હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ, વિશેષ વાંચન

કલાતીર્થ દ્વારા પ્રકાશિત પંચામૃત કલાગંગોત્રીનું પ્રથમ પુષ્પ ગુજરાતના સ્થાપનાદિને અસ્મિતા પર્વના શુભ પ્રસંગે કલાનાસાધકોને અર્પણ

Posted 2 years ago with 144 views

Story by Team Samachar Sathe | 7 mins read

સમાચાર સારાંશ: કલાગુરુ રવિશંકર રાવળ સ્થાપિત "કુમાર"ના શતાબ્દીવર્ષની ઉજવણી કરતુ કલાતીર્થ ટ્રસ્ટ

કલાતીર્થ દ્વારા પ્રકાશિત પંચામૃત કલાગંગોત્રીનું પ્રથમ પુષ્પ ગુજરાતના સ્થાપનાદિને અસ્મિતા પર્વના શુભ પ્રસંગે કલાનાસાધકોને અર્પણ
1/1

કલાતીર્થ દ્વારા પ્રકાશિત પંચામૃત કલાગંગોત્રીનું પ્રથમ પુષ્પ ગુજરાતના સ્થાપનાદિને અસ્મિતા પર્વના શુભ પ્રસંગે કલાનાસાધકોને અર્પણ 

 "કુમાર" એટલે સો વર્ષ સુધી ગુજરાતી ભાષામાં વહેતું રહેલું સર્વગામી માનવીય સૌંદર્ય.. એમાં વ્યતીતના વૈભવી શબ્દપ્રાગટ્યની સમાંતરે અનાગતને રળિયાત કરવાનો ચોક્કસ આશય રહેલો છે. 100 વર્ષ સુધી ગુજરાતી-તાને ભવ્યોજ્જ્વલ કરનાર "કુમાર" સયંમ એક આશ્ચર્ય છે. ગુજરાતી લોકચેતનાની રસિકતા, જિજ્ઞાસા, જ્ઞાનપીપાસાને સંકોરવાનું, સંસ્કારવાનું ખૂબ મહત્વનું કાર્ય 'કુમાર' દ્વારા સાતત્યપૂર્વક થતું રહ્યું છે.

એમાં પ્રકાશિત થયેલી સામગ્રી સર્વગામી, બહુઆયામી છે. સમયના કોઈપણ સ્તર પરથી માણવી, મમળાવવી ગમે એવી ચિરકાલીન શબ્દસમૃદ્ધિ છે એની.. "કલાતીર્થ"ને કુમારનો ચિરંજીવ કલાવૈભવ સર્વ સુધી પહોંચાડવાનો વિચાર ન આવે એવું તે કેમ બને...?? સો વર્ષ સુધી ગુજરાતી ચેતનાને રળિયાત કરનાર "કુમાર"ની કલાસમૃદ્ધિ સંકલિત સ્વરૂપે લોકોને વહેંચીને ગુજરાતના માતબર સામાયિકની શતાબ્દીને ઉજવવી એ વિચારમાંથી આ કલાગંગોત્રી ગ્રંથે આકાર લીધો છે..

 "કુમાર" ગુજરાતી ભાષાનું જ નહીં, સમગ્ર ગુજરાતી ચેતનાનું આભૂષણ છે. 1924માં કલાગુરુ રવિશંકર રાવળ દ્વારા એનો શુભારંભ થયો હતો.. આશય તો આવતી કાલના ઉત્તમ નાગરિકોને તૈયાર કરવાનો હતો, પરંતુ ધીરે ધીરે એ સામયિક એવું તો સમૃદ્ધ બન્યું કે ગુજરાતી ભાષા, સાહિત્ય, કલા અને સંસ્કૃતિની ઓળખ બની રહ્યું.


ગુજરાતમાં ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, તસવીરકલા, પુરાતત્વ, નૃત્યકલા, નાટ્યકલા, સંગીતકલા માટે એક અભૂતપૂર્વ આબોહવા જન્મી.. ગુજરાતના ઉત્તમ સર્જકો, સંશોધકો, લેખકો એમાં જોડાયા "કુમાર" એક પ્રકારનું સ્વયંસિદ્ધ પ્રમાણ બની રહ્યું કે જો કશું "કુમાર"મા છપાય, પ્રસિદ્ધ થાય તો તે ઉત્તમ જ હોય... શ્રી રવિશંકર રાવળ પછી બચુભાઈ રાવત તંત્રી તરીકે જોડાયા અને કુમારને અભૂતપૂર્વ ભવ્યતા અર્પી,ગરિમાપૂર્ણ ઓળખ અર્પી "કુમાર" સર્વગ્રાહી, સમગ્રલક્ષી સામયિક બની રહ્યું..

