હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સિનેમા-TV અને OTT

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને કર્યો હુમલો ચોર સાથે થયેલી અથડામણમાં અભિનેતા થયો ઈજાગ્રસ્ત મુંબઈ પોલીસ આ મામલે તપાસ શરુ કરી

Posted 1 year ago with 20 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનની હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને કર્યો હુમલો ચોર સાથે થયેલી અથડામણમાં અભિનેતા થયો ઈજાગ્રસ્ત મુંબઈ પોલીસ આ મામલે તપાસ શરુ કરી
1/1

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને કર્યો હુમલો ચોર સાથે થયેલી અથડામણમાં અભિનેતા થયો ઈજાગ્રસ્ત

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂર ખાનના બાન્દ્રા વેસ્ટમાં આવેલા ઘરમાં ગુરુવારે વહેલી સવારે ચોરીની મોટી ઘટના બની. આ દરમિયાન સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો કરી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે સૈફ અલી ખાનની હાલમાં લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસીને કર્યો હુમલો ચોર સાથે થયેલી અથડામણમાં અભિનેતા થયો ઈજાગ્રસ્ત મુંબઈ પોલીસ આ મામલે તપાસ શરુ કરી

મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. જોકે હજુ એ સ્પષ્ટ થયું નથી કે સૈફ અલી ખાનને પહેલા ચપ્પાંના ઘા મારવામાં આવ્યા કે પછી ચોર સાથે થયેલી અથડામણમાં તે ઈજાગ્રસ્ત થયો હતો. બાંદ્રા પોલીસે એફઆઈઆર નોંધી છે અને આરોપીને પકડવા માટે ટીમ પણ બનાવાઈ છે. કરીના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે. તેઓ પણ હાલમાં હોસ્પિટલમાં સૈફની સાથે છે. 

લીલાવતી હોસ્પિટલ દ્વારા નિવેદન જાહેર કરાયું 

અત્યાર સુધીની માહિતી અનુસાર સૈફ અલી ખાનને ગળા, પીઠ અને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને અમુક ઘા ઊંડા લાગ્યા છે જેના કારણે રિકવરીમાં ટાઈમ લાગી શકે છે. લીલાવતી હોસ્પિટલ દ્વારા આ મામલે એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સૈફ અલી ખાનના શરીર પર 6 ભાગ પર ઈજાના નિશાન મળ્યા છે. પોલીસે આ મામલે સીસીટીવી દ્વારા તપાસ શરૂ કરી દીધી છે.  

લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડૉ. નીરજ ઉત્તમાણીએ જણાવ્યું હતું કે સૈફ પર તેના ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં, તેમને સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. તેમને છ જગ્યાએ ઈજાઓ થઈ છે, જેમાંથી બે ગંભીર છે. એક ઈજા તેની કરોડરજ્જુ પાસે અને એક ગરદન પર થઈ હતી. ન્યુરોસર્જન નીતિન ડાંગે, કોસ્મેટિક સર્જન લીના જૈન અને એનેસ્થેટિસ્ટ નિશા ગાંધીએ સવારે 5:30 વાગ્યે તેમની સર્જરી શરૂ કરી હતી અને હજુ પણ તેમાં વ્યસ્ત છે. સર્જરી પછી જ ખબર પડશે કે સૈફની હાલત કેવી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન