હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

નવરાત્રીના પ્રારંભે આજે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું. વહીવટદાર કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘટ સ્થાપન

Posted 1 year ago with 57 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી

નવરાત્રીના પ્રારંભે આજે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું. વહીવટદાર કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘટ સ્થાપન
1/2
નવરાત્રીના પ્રારંભે આજે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું. વહીવટદાર કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘટ સ્થાપન
2/2

નવરાત્રીના પ્રારંભે આજે પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન કરાયું હતું. વહીવટદાર કૌશિકભાઈ મોદીના હસ્તે કરાયું ઘટ સ્થાપન

માં શક્તિની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ પર્વ. નવરાત્રિ પર્વ શરૂ થતાં જ શક્તિપીઠ અંબાજી માં અંબાના દર્શન કરવા ઉમટ્યા છે. આજે અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રથમ દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ઘટ સ્થાપન વિધિ કરી નવરાત્રીનો પ્રારંભ કરવામાં આવ્યો.

નવરાત્રિના પહેલા દિવસે જ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનની વિધિ કરવામાં આવી. દર વર્ષે નવરાત્રીના પ્રારંભે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીના સભા મંડપમાં ઘટ સ્થાપના કરવામાં આવી. જેમાં મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી, અંબાજી મંદિર સ્ટાફ અને અંબાજી મંદિરના પૂજારીઓ ઉપસ્થિત રહ્યા. ઘટસ્થાપના વિધિમાં સાત ધાન્યને કાંપની માટીમાં રોપવામાં આવ્યા છે. માન્યતા પ્રમાણે ઘટ સ્થાપન વિધિમાં તૈયાર થયેલા ધાન્યના વિકાસના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરવામાં આવે છે.

આજે ઘટ સ્થાપન પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદીએ જણાવ્યું હતું કે આજે નવરાત્રીના પ્રારંભે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન થયું છે. શાસ્ત્રોક્ત વિધિ સાથે આજે ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે. અંબાજીમાં માં શક્તિનું હૃદય બિરાજમાન છે ત્યારે માં શક્તિ સૌનું કલ્યાણ કરે તેવી આરાધના સાથે આજે મંદિરના સભામંડપમાં ઘટ સ્થાપન વિધિ પૂર્ણ કરાઈ છે. 

શક્તિપીઠ અંબાજી અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આજે નવરાત્રી પર્વનો પ્રારંભ તા મોટી સંખ્યામાં લોકો માં અંબાના દર્શન કરવા માટે ઉમટ્યા હતા. દૂરદૂરથી નવરાત્રિ નિમિત્તે આવેલા ભકતોએ માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોની ભીડ વચ્ચે પણ માં અંબાના શાંતિપૂર્વક દર્શન થતાં ભાવિકોએ સુચારૂ વ્યવસ્થા બદલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટનાનો આભાર માન્યો હતો.

નવરાત્રિ નિમિત્તે આગામી દિવસોમાં પણ અંબાજીમાં ભક્તોની ભીડ યથાવત રહેવાની છે. ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માં અંબાના દર્શન શાંતિથી કરી શકે તે માટે તમામ તૈયારીઓ અને પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે. નવરાત્રી નિમિત્તે મંદિરન ભવ્ય લાઇટિંગ તેમજ શણગાર કરવામાં આવ્યો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.