નવું ભારત ઝેનોફોબિક નહી, ઝેનોફિલિક છે, બાઇડેન સાહેબ!
એક સમંદર કો ઇતની સી બાત ખલ ગઈ, કાગઝ કી નાંવ મુજ પે કૈસે ચલ ગઈ!
અનેકતામાં એકતા એટલે ઝેનોફિલિક ભારત!
ક્યાંક કોંગ્રેસનાં મત જેહાદ ને ટેકો આપવા તો નથી કહ્યું ને!
ભારત જેવો ખુલ્લો, બહુમતીવાદી અને વૈવિધ્યસભર સમાજ દુનિયામાં ક્યાંય નથી. ભારત વાસ્તવમાં ઝેનોફોબિક નહી પરંતુ ઝેનોફિલિક દેશ છે, જે વિવિધ સંસ્કૃતિઓ અને વિશ્વનાં દેશોના લોકો પ્રત્યે નિખાલસતા, પ્રેમ તેમજ સદભાવના સાથે સામૂહિક પ્રગતિમાં માનનાર દેશ છે. વિશ્વબંધુત્વ એ અનાદી કાળ થી ભારતનો મુળ મંત્ર છે, જેને નવા ભારતે છેલ્લા વર્ષોમાં અગ્રેસર પણ કર્યો અને પ્રસરાવ્યો પણ.
જોકે ભારતે આ આતિથ્ય ભાવના નાં પગલે ભોગવ્યું પણ ઘણું છે, અને માટે જ નવું ભારત હવે ચેતીને ચાલે છે, સકારાત્મકતા ને હાથી પર બેસાડીને અને નકારત્મકતા ને ગધેડા પર બેસાડી, એક લાત મારીને સરહદ પાર મૂકી પણ આવે છે અને જરૂર પડ્યે એ જ સરહદ પાર જઈને ભારત તરફ ગંદી નજર નાંખતા રાક્ષસોનો ખાત્મો પણ કરી આવે છે. આ મોદી સરકાર છે, કોંગ્રેસ કે યુપીએ સરકાર નહી, માટે જ મોદી સરકાર અમેરીકા કે અન્ય દેશો શું વિચારશે એ નહી, પરંતુ એક સામાન્ય ભારતીય નાગરીક શું વિચારે છે એ જ લક્ષમાં લ્યે છે.
તો મિત્રો, આ આખી વાત જાણે એમ છે કે 2જી એપ્રિલે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ભારત, રશિયા, ચીન અને જાપાન ને ઝેનોફોબિક (અન્ય ધર્મ-સંસ્કૃતિના લોકોથી ડર લાગવો) ગણાવ્યું અને તેના પગલે આ દેશોમાં આર્થિક સદ્ધરતા નથી એવુ એક જુઠ્ઠાણાં પ્રેરક નિવેદન આપ્યુ. આ મુદ્દે જાપાન અને ભારતે આકરી પ્રતિક્રિયા પણ આપી છે. આપણા વિદેશમંત્રી એસ જયશંકરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની ટિપ્પણીઓને નકારી કાઢતા રોકડું પરખાવ્યું કે ભારત બિલકુલ ઝેનોફોબિક નથી. તેમણે કહ્યું કે અમારો દેશ દરેક સમાજના લોકોનું સ્વાગત પણ કરે છે અને સન્માન પણ. તેમણે એ આરોપ નું પણ ખંડન કર્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ડગમગે છે. ગત 2 એપ્રિલે બાઈડેને કહ્યું હતું કે ભારત, ચીન, જાપાન અને રશિયાની ઝેનોફોબિક પ્રકૃતિ તેની આર્થિક મુશ્કેલીઓ માટે જવાબદાર છે. વાસ્તવિકતા એ છે કે આ નવુ ભારત એક એવું રાષ્ટ્ર છે કે જે વિવિધતા અને (હકારાત્મકતા ધરાવતા અને ભારતના વિકાસમાં ફાળો અપાતા) વિદેશીઓ માટે વિશાળ સંભાવનાઓ સાથે અવકાશ સભર આવકાર આપતો દેશ છે. આ નવા ભારત પાસે પાસે સીએએ છે, જે પાડોશી દેશોમાં પીડિત અવસ્થામાં માં ફસાયેલા લોકો માટે આશ્રય સ્થાન છે.
