હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સિનેમા, OTT અને TV

નિખિલ અડવાણીએ તેમના નવા OTT પ્રોજેક્ટ 'ફ્રીડમ એટ મિડનાઇટ'નો પ્રથમ લુક સોશિયલ મીડીયા પર જાહેર કરીને દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો

Posted 2 years ago with 57 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: નિખિલ અડવાણીએ તેમના નવા OTT પ્રોજેક્ટ 'ફ્રીડમ એટ મિડનાઇટ'નો પ્રથમ લુક તેઓના સોશિયલ મીડીયા પર જાહેર કર્યો છે, ભારતની સ્વતંત્રતા સંગ્રામની વાત કરતી આ સિરીઝમાં ચિરાગ વોહરા, સિધાંત ગુપ્તા અને રાજેન્દ્ર ચાવલા જેવા કલાકારો મહાન નેતાઓ એમ.કે. ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાઓમાં જોવા મળશે.

નિખિલ અડવાણીએ તેમના નવા OTT પ્રોજેક્ટ 'ફ્રીડમ એટ મિડનાઇટ'નો પ્રથમ લુક સોશિયલ મીડીયા પર જાહેર કરીને દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો
1/1

નિખિલ અડવાણી, જેઓ કલ હો ના હો' (2003) થી શરૂ કરીને 'ડી-ડે' (2013), 'હીરો' (2014), 'કટ્ટી બટ્ટી' (2015), 'એરલિફ્ટ' (2016), અને 'બાટલા હાઉસ' (2019) જેવી ફિલ્મો અને સોની લિવ સાથે સાથે 'રોકેટ બોયઝ' જેવી વેબ-સિરીઝ માટે તેમની સર્જનાત્મકતા અને નવીનતા માટે જાણીતા છે. તેમણે હવે તેમના નવા OTT પ્રોજેક્ટ 'ફ્રીડમ એટ મિડનાઇટ'નો પ્રથમ લુક જાહેર કરીને દર્શકોમાં ઉત્સાહ જગાવ્યો છે.

1940 ના દાયકાની, ભારતની સ્વતંત્રતા સંગ્રામની વાત કરતી આ સિરીઝમાં ચિરાગ વોહરા, સિધાંત ગુપ્તા અને રાજેન્દ્ર ચાવલા જેવા કલાકારો મહાન નેતાઓ એમ.કે. ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકાઓમાં જોવા મળશે. અડવાણીએ સોશિયલ મીડિયા પર આ ત્રણ કલાકારોના પ્રથમ લુકને શેર કરીને લખ્યું છે કે, 'જવાહર અને સરદાર સરકારની ગાડીને જોડાયેલા બે બળદ જેવા હશે. એકને બીજાની જરૂર હશે અને બંને એકસાથે ખેંચશે.' તેમણે આ પ્રોજેક્ટને ભારતની સ્વતંત્રતાની કથા કહેવાનું ગૌરવ અને ગર્વ ગણાવ્યું.

?ref_src=twsrc%5Etfw">May 2, 2024

આ સિરીઝ લેખક લેરી કોલિન્સ અને ડોમિનિક લાપિયરેએ 1975માં પ્રકાશિત કરેલા પુસ્તક 'ફ્રીડમ ઓફ મિડનાઈટ' પર આધારીત છે. 

નિખિલ આડવાણીએ આ પ્રોજેક્ટને તેઓનો  ડ્રીમ પ્રોજેકટ કહ્યો છે અને કહ્યું કે, 'આ પ્રોજેકટની શરૂઆત એક સરળ વાતચીતથી શરૂ થઈ હતી અને સમય સાથે અમારી નિષ્ઠા અને દૃઢ સંકલ્પના પરિણામી છે. આ શ્રેણી ભારતના સ્વતંત્રતા આંદોલનના પ્રણેતાઓ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત  શ્રદ્ધાંજલિ છે, જેમણે સ્વતંત્રતા માટે સાહસપૂર્વક નેતૃત્વ આપ્યું હતું.'.

આ સિરીઝ એમ્મેય એન્ટરટેઇનમેન્ટ દ્વારા મોનિશા અડવાણી અને મધુ ભોજવાણીની સહ નિર્માણમાં આકાર લઈ રહી છે, અને સ્ટુડિયોનેક્સ્ટ અને સોની લિવ સાથે સહયોગમાં આગળ વધી રહી છે. અડવાણીનું સોની લિવ સાથે છેલ્લો પ્રોજેકટ 'રોકેટ બોયઝ' હતો, જેમાં ભારતના પરમાણુ ભૌતિકશાસ્ત્રીઓ હોમી ભાભા અને વિક્રમ સારાભાઈની વાત ખૂબ જ સારી રીતે દર્શાવામાં આવી હતી.

આ પ્રોજેક્ટનો પ્રથમ લુક દર્શકોને ભારતની સ્વતંત્રતા સંગ્રામની અનોખી યાત્રા પર લઈ જવાનું વચન આપે છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.