હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

મુંબઈ-પુણેમાં વરસાદથી તારાજી IMDનું રેડ એલર્ટ, અડધુ શહેર ડૂબ્યું, લોકોને બચાવવા સેના બોલાવવી પડી પૂરના પાણીથી ખરાબ રીતે પ્રભાવિત સિંહગઢ રોડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે સેનાની બે ટુકડીઓ તૈનાત

Posted 1 year ago with 48 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: એનડીઆરએફ, ફાયર વિભાગ અને શહેરની અલગ અલગ ટીમોને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી

મુંબઈ-પુણેમાં વરસાદથી તારાજી IMDનું રેડ એલર્ટ, અડધુ શહેર ડૂબ્યું, લોકોને બચાવવા સેના બોલાવવી પડી પૂરના પાણીથી ખરાબ રીતે પ્રભાવિત સિંહગઢ રોડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે સેનાની બે ટુકડીઓ તૈનાત
1/3
મુંબઈ-પુણેમાં વરસાદથી તારાજી IMDનું રેડ એલર્ટ, અડધુ શહેર ડૂબ્યું, લોકોને બચાવવા સેના બોલાવવી પડી પૂરના પાણીથી ખરાબ રીતે પ્રભાવિત સિંહગઢ રોડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે સેનાની બે ટુકડીઓ તૈનાત
2/3
મુંબઈ-પુણેમાં વરસાદથી તારાજી IMDનું રેડ એલર્ટ, અડધુ શહેર ડૂબ્યું, લોકોને બચાવવા સેના બોલાવવી પડી પૂરના પાણીથી ખરાબ રીતે પ્રભાવિત સિંહગઢ રોડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે સેનાની બે ટુકડીઓ તૈનાત
3/3

મુંબઈ-પુણેમાં વરસાદથી તારાજી IMDનું રેડ એલર્ટ, અડધુ શહેર ડૂબ્યું, લોકોને બચાવવા સેના બોલાવવી પડી પૂરના પાણીથી ખરાબ રીતે પ્રભાવિત સિંહગઢ રોડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે સેનાની બે ટુકડીઓ તૈનાત મહારાષ્ટ્રમાં ગયા અઠવાડિયે સક્રિય થયેલા ચોમાસાને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈ અને પૂણે વરસાદમાં લગભગ અડધા ડૂબી ગયા છે.

હવામાન વિભાગે કહ્યું કે મુંબઈના લોકોને થોડા દિવસો સુધી ભારે વરસાદથી રાહત નહીં મળે. IMDએ પણ આ અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ ગુરુવારે શહેરની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરી છે.હવામાન વિભાગની ચેતવણી બાદ BMCએ પણ વાલીઓને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી છે. ગુરુવારે મુંબઈના ઘણા વિસ્તારોમાં 100 મીમીથી વધુ વરસાદ થયો હતો IMDએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 157 મીમી વરસાદ અંધેરીના માલપા ડોંગરી વિસ્તારમાં નોંધાયો હતો, ત્યારબાદ પવઈના પાસપોલીમાં 155 મીમી અને દિંડોશીમાં 154 મીમી વરસાદ નોંધાયો હતો. જેના કારણે શહેરના અનેક રેલવે ટ્રેક પર પણ પાણી ભરાયા છે.ભારે વરસાદને કારણે પુણેના ઘણા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગુરુવારે (25 જુલાઈ 2024), લગભગ 70 લોકો માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વરસાદમાં પુણેની ઘણી રહેણાંક કોલોનીઓ ડૂબી ગઈ છે.પુણેમાં ભારે વરસાદથી લોકોને બચાવવા માટે સેનાને રસ્તા પર આવવું પડ્યું હતું. પૂરના પાણીથી ખરાબ રીતે પ્રભાવિત સિંહગઢ રોડ વિસ્તારમાં લોકોને બચાવવા માટે સેનાની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. જરૂર પડશે તો સેના લોકોને એરલિફ્ટ પણ કરશે.આ ઉપરાંત એનડીઆરએફ, ફાયર વિભાગ અને શહેરની અલગ અલગ ટીમોને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.IMD એ મુંબઈ અને તેની આસપાસના થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ અને સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી છે. આ એલર્ટ શુક્રવારે (26 જુલાઈ 2024) સવારે 8:30 વાગ્યા સુધી જારી કરવામાં આવ્યું છે.IMD એ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના કોંકણ ક્ષેત્રમાં રત્નાગીરી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.સિંધુદુર્ગ જિલ્લા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પુણેમાં ભારે વરસાદને કારણે ચાર લોકોના મોત પણ થયા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.