લગે હાથો ચીન ની પણ વાત કરી લઈએ તો ચીન ભલે આપણી સાથે સરહદ મુદ્દે ઘર્ષણ માં હોય, પરંતુ એ પણ ઝેનોફોબિક તો નથી જ, ચીન પણ બઇડેન ને તેની આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિ ની બળતરા ના કારણે જ કઠી રહ્યું છે! ઉલટું કટ્ટરતા તથા ચીન વિરોધી મનાસિક્તા ધરાવતા ઉઈગીર ને બાદ કરતા વિશ્વનાં કોઇપણ ધર્મના લોકોને તેના દેશની પ્રગતિમાં સહકાર આપવા ઉદાર હાથે આવકારે છે.
બઇડેન ને એ પણ જણાવવુ જરૂરી છે કે ભારતની વાર્ષિક જીડીપી વૃદ્ધિ 7.6% છે અને વર્ષ 2023 માં યુએસનું અર્થતંત્ર માત્ર 2.5% વધ્યું છે. માટે બાઇડેને સૌપ્રથમ પોતાની ઇકોનોમી ની ગોકળ ગાય ગતિ તરફ વધુ લક્ષ્ય આપવાની આવશ્યકતા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડેને ભારતનાં ઇકોનોમિ વિશ્વના પાંચમા નંબર ની આર્થીક મહાસત્તા બનવાનું તથ્ય ભૂલીને આ બફાટ કર્યો છે એ પણ નોંધજો. ચૂંટણી સભા સંબોધતા સંબોધતા બાઇડેન ની જીભ લપસી અને પછી વિશ્વભરમાં થું થું થયું એટલે વ્હાઈટ હાઉસમાં બ્લેક માનસીકતા ધરાવતા આ અમેરિકન રાષ્ટ્રપતિનાં સ્ટાફે તેનુ થૂંકેલું ચાટવા પણ નીકળવું પડ્યું અને કહેવા લાગ્યા કે "અરે અરે મિત્રો અમારો આ મતલબ નહોતો એન્ડ ઓલ!!" ત્યારે એક પાસુ એ પણ ધ્યાને આવે છે કે ભારત અને ભારતીયોનાં અમેરિકામાં વધતા વર્ચસ્વ ને નાથવા પણ કદાચ આવું કહેવાયું હોય! ચાલો હશે, ખબર નહિ જે હોય તે, પરંતુ ખરેખર તો આપણા નાગરિકતા સુધારા કાયદા (સીએએ) ના નિયમોની સત્તાવાર જાહેરાત જ વિશ્વ બંધુત્વનું શ્રેષ્ઠત્તમ પ્રમાણ છે, જેના માટે આપણે અમેરિકન સર્ટિફિકેટ ની જરુર પણ નથી. નવો કાયદો ભારતની આસપાસનાં દેશોમાં વસતા ઉપેક્ષિત લઘુમતીઓને ભારતમાં સમાવવા માટે સ્વાગતમ્ નું બેનર લઈને ઉભો છે, પરંતુ જેની પ્રજ્ઞાનાં ચક્ષુઓ ભંગાર વાડે પડ્યા છે તેવા મિસ્ટર બાઇડેન આ જોઈ નથી શકતા, એ વિશ્વ સમક્ષ સ્પષ્ટ થઈ ગયું છે.
આસુરી તત્વો અને ભારતના નાગરિકો હોવા છતા આ દેશને પોતાનો ન માનતા ચોક્કસ લોકોને રાષ્ટ્રપ્રેમી નાગરિકો ધુત્કારે એટલે ભારત ઝેનોફોબિક નથી બની જતું. ઝેનોફોબિક તો ખરેખર અમેરિકાની બઇડેન સરકાર છે, જ્યાં શ્વેત અસ્વેત નો ભેદભાવ વિશ્વના અન્ય કોઈપણ દેશો કરતા ચરમ સીમાએ છે તેમજ એ હિંસક સ્વરૂપે એટલે કે ગન કલ્ચર દ્વારા વારંવાર પ્રગટ પણ થતો રહે છે. ભૂતકાળ પણ સાક્ષી છે કે અમેરિકાની વિદેશ નીતિ ક્યારેક આંતકવાદનાં અડ્ડા પાકિસ્તાન ને નાણાં ભંડોળ પૂરો પાડે છે તો કયારેક તાલિબાનીઓ સાથે કૂણું વલણ તથા આડકતરી સહાયો કરી તેની વિધ્વંસક શકિતઓ માં વધારો કરનાર પરીબળ બન્યા છે. બાઇડને એ ન ભૂલવું જોઈએ કે અમેરિકનોને વજ્રઘાત પહોચાડનાર ટ્વીન ટાવર્સ હુમલાનાં જવાબદાર તાલીબાનો અને તેના માસ્ટર માઈન્ડ એવા ઓસામા બીનલાદેન ને આશ્રય આપનાર દેશો પણ અફઘાનિસ્તાન અને પાકીસ્તાન જ હતા. ત્યાં તેને આ બન્ને દેશો ઝેનોફોબિક નથી લાગતા જે ધર્મના આધારે આંતરીક દમન એવા શરિયતનું અમાનુષી પાલન કરાવે છે અને ધાર્મિક કટ્ટરતાનાં આધારે અમેરિકા સહિતનાં દેશોમાં વૈશ્વિક આંતકવાદ ના ફેલાવાની અવિરત પ્રવૃત્તિઓ પણ કરતા રહે છે!! મિત્રો આપણો વાંધો અમેરિકા કે અન્ય કોઈપણ દેશના મંતવ્યો સામે પણ નથી, પરંતુ બેવડા ધોરણો સામે તો ચોક્કસ છે!
ખરેખર વાત એમ છે કે બઇડેન ને ખટકે છે કે ક્યાંક દરેક ક્ષેત્રે આત્મનિર્ભરતા ના લક્ષ્યને પામવામાં અકલ્પનીય સફળતા મેળવી રહેલ આ નવું ભારત 2047 પહેલા જ અમેરીકાથી પણ મોટી મહાસત્તા ન બની જાય. અને આ 'બઇડેનીયું નિવેદન' ક્યાંક કોંગ્રેસનાં 'માનીતા મતદારો' ને આ ચૂંટણીમાં 'મત જેહાદ' માટે પ્રેરવાનો કારસો તો નથી ને!! જે હોય તે ચેતીને ચુંટજો, બાકી બાઇડેન, કોંગ્રેસ કે મત જેહાદીઓ તમારે ત્યાં રોટલા નાંખવા નહી આવે! રોટલો અને ઓટલો તો મોદી જ આપશે!
આમ જૂઓ તો બઇડેને રશિયા સાથે ભારતે અમેરિકાને યુક્રેન મુદ્દે ઉવેખીને પણ ઇંધણ ક્ષેત્રે વેપાર ચાલુ રાખવાનો નિણર્ય કર્યો છે એ પણ ખટક્યું છે અને રક્ષા ક્ષેત્રે નિકાસ કરતું થયેલ ભારત પણ ખૂંચે છે, જે ગ્રાહક ગુમાવવાનો ડર અને વૈશ્વીક વેપન ટ્રેડ માં એક સક્ષમ ફરિફ ઉભા થઈ રહ્યા હોવાની ઘેરી ચિંતા પણ છે. જોકે રશિયા યુક્રેન યુધ્ધ મુદ્દે મોદીજી ને મધ્યસ્થી કરવાનું કહેવું એ બાઇડેન માટે જે તે સમયની જરૂરિયાત હતી, પરંતુ હવે એ કવર કરવા આવા જુઠ્ઠા નિવેદનો કરી બાઇડેન ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનાં નિરર્થક અને નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે. જોકે બાઇડેન ને તેના બોલાયેલ એ શબ્દોનો પસ્તાવો થઈ રહ્યો છે એ પણ એક હકીકત છે, પરંતુ હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ છે. બઇડેનની માનસીકતાનું વર્ણન કદાચ આ લાઈન વધુ સારી રીતે કરી શકશે કે "એક સમંદર કો ઇતની સી બાત ખલ ગઈ, કાગઝ કી નાંવ મુજ પે કૈસે ચલ ગઈ!
જુઓ પરમ સ્નેહી શ્રી બાઇડેન સાહેબ, દિવાળીમાં વ્હાઇટ હાઉસમાં દિવાળી મનાવવા, તેના ગુંબજ હેઠળ મોદીજીના સ્વાગતમાં ગરબા ગાવા, બીએપીએસ હિંદુ મંદિરો સ્થાપવા સહકાર આપવા તેમજ મૂળભૂત ભારતિય નાગરિકોને સલામત અને સમૃદ્ધ રાખવા બદલ આપનો ખુબ ખુબ આભાર, પરંતુ હવે બોલેલું ફોક કરવા એક વિનમ્ર સુચન છે કે એક મસ્ત ટ્વીટ કરી મોદીજીની તરફેણમાં મતદાન કરવાની અપીલ (કાલે આચારસંહિતા પૂરી થયા પહેલા) કરી દ્યો..!! એટલે મોટું મન રાખી અમે હશે હવે એવુ ન બોલતા કહી માફ કરી દેશું!!
હિરેન કોટક
લેખક, વક્તા, વિશેષજ્ઞ અને રાજનીતિજ્ઞ
મો. (91) 9537400000
hirenkotak@hirenkotak.com