ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૯મું અંગદાન , એક લીવર, બે કીડની, બે આંખો તેમજ સ્કીનનું દાન મળ્યું
AMDAVAD અમદાવાદના વિરાટનગર માં રહેતા રાજુભાઇ પરમાર બ્રેઇન ડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો
સિવિલ હોસ્પિટલ માં સ્કીન બેંક શરુ થયા બાદ ચામડીનું દાન મળવાનો પ્રથમ કિસ્સો સિવિલ હોસ્પિટલમાં થયેલ આ ૧૪૯ મા અંગદાનની વિષેશતા એ હતી કે છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં વધેલ અંગદાનની પ્રવ્રુતિ તેમજ તે અંગે જનજાગ્રુતિને કારણે રાજુભાઇ બ્રેઇન ડેડ છે તેવી જાણ થતા જ તેમના નિકટ ના તમામ સ્વજનો એ સામેથી સિવિલ હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરી રાજુભાઇ ફરીથી બેઠા થાય તેમ ન હોઇ તેમના અંગોનુ દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
સમાજમાં પ્રવર્તેલી અંગદાનની સમજણના પરિણામે જ બ્રેઇન ડેડ રાજુભાઈ પરમારના સ્વજનોએ સામે ચાલીને અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી - સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસ અને ગુડી પડવા ના પાવન અવશરે અમદાવાદ સિવિલમાં અંગદાન થકી ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે.
મુળ ધંધુકાના વતની અને વિરાટનગર, ઓઢવ અમદાવાદના રહેવાસી ૫૨ વર્ષનાં રાજુભાઇ પરમારને બ્રેઇન સ્ટ્રોક થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ માં તારીખ ૭/૪/૨૦૨૪ ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૦૮-૦૪-૨૦૨૪ ના રોજ તબીબોએ રાજુભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા.
રાજુભાઈ ના માતા પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેમના ત્રણ મોટી બહેનો સજનબેન ગોવિંદસિંહ પઢિયાર, જશુબેન જશુભાઈ રાજપૂત, ગીતાબા બહાદુરસિંહ ચાવડા તેમજ રાજુ ભાઇ થી ખુબજ નિકટ એવા તેમના ભત્રીજા કિરીટસિંહ રણજીતસિંહ પરમાર, મહીપાલસિંહ રણજીતસિંહ પરમાર અને ભાણીયા કિશોર જશુભાઇ રાજપુત તથા વનરાજસિંહ વનાર સૌએ સાથે મળી રાજુભાઇ નાં અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો.
સિવિલ હોસ્પિટલમાં થયેલ આ ૧૪૯ મા અંગદાનની વિષેશતા એ હતી કે છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યમાં વધેલ અંગદાનની પ્રવ્રુતિ તેમજ તે અંગે જનજાગ્રુતિને કારણે રાજુભાઇ બ્રેઇન ડેડ છે તેવી જાણ થતા જ તેમના નિકટ ના તમામ સ્વજનો એ સામેથી સિવિલ હોસ્પિટલ તંત્રનો સંપર્ક કરી રાજુભાઇ ફરીથી બેઠા થાય તેમ ન હોઇ તેમના અંગોનુ દાન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રાજુભાઇના અંગદાન થકી બે કીડની, એક લીવર, બે આંખો તેમજ ત્વચા નું દાન મળ્યુ જેમાંથી કીડની સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ તેમજ કોર્નીયા આંખની હોસ્પીટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલ માં થોડા દિવસ પુર્વે જ શરુ થયેલ સ્કીન બેંક દ્વારા ત્વચાનુ દાન સ્વીકારવામાં આવ્યુ જેને ગંભીર રીતે દાઝેલા અથવા અન્ય જરુરી પ્લાસ્ટીક સર્જરી ના દર્દી માં ટ્ર્રાંસપ્લાન્ટ કરવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ આ ક્ષણે જણાવ્યું હતું કે, આજના પવિત્ર એવા ચૈત્રી નવરાત્રી ના પ્રથમ દિવસે થયેલ ૧૪૯ માં અંગદાન થકી મળેલ અંગોથી ત્રણ લોકો ને નવુ જીવન મળશે તેમજ બે લોકો ને આંખો ની રોશની મળશે. સિવિલ હોસ્પિટલ SOTTO ટીમ દ્વારા રાતદિવસ અંગદાન મહાદાન ના આ યજ્ઞ માં આજે સ્કીન ડોનેશન નો પણ ઉમેરો થતા હોસ્પિટલ તંત્ર દ્વારા વધુ માં વધુ સ્કીન નુ દાન મળે તેવા પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે જેથી આવનારા દિવસો માં સ્કીન ટ્રાન્સપ્લાન્ટ દ્વારા વધુ દાઝેલા દર્દીઓને પણ આપણે બચાવી શકીશુ તેમ ડૉ જોષીએ જણાવ્યુ હતું.
સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૪૯ અંગદાતાઓ થકી કુલ ૪૮૦ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૪૬૩ વ્યકિતઓને જીવનદાન તેમજ ૧૦૮ લોકોને દ્રષ્ટિ આપવામાં સહભાગી થયાં છીએ.