે મોટો ઘટસ્ફોટ આરોપીઓએ પોતાને કુખ્યાત બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનું જાહેર કર્યું વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊઠાવ્યા

ત્રણેય આરોપીઓ ઓટો રિક્ષા દ્વારા બાંદ્રા પૂર્વમાં આવેલા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે બાબા સિદ્દિકી પર ગોળીબાર કરતા પહેલા ત્રણેય ત્યાં થોડીવાર રાહ જોતા રહ્યા. પોલીસને આશંકા છે કે આરોપીઓને માહિતી આપનાર અન્ય કોઈ વ્યક્તિ તેમાં સંડોવાયેલો હોઈ શકે છે.ધરપકડ કરાયેલા બે આરોપીઓના નામ કરનૈલ સિંહ અને ધરમરાજ કશ્યપ છે. કરનૈલ હરિયાણાનો રહેવાસી છે. ધરમરાજ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. અન્ય એક આરોપી ફરાર છે. ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

 બાબા સિદ્દિકી સવારે 9.15 થી 9.20ની વચ્ચે ઓફિસથી નીકળ્યા હતા. ત્યારપછી તે ઓફિસ પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. આ દરમિયાન જ તેમના પર ગોળીબાર કરાયો હતો. અચાનક કારમાં આવેલા ત્રણ લોકોએ બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસનું કહેવું છે કે ફાયરિંગમાં 9.9 એમએમની પિસ્તોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છાતીમાં ગોળી વાગતાં બાબા સિદ્દિકી ઢળી પડ્યા હતા.મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP - અજીત પવાર)ના નેતા બાબા સિદ્દિકીની શનિવારે (12મી ઓક્ટોબર) ગોળી મારી હત્યા થઈ હતી. મુંબઈમાં એક મોટા નેતાની જાહેરમાં હત્યા થતા ભારે ચકચાર મચી ગઈ છે. 

આ ઘટનામાં મુંબઈ પોલીસે સોપારી આપી હત્યાની આશંકા વ્યક્ત કરી છે.ફેબ્રુઆરી 2024માં બાબા સિદ્દિકી કોંગ્રેસ છોડીને NCP (અજિત પવાર જૂથ)માં જોડાયા હતા. બાબા સિદ્દિકીને 15 દિવસ પહેલા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેમને 'Y' કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી હતી. બાબા સિદ્દિકીની હત્યા બાદ વિપક્ષે મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊઠાવ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.