સમાચાર સારાંશ: 2024ની સામાન્ય ચૂંટણી પહેલા એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ મારો સંપર્ક કર્યો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે, ભાજપ સંપૂર્ણ બહુમતી નહીં મેળવી શકે અને સરકાર બનાવવા માટે કેટલાક વિરોધ પક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે
Nitin Gadkari did not reveal the name of the leader of opposition નીતિન ગડકરીએ કર્યો દાવો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના એક વરિષ્ઠ નેતાએ મને વડાપ્રધાન પદની ઓફર કરી હતી
કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના એક વરિષ્ઠ નેતાએ મને વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ મેં તેનો અસ્વીકાર કર્યો હતો. મેં એ વરિષ્ટ નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને વિશ્વાસનું પાલન કરતો વ્યક્તિ છું. હું એવી પાર્ટીમાં છું, તેણે મને જે જોઈતું હતું તે બધું આપ્યું છે, જેની મેં કલ્પના પણ નહોતી કરી. જેથી કોઈનો પ્રસ્તાવ મને લલચાવી નહીં શકે."નીતિન ગડકરીએ વિપક્ષી નેતાનું નામ જાહેર કર્યું નહોતું.
અને ન તો તેમણે આ ઘટના વિશે વિગતે વાત કરી હતી. તેમણે કહ્યું કે, "2024ની સામાન્ય ચૂંટણી પહેલા એક વરિષ્ઠ વિપક્ષી નેતાએ મારો સંપર્ક કર્યો હતો. તે સમયે એવું માનવામાં આવતું હતું કે, ભાજપ સંપૂર્ણ બહુમતી નહીં મેળવી શકે અને સરકાર બનાવવા માટે કેટલાક વિરોધ પક્ષોના સમર્થનની જરૂર પડી શકે છે.
મેં તેને સ્પષ્ટપણે કહ્યું કે હું અમુક સિદ્ધાંતો અને માન્યતાઓ સાથે ઉછર્યો છું અને હું તેની સાથે સમાધાન નહીં કરું."
"Union Minister for Road Transport and Highways Nitin Gadkari said," "Before the 2024 Lok Sabha elections, a senior leader of the opposition had offered me the post of Prime Minister, but I rejected it." I told the senior leader that I am a person following an ideology and faith.
I am in such a party, he has given me everything I wanted, which I did not even imagine. So that no one's proposal can tempt me.
Nitin Gadkari did not reveal the name of the leader of opposition. He did not elaborate on the incident. "Before the 2024 general elections, a senior opposition leader had contacted me. At that time, it was believed that the BJP may not get an absolute majority and may need the support of some opposition parties to form the government.
I told him clearly that I have been brought up with certain principles and beliefs and I will not compromise with that. "
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



