હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

OTT ફિલ્મ રિવ્યુ: જેનિફર લોપેઝ મુખ્ય ભૂમિકા સાથેની નેટફ્લિક્સ 'એટલાસ', જે ભવિષ્યના સંભવિત જોખમોની વાત કરે છે

Posted 2 years ago with 188 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: જેનિફર લોપેઝ અભિનીત 'એટલાસ' ફિલ્મ એ એક વિજ્ઞાન-કથા થ્રિલર છે અને ભવિષ્યની, કૃત્રિમ બુદ્ધિ (AI)ની વાત કરે છે.

OTT ફિલ્મ રિવ્યુ: જેનિફર લોપેઝ મુખ્ય ભૂમિકા સાથેની નેટફ્લિક્સ 'એટલાસ', જે ભવિષ્યના સંભવિત જોખમોની વાત કરે છે
1/1

નેટફ્લિક્સ પર હાલમાં જ રજૂ થયેલી 'એટલાસ' ફિલ્મ એ એક વિજ્ઞાન-કથા થ્રિલર છે, ફિલ્મની કથા એક એવા ભવિષ્યની છે, જ્યાં કૃત્રિમ બુદ્ધિ (AI)ની પ્રગતિની તેની પીક ઉપર એટલે કે ચરમસીમા પર છે અને તે માનવજાત માટે ખતરો ઊભો કરી શકે તેટલી શક્તિશાળી બની ચૂકી છે અને આ વાર્તામાં જેનિફર લોપેઝ 'એટલાસ શેફર્ડ'ની મુખ્ય ભૂમિકામાં છે, જે એક ડેટા વિશ્લેષક છે અને AIની કટ્ટર વિરોધી અને તેના પર અવિશ્વાસ ધરાવે છે.

ફિલ્મની કથામાં પૃથ્વીથી પલાયન કરી ગયેલ એક બળવાખોર રોબોટ, હાર્લન જેનું પત્ર સિમુ લિઉ દ્વારા નિભાવવામાં આવ્યું છે તે માનવજાતને નાશ કરવાની ધમકી આપે છે. જેને પકડવાનું બીડું એટલાસ (જેનિફર લોપેઝ) ઉપડે છે અને તે દરમ્યાન તેની મુલાકાત ગ્રેગરી જેમ્સ કોહનના પાત્ર સાથે જાય છે જે રોબોટિક સુટમાં  રહેલ કૃત્રિમ બુદ્ધિ (AI) છે. આ ફિલ્મમાં જેનિફર લોપેઝ તેમજ અન્ય કલકારોનો અભિનય ખુબ સુંદર છે અને જેનિફર લોપેઝે પોતાના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. 

આ ફિલ્મની કથા અને પાત્રોની વાર્તાતો રસપ્રદ છે જ પણ આ ફિલ્મમાં કૃત્રિમ બુદ્ધિ (AI)ની પ્રગતિની સંભાવનાઓ અને તેના માનવજાત ઉપરના જોખમોની જે વાત થાય છે તે આપણને ટેકનોલોજીના વિકાસ અને તેના પરિણામો વિશે વિચારવા મજબૂર કરે છે.

કેટલાક આલોચકો ના મત અનુસાર, 'એટલાસ' ફિલ્મ  વિજ્ઞાન-કથા શૈલીની ફિલ્મોમાં ખાસ સ્થાન બનાવી શકી નથી અને રોટન ટોમેટોઝ પર ફિલ્મનો સ્કોર માત્ર 14% છે, જે નેટફ્લિક્સની મોટી બજેટની ઓરિજિનલ ફિલ્મ માટે ખૂબ જ નીચો કહી શકાય છે. જો કે, આ સ્કોર સમયની સાથે બદલાતો રહેતો હોય છે. મારા માટે ફિલ્મ મનોરંજક છે,  કૃત્રિમ બુદ્ધિ (AI)ના ભવિષ્યની વાત ખુબ જ સુંદર રીતે રજૂ કરે છે અને દર્શકોને ગમશે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન