હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

રક્ષાબંધન પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો શ્રી સર્વમંગલ હોલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી

Posted 2 years ago with 53 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સમગ્ર વિશ્વમાં હિન્દૂ સંસ્કૃતિનાં સનાતન ધર્મના રક્ષક બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધન એ વિશેષ મહત્વ ધરાવે છે

રક્ષાબંધન પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો  શ્રી સર્વમંગલ હોલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી
1/2
રક્ષાબંધન પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો  શ્રી સર્વમંગલ હોલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી
2/2

રક્ષાબંધન પ્રસંગે સત્તર તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

શ્રી સર્વમંગલ હોલમાં બ્રહ્મ પરિવારોએ વિધિ વિધાનથી યજ્ઞોપવિત ધારણ કરી

સમગ્ર વિશ્વમાં હિન્દૂ સંસ્કૃતિનાં સનાતન ધર્મના રક્ષક બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધન એ વિશેષ મહત્વ ધરાવે છે

યજ્ઞોપવીત બદલવાનું પર્વ બ્રાહ્મણો આ દિવસે શુભ મુહૂર્તમાં નદી, સરોવર, જળાશય કે તીર્થક્ષેત્રનાં સાંનિધ્યમાં વેદોકત મંત્રોચ્ચાર સહિત નૂતન યજ્ઞોપવીત ધારણ કરતાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ મુખ્ય અધિષ્ઠાતા પરમાત્માના સ્મરણ સમિન્વત ગણપતિ પૂજન કરી, યજ્ઞોપવીતના નવ તંતુઓના નવ અધિષ્ઠાતા દેવોનું આવાહ્ન કરી, યજ્ઞોપવીત સૂર્યનારાયણને બતાવી, તેને પોતાના કરસંપુટમાં રાખી, દશ વાર ગાયત્રી મંત્ર ભણીને તેને અભિમંત્રિત કરી વિધિપૂર્વક મંત્ર ભણી પોતાના ડાબા ખભા ઉપર જનોઇ ધારણ કરે છે અને જૂનાં યજ્ઞોપવીતને જળમાં પધરાવે છે.

જનોઇ માનવને નમ્ર બનાવવાનો પાઠ શીખવે છે. જનોઇમાં ભગવાન આપણી પડખે છે તે અખંડ રક્ષા કરતો રહેશે તેવો ઊંડો ભાવ છે. જનોઇ એ પણ એક રક્ષાનું ભાવાત્મક પ્રતીક છે. જનોઇ એ નવ તંતુઓને ત્રણ વારમાં ગૂંથીને બનાવવામાં આવી છે તેથી તેને ‘ત્રિસૂત્રી’ કહેવામાં આવે છે. આ સૂત્રો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના પ્રતીક સમાન છે. આ બ્રહ્મગાંઠની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શક્તિ સ્વરૂપના જ્ઞાનના તેજ સ્વરૂપ ધારણ કરે છે.

વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનમાં પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે "બદલતા આધુનિક જમાનામાં બ્રહ્મ સમાજ પણ વૈજ્ઞાનિક અભિગમથી આ જનોઈ બદલવાનો ભવ્ય કાર્યક્રમ અમદાવાદમાં બ્રહ્મ સમાજના એર કન્ડિશન હોલ માં યોજાઈ ગયો કે જેમાં ૫૦૦થી પણ વધુ બ્રહ્મપરિવારોએ વિધિ વિધાનથી ભાગ લિધો હતો અને અંતમાં બ્રહ્મ ભોજનનો પણ લાભ લીધેલ"

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન