હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ દુનિયાના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે.

Posted 2 years ago with 128 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: લોકસભા 2024ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી છે. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે.

નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ દુનિયાના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે.
1/1

નરેન્દ્ર મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ 

લોકસભા 2024ની ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને 293 બેઠકો મળી છે. નરેન્દ્ર મોદી એનડીએના નેતા તરીકે ચૂંટાયા છે. તમામ ઘટક પક્ષોએ તેમના સમર્થન પત્રો સબમિટ કર્યા છે. ત્યારે હવે મોદી 8મી જૂને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે વિદેશી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂટાન, નેપાળ અને મોરેશિયસના ટોચના નેતાઓ સામેલ થવાની શક્યતા છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના મીડિયા વિભાગે કહ્યું કે 'વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિને શપથગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું છે અને વિક્રમસિંઘેએ તે આમંત્રણનો સ્વીકાર્ય કર્યો છે.' આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે ફોન પર વાત કરી હતી. રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે 'આ વાતચીત દરમિયાન મોદીએ શેખ હસીનાને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ પણ આપ્યું હતું.'

2014માં સાર્ક દેશોના નેતાઓ હાજર રહ્યા હતા

મોદીએ નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે પણ વાતચીત કરી હતી. આજે તેમને ઔપચારિક આમંત્રણ મોકલવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2014માં મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે BIMSTEC દેશોના નેતાઓએ 2019ના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં જીતેલા તમામ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર (ગુજરાત), રાજનાથ સિંહ લખનઉ (યુપી), નીતિન ગડકરીએ નાગપુર (મહારાષ્ટ્ર), પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર (મહારાષ્ટ્ર), ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુર (રાજસ્થાન), ભૂપેન્દ્ર યાદવ અલવર (રાજસ્થાન)થી જીત્યા છે. આવી સ્થિતિમાં તે ફરીથી નરેન્દ્ર મોદીની ટીમમાં જોવા મળી શકે છે. જોકે એનડીએમાં પોર્ટફોલિયોની વહેંચણી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નરેન્દ્ર મોદીએ પીએમ પદના શપથ લેતા પહેલા જ સરકારના કામકાજનો રોડમેપ બનાવી લીધો છે. તેમણે પરિણામો બાદ પોતાના ભાષણમાં પણ આ તરફ ધ્યાન દોર્યું હતું. પરિણામો પહેલા જ વડાપ્રધાને એક પછી એક બેઠકો યોજી હતી, જેમાં નવી સરકારના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, ગુરુવારે સાંજે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર રાષ્ટ્રપતિને મળશે અને નવા ચૂંટાયેલા સભ્યોની યાદી તેમને સોંપશે. જે બાદ સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.