એના તંત્રી તરીકે ધીરુભાઈ પરીખ અને વર્તમાનતંત્રી પ્રફુલ રાવલનું પણ માતબર પ્રદાન રહ્યું છે.. "કુમાર"ની અપૂર્વતાને ધ્યાનમાં રાખીને એના કલાકીય વિવિધ અંગોને સમાવતા પાંચ ગ્રંથો પ્રકાશિત કરવાનો આશય રાખ્યો છે.. "કુમાર"ની શતાબ્દી કલાંજલિ દ્વારા જ ઉત્તમ રીતે ઉજવી શકાય એવી મારી સમજ છે એક કલા ભાવક તરીકેનો આ ભાવ કલાતીર્થ ના અધ્યક્ષ રમણીક ઝાપડિયાએ એક સદીની કલાયાત્રામાં રજુ પ્રગટ કર્યો છે .
તેઓ કહે છે કે શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, કસબ વિશેના જે ઉત્તમ લેખો છે તે ગુજરાતની સુજ્ઞરસિક કલાપ્રિય લોકચેતનાને એક સાથે જ મળી રહે એવા આશયથી આ પ્રકાશનકાર્ય હાથ ધર્યું છે.

 સ્વભાવિક છે કે "કુમાર"ના જુના અંકોની સામગ્રી બધા પાસે ઉપલબ્ધ ન હોય, પરંતુ એવી સામગ્રી ખૂબ જ મહત્વની છે.. એનાથી સાંપ્રત ગુજરાતી-તાને કઈ રીતે બાકાત રાખી શકાય..? એટલે જ "કુમાર"નું સો વર્ષનું ઉત્તમ કલાકીય ભાથું સર્વને આપીને "કુમાર"ની શતાબ્દીની ઉજવણી આપ સર્વની સાથે કરવાનો આશય છે..

 રમણીક ભાઈ જણાવે છે કે ખૂબ આનંદ છે કે "કુમાર"ના અર્ક અને આત્માને આપ સર્વ સમક્ષ મૂકી શકાયો છે. આ ગ્રંથના પ્રકાશનમાં કુમાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પરવાનગી આપી. કુમારપાળ દેસાઈ અને પ્રફુલ રાવળે ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી એને કયા શબ્દોમાં વ્યક્ત કરું..? ખૂબ આભારી છું સર્વનો.. સંપાદનનું મહત્વ અને અગત્યનું કાર્ય ઉત્તમ રીતે કરી આપનાર નિસર્ગ આહીરનો ખાસ રૂણી છું આ કાર્યને શુભેચ્છાઓ દ્વારા પોખનાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આશીર્વચન પાઠવનાર વિજયશિલ ચંદ્રસૂરીમહારાજ, ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી. કે. લહેરીસાહેબ, ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ ભાગ્યેશજહાસાહેબ, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદના પ્રમુખ હર્ષદ ત્રિવેદીસાહેબ તેમજ કુમાર ટ્રસ્ટીગણ સાથે તમામ મહાનુભાવોનો હું કાયમનો ઋણી છું.. ગુજરાતની ગુણાનુંરાગી સર્વ જનચેતનાનો પણ આભારી છું.. કેમ કે આપ સર્વની પ્રેરક સહાયથી મારી કલાયાત્રા ગતિશીલ અને ગુણવંતી રહી છે.. 

આ પવિત્ર કાર્યમાં મારી પડખે ઊભા રહીને મારા કાર્યને પ્રમાણ્યુ છે એવા ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક અને બંગાળના બાઉલ સુફી અને રાજસ્થાનના કબીરાના અલગારી, ખોજી, કવિ શ્રી ડૉ. સતિષચંદ્ર વ્યાસ, જામનગર અને જામજોધપુરના પૂર્વ અધ્યાપક અને સાહિત્યસર્જક મનોજ રાવલ સાહેબનો હૃદયસ્થ ભાવધરીને સૌનો આભાર માનીને અંતરની લાગણી વ્યક્ત કરું છું.. "કુમાર" એક સદીની કલાયાત્રા: શિલ્પ- સ્થાપત્યસંપદા- ભાગ=1 કલા ગંગોત્રી ગ્રંથ 17 ના નિર્માણમાં ભાવપુષ્પો અર્પણ કરીને સહયોગી બનેલા શ્રોફ ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ- મુંબઈ અને કાંતિસેનશ્રોફ આર્ટ ફાઉન્ડેશનનો હરખના હેતથી આભાર માની ચરણ વંદન કરું છું... 332 સુવર્ણ પુષ્ટે આકાર પામેલો આ કલાગંગોત્રી -ગ્રંથ આપના ચરણોમા અર્પણ કરતા ધન્યતા અનુભવું છું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન