હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખની સ્કીલ મૉડલ લૉન

Posted 1 year ago with 35 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: રોજગાર માટે સરકાર 3 મોટી યોજનાઓ પર કામ કરશે.

નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખની સ્કીલ મૉડલ લૉન
1/1

નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી

યુવાનોને દર મહિને 5 હજાર રૂપિયા ભથ્થું પણ આપવામાં આવશે.

બજેટમાં મહત્વના મુદ્દા 

 ફ્રી રાશનની વ્યવસ્થા 5 વર્ષ સુધી ચાલુ રહેશે.

- આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.

- રોજગાર માટે સરકાર 3 મોટી યોજનાઓ પર કામ કરશે.

- બિહારમાં 3 એક્સપ્રેસ વેની જાહેરાત.

- બોધગયા-વૈશાલી એક્સપ્રેસ વે બનાવવામાં આવશે.

- પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વેનું નિર્માણ.

- બક્સરમાં ગંગા નદી પર ટૂ-લેન પુલ.

- બિહારમાં એક્સપ્રેસ વે માટે 26 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ.

- વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખની સ્કીલ મૉડલ લૉન.

- પ્રથમ વખતના કર્મચારીઓ માટે વધારાનો PF

- નોકરીઓમાં મહિલાઓને પ્રાથમિકતા

- સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લૉન માટે નાણાકીય સહાય પૂરી પાડશે.

- સરકાર SC-ST અને OBC સમાજના કલ્યાણ માટે વધુ નવી યોજનાઓ લાવશે.

- 10 હજાર બાયૉ ફ્યૂઅલ પ્લાન્ટ લગાવવામાં આવશે.

- રોજગાર અને કૌશલ્ય માટેની 3 યોજનાઓ.

- તમને પહેલી નોકરીમાં એક મહિનાનું ભથ્થું મળશે,

- 1 લાખ રૂપિયાના પગાર પર સરકાર 3000 રૂપિયા પીએફમાં આપશે.

નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો, જેમણે 6 વખત બજેટ રજૂ કર્યું હતું. 

સીતારમણને 2019 માં ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણામંત્રી બનાવવામાં આવી હતી. ત્યારથી, સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત સતત છ બજેટ રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ તેમનું સતત સાતમું બજેટ છે. નાણામંત્રીએ ચોમાસુ સત્રના પહેલા દિવસે સોમવારે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આર્થિક સર્વેમાં સરકારે કહ્યું છે કે દેશની જીડીપી નાણાકીય વર્ષ 2024-25માં 6.5-7 ટકાની વચ્ચે રહેવાની ધારણા છે.

બજેટમાં યુવાનો માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. સરકારે ઇન્ટર્નશિપ, શિક્ષણ લોન અને પ્રથમ વખત નોકરી કરવા જતાં યુવાનો માટે જાહેરાતો કરી છે. 

 નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટમાં કરેલી મોટી જાહેરાત પ્રમાણે, \'સરકાર 1 કરોડ યુવાનોને હવે પછીના 5 વર્ષમાં ટોપ 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરવાની તક આપશે. આ ઇન્ટર્નશિપ 12 મહિનામાં કરવાની રહેશે. જેમાં યુવાનોને બિઝનેસ અને નોકરી ક્ષેત્રની સાચો વાસ્તવિક અનુભવ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે. આટલું જ નહીં આ જાહેરાત પ્રમાણે યુવાનોને દર મહિને 5 હજાર રૂપિયા ભથ્થું પણ આપવામાં આવશે. આ સિવાય તેમને છ હજાર રૂપિયા એકમ મદદ તરીકે આપવામાં આવશે. કંપનીઓએ તેમની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે તાલીમ ખર્ચ અને 10 ટકા ઇન્ટર્નશિપ ખર્ચ સહન કરવો પડશે.\"

