હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સોશિયલ મીડીયા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં એક લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા બાદ કોલ્ડપ્લેએ અમદાવાદનો આભાર માન્યો

Posted 1 year ago with 8 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: લાઈટિંગ, સાઉન્ડ, અદભૂત એલ ઈ ડી ડિસ્પ્લે, સ્પેશ્યલ ઇફેક્ટના સથવારે ગ્રૂપના સિંગર શોને કોલ્ડપ્લેના આવનારા નવા આલ્બમ લવ એન્ડ ટ્રેપ ઉપરાંત લોકપ્રિય જૂના આલ્બમમાંથી રજૂઆતની સાથે માહોલ જમાવ્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં  એક લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા બાદ કોલ્ડપ્લેએ અમદાવાદનો આભાર માન્યો
1/1

કોલ્ડપ્લેએ અમદાવાદનો માન્યો આભાર, કહી આ મોટી વાત

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (narendra modi stadium) યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં (coldplay concert) એક લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા બાદ કોલ્ડપ્લેએ અમદાવાદનો આભાર માન્યો હતો અને Totally Mind Blowing ગણાવ્યું હતું. આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટમાં  એક લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા બાદ કોલ્ડપ્લેએ અમદાવાદનો આભાર માન્યો

લાઈટિંગ, સાઉન્ડ, અદભૂત એલ ઈ ડી ડિસ્પ્લે, સ્પેશ્યલ ઇફેક્ટના સથવારે ગ્રૂપના સિંગર શોને કોલ્ડપ્લેના આવનારા નવા આલ્બમ લવ એન્ડ ટ્રેપ ઉપરાંત લોકપ્રિય જૂના આલ્બમમાંથી રજૂઆતની સાથે માહોલ જમાવ્યો હતો. સાંજે સાડા છ સુધીમાં સ્ટેડિયમ સંપૂર્ણ ભરાઈ ગયું હતું અને ગ્રાઉન્ડમાં પણ ઊભા રહેવાની જગ્યા બચી નહોતી. કાર્યક્રમ દરમિયાન અમદાવાદના હેરિટેજને રજૂ કરતી કોલ્ડપ્લેની ખાસ ટી શર્ટ રિલીઝ કરવામાં આવી હતી. શૉન પછી સ્ટેજ પર આવેલી અને અવાજમાં મારિયા કેરિ, મેડોના, રિહાના અને સેલિન ડાયનની સંયુક્ત રેન્જ ધરાવતી ઇલિયાના એ 'કેમ છો અમદાવાદ' કરીને એન્ટ્રી મારીને કોલ્ડપ્લેના સદાબહાર ગીતો જબરજસ્ત વોઇસ મોડયુલેસન, ફોલ્સેટો, વાયબ્રેટો અને ઓપેરા ટચ સાથે રજૂ કર્યા હતા. ઉપરાંત સ્ટેડિયમમાં દરેકને આપવામાં આવેલા 3 ડી મેપિંગ ચશ્મા અને બ્લૂ ટૂથ પાસવર્ડ નિયંત્રિત એલ ઈ ડી રિસ્ટ બેન્ડને લીધે સ્ટેડિયમમાં દરેક જગ્યાએથી લાઈટિંગની અલગ જ આભા ઊભી થતી હતી. 

ઉલ્લેખનીય છે કે 1997માં કોલ્ડ પ્લેની સ્થાપના બાદ તેના 10થી વધુ સ્ટુડિયો આલ્બમ રજૂ થયા છે તે તમામ હિટ ગયા છે. જેમાં 'એ હેડ ફૂલ ઓફ ડ્રીમ, ઘોસ્ટ સ્ટોરી, એ રશ ફૂલ ઓફ બ્લડ ટુ ધ હેડ', એવરી ડે લાઈફ, મ્યુઝિક ફોર ધ સ્ફિયર્સ, યેલો, સ્પીડ ઓફ સાઉન્ડ વગેરેનો સમાવેશ થાય છે. ક્રિસ માર્ટિન સ્ટેજ પર આવે એ અગાઉ પર્યાવરણની જાળવણી માટે એની આ વર્લ્ડ ટૂરમાં લીધેલા પગલાં અને ભાવિ આયોજનો માટેની એક ફિલ્મ બતાવવામાં આવી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.