હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ટેકનોલોજી

નાસા (NASA)એ સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો વિજ્ઞાનીઓના મતે સુપર અર્થની શોધ બાદ ઘણા તથ્યો જાણી શકાશે નવા ગ્રહનો આકાર ધરતીથી બે ઘણો મોટો

Posted 2 years ago with 95 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: પૃથ્વીના વાતાવારણમાં નાઈટ્રોજન, ઑક્સીજન અને ઓર્ગન (Nitrogen, Oxygen And Organ) જેવા ગેસ છે, તો સુપર અર્થના વાતાવરણમાં કાર્બન ડાઈ ઑક્સાઈડ અને કાર્બન મોનોઑક્સાઈડ (Carbon Dioxide And Carbon Monoxide) છે

નાસા (NASA)એ સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો વિજ્ઞાનીઓના મતે સુપર અર્થની શોધ બાદ ઘણા તથ્યો જાણી શકાશે  નવા ગ્રહનો આકાર ધરતીથી બે ઘણો મોટો
1/1

નાસા (NASA)એ સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો વિજ્ઞાનીઓના મતે સુપર અર્થની શોધ બાદ ઘણા તથ્યો જાણી શકાશે


અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (NASA)એ સૌરમંડળમાં પૃથ્વી જેવો એક નવો ગ્રહ શોધી કાઢ્યો છે. આ નવા ગ્રહનો આકાર ધરતીથી બે ઘણો મોટો છે. નાસાએ નવા ગ્રહની તસવીર પણ શેર કરી છે. વિજ્ઞાનીઓએ નવા ગ્રહનું નામ ‘55 ક્રૈનક્રી ઈ (55 Cancri e)’ આપ્યું છે. નવો ગ્રહ ધરતી જેવો દેખાતો હોવાથી તેને સુપર અર્થ (Super Earth) પણ કહેવાય છે.

?ref_src=twsrc%5Etfw">May 8, 2024

પૃથ્વીના વાતાવારણમાં નાઈટ્રોજન, ઑક્સીજન અને ઓર્ગન (Nitrogen, Oxygen And Organ) જેવા ગેસ છે, તો સુપર અર્થના વાતાવરણમાં કાર્બન ડાઈ ઑક્સાઈડ અને કાર્બન મોનોઑક્સાઈડ (Carbon Dioxide And Carbon Monoxide) છે. જનરલ નેચરમાં પ્રકાશિત થયેલા એક લેખ મુજબ, નવા ગ્રહમાં વાતાવરણ હોવું એક મોટી વાત છે. નવો ગ્રહ પૃથ્વીથી મોટો અને નેપચ્યૂન (Naptune)થી નાનો હોવાથી, તેનું નામ સુપર અર્થ રખાયું છે. સુપર અર્થનું બોઈલિંગ ટેમ્પ્રેસર 2300 ડિગ્રી સેલ્સિયસ છે.

વિજ્ઞાનીઓએ કહ્યું કે, સુપર અર્થ ગ્રહને શોધાયા બાદ સૌરમંડળમાં ગાઢ વાતાવરણ અને ખડકાળ સપાટી ધરાવતા ગ્રહો પણ હોવાની સંભાવના છે. નવો ગ્રહ ધરતી 41 લાઈટ ઈયર દૂર છે અને તે આઠ ઘણો ભારે છે. ઉલ્લેખનીય છે કે, એક લાઈટ ઈયરમાં 9.7 ટ્રિલિયન કિલોમીટર હોય છે.

વિજ્ઞાનીઓના મતે સુપર અર્થની શોધ બાદ ઘણા તથ્યો જાણી શકાશે. જેમ કે પૃથ્વી અને મંગલ ગ્રહની ઉત્પત્તી કેવી રીતે થઈ? તેનો જવાબ સુપર અર્થ પરથી મળી શકે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.