પ્રથમ વખત નોકરી મેળવનારાઓને ભેટ

સરકારે આ વખતે તેની નવ પ્રાથમિકતા નક્કી કરી છે જેમાંથી એક રોજગાર અને કૌશલ્ય વિકાસ છે. તે હેઠળ પહેલીવાર નોકરી કરનારાઓને મોટી મદદ કરાશે. . પ્રથમ વખત ઔપચારિક ક્ષેત્રમાં નોકરી શરૂ કરનારાઓને એક મહિનાનો પગાર આપવામાં આવશે. આ પગાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ત્રણ હપ્તામાં આપવામાં આવશે. તેની મહત્તમ રકમ 15 હજાર રૂપિયા હશે. EPFOમાં નોંધાયેલા લોકોને આ મદદ મળશે. તેની એલિજિબિલિટી મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. તેનાથી 2.10 કરોડ યુવાનોને ફાયદો થશે.કેન્દ્રીય બજેટ 2024-25 માં દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓની મદદ માટે મોડેલ સ્કીલ લોન યોજનામાં સુધારાનો પ્રસ્તાવ મૂકાયો છે. ઘરેલુ સંસ્થાનોમાં હાયર એજ્યુકેશન માટે 10 લાખ રૂપિયા સુધીની લોન માટે ઈ વાઉચર દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને સીધી લોન રકમના 3%ની વાર્ષિક વ્યાજ છૂટ માટે અપાશે.

Mudra Loan ને લઈને જાહેરાત 

મુદ્રા લોનની સીમા રૂ.10 લાખથી વધારીને રૂ. 20 લાખ કરાઇ છે. આ સિવાય દર વર્ષે 25 હજાર વિદ્યાર્થીઓને કૌશલ ઋણ યોજના હેઠળ રૂ. 7.5 લાખની લોન અપાશે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે 10 લાખ રૂપિયાની લોન અપાશે એમ પણ ત્રણ વર્ષ સુધી વ્યાજમાં છૂટ મળશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકાર 3.0 ની પ્રથમ બજેટ રજૂ કર્યું છે. તેમણે બજેટ ભાષણ વાંચતા જણાવ્યું હતું કે અમે ખેડૂતો પર ખાસ ફોકસ કરી રહ્યા છે. અમારો પ્રયત્ન છે કે ખેડૂતોની આવક વધે. આ ઉપરાંત દેશ પણ તમામ પાકોના મામલે આત્મનિર્ભર બને. તેમણે કહ્યું કે અમે પ્રાકૃતિક ખેતીને પણ પ્રોત્સાહન આપીશું.

નાણામંત્રીએ કહ્યું કે પ્રાકૃતિક ખેતી પર સરકાર ભાર મૂકશે. તેમણે કહ્યું કે એક વર્ષમાં બે કરોડ ખેડૂતોને મદદ કરવામાં આવશે. મત્સ પાલન, કઠોળ અને તેલીબિયાં માટે મિશન ચલાવીશું. પાકોના સંગ્રહ અને માર્કેટિંગને મજબૂત કરીશું. કૃષિ ભૂમિ તથા ખેડૂતોનો રેકોર્ડ ડિજિટલ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નાણામંત્રીએ ખેતી-ખેડૂતો માટે 1.52 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવણી કરવાની જાહેરાત કરી છે.

 તેમણે કહ્યું કે અમે ગ્રામીણ અર્થવ્યવસ્થા પર ભાર મૂકીશું. સ્થાનિક સ્તર રોજગારને પ્રાથમિકતા આપીશું. મુખ્ય ગ્રાહક કેન્દ્રોની નજીક શાકભાજી ઉત્પાદન ક્લસ્ટર બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ઉચ્ચ ઉપજવાળા પાકને પ્રાથમિકતા આપીશું. આ ઉપરાંત તેલ ઉત્પાદનમાં દેશને આત્મનિર્ભર બનાવીશું. નાણામંત્રીએ કહ્યું કે અમે શાકભાજી ઉત્પાદન, પાકોના સંગ્રહ અને માર્કેટિંગની ચેનને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.