હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

પીએમ મોદી સાથે મારા સંબંધો સારા જ છે નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું મને કોઈ સમસ્યા નથી. મારી કોઈ મહત્વાકાંક્ષા નથી.

Posted 1 year ago with 46 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: જો હું પીએમ પદ માટે ડિઝર્વ કરતો હોઈશ તો તે મને મળી જશે.'વડાપ્રધાન મોદીની વધતી વય અને આરએસએસમાં તેમની શાખ વિશે પણ ગડકરીને સવાલ કરાયો હતો.

પીએમ મોદી સાથે મારા સંબંધો સારા જ છે નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું મને કોઈ સમસ્યા નથી. મારી કોઈ મહત્વાકાંક્ષા નથી.
1/1

પીએમ મોદી સાથે મારા સંબંધો સારા જ છે નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વડાપ્રધાન પદની ઓફરની ચર્ચાઓ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, 'હું કંઈક બનવા માટે રાજકારણમાં આવ્યો નથી. આજે હું દિલથી બોલી રહ્યો છું કે મને કોઈ સમસ્યા નથી. 

મારી કોઈ મહત્વાકાંક્ષા નથી. જો હું પીએમ પદ માટે ડિઝર્વ કરતો હોઈશ તો તે મને મળી જશે.'વડાપ્રધાન મોદીની વધતી વય અને આરએસએસમાં તેમની શાખ વિશે પણ ગડકરીને સવાલ કરાયો હતો. 

કાર્યક્રમમાં ગડકરીને સવાલ કરાયો કે શું પીએમ મોદી પછી તમને પ્રમોશન મળશે? તેના જવાબમાં ગડકરીએ કહ્યું કે હું આરએસએસનો સ્વયંસેવક છું. પીએમ મોદીનો સવાલ તમે તેમને જ પૂછો પણ હું ચોખવટ કરવા માગું છું કે પીએમ મોદી સાથે મારા સંબંધો સારા જ છે. નીતિન ગડકરી પાસે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયની જવાબદારી છે. આ કાર્યક્રમમાં તેમને પૂછવામાં આવ્યું કે શું તમારા અનુભવ મુજબ વધુ મંત્રાલયો ન મળવા જોઈએ? આ અંગે તેમણે કહ્યું કે, 'હું ક્યારેય કોઈની પાસે કંઈ માંગવા ગયો નથી. હું 5 ટકા રાજકારણ અને 95 ટકા સમાજ સેવામાં માનું છું.'

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, 'મને વિપક્ષ તરફથી વડાપ્રધાન પદની ઓફર આવી હતી. પરંતુ મેં વૈચારિક કારણોસર આ ઓફર નકારી કાઢી હતી.' નોંધનીય છે કે, નાગપુરમાં એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, 'ચોથી જૂને લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. મને વિપક્ષે વડાપ્રધાન પદનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારી વિચારધારા અલગ હોવાને કારણે મેં પ્રસ્તાવ સ્વીકાર્યો નહોતો.'

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન