હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ, બે દિવસમાં પાંચ બાળકોના મોતથી ફફડાટ, જાણો લક્ષણો વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ

Posted 1 year ago with 85 views

Story by Altaf Luhar | 6 mins read

સમાચાર સારાંશ: ચાંદીપુરા વાયરસનાં કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ, બે દિવસમાં પાંચ બાળકોના મોતથી ફફડાટ, જાણો લક્ષણો વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ
1/1

સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ, બે દિવસમાં પાંચ બાળકોના મોતથી ફફડાટ, જાણો લક્ષણો વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ

સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 5 બાળકોનાં મોત નિપજ્યા છે. જ્યારે ચાર બાળકો હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના પ્રવેશની આશંકા

 હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના 6 સસ્પેકટેડ કેસ

સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર સિવિલમાં જુન અને જુલાઈ બે મહિનામાં ચાર બાળકોના મોત નીપજ્યા છે જયારે બે સારવાર હેઠળ છે. જેને લઈને મૃતક અને સારવાર હેઠળ બાળકોના સેમ્પલ લઈને પુણે તપાસ માટે મોકલી આપ્યા છે.જેના રીપોર્ટ સોમવારે આવશે.

હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં જુન મહિનામાં એક બાળકનું મોત નીપજ્યા બાદ જુલાઈ મહિનામાં ત્રણ બાળકોના મોત અલગ અલગ દિવસે થયા હતા. હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં 17 દિવસમાં 4 બાળકોના મોત થયા છે. જયારે બે સારવાર હેઠળ છે. ત્યારબાદ શંકસ્પદ વાઈરસને લઈને મૃતકોના અને સારવાર હેઠળ આવેલા પાચ સેમ્પલ પુના તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેમના રીપોર્ટ સોમવારે આવશે.

 હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં પ્રથમ કેસ 27 જુન 2024 ના રોજ રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના 4 વર્ષીય બાળકનું મોત થયું હતું. ત્યારબાદ 5 જુલાઈ 2024 ના રોજ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના 6 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. 9 જુલાઈ 2024 ના રોજ સાબરકાંઠા જીલ્લાના પાંચ વર્ષીય બાળક અને અરવલ્લી જીલ્લાના બે વર્ષીયનું મોત નીપજ્યું હતું. 

આમ 17 દિવસમાં ચારના મોત થયા છે. હિંમતનગર સિવિલ હોસ્પીટલમાં 8 જુલાઈ 2024 ના રોજ રાજસ્થાનના ઉદેપુર જીલ્લાના 4 વર્ષીય બાળક અને 9 જુલાઈ 2024 ના રોજ સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના 9 વર્ષીય બાળકી સારવાર હેઠળ છે.


બાઈટ - ડો. વિપુલ જાની, આસિસ્ટન આરએમઓ, સિવિલ હોસ્પિટલ, હિંમતનગર

મૃતક 

1.કિંજલબેન નીનામા (ઉવ-6,મોટા કંથારિયા,તા.ભિલોડા,જી.અરવલ્લી-5.7.24. મોત)

2.ગણેશકુમાર પારધી (ઉવ.5,કોડારીયા,સાબરકાંઠા-9.7.24 મોત)

3.કૃણાલ શૈલેષ અસારી (ઉવ.2,ખાનપુર,જી.અરવલ્લી-9.7.24 મોત)

4.હિમાંશુ ખરાડી (ઉવ.4,બલેચા,ખેરવાડા,ઉદેપુર,રાજસ્થાન-27.6.24 મોત)

સારવાર હેઠળ 

1.ગાયત્રી નાયકા (ઉવ.9,પીપળીયા,તા.હિંમતનગર,જી.સાબરકાંઠા-દાખલ)

2.ચંપકકુમારી ગેહલોત (ઉવ.4,અકીવાડા,ઉદેપુર,રાજસ્થાન-8.7.24 દાખલ)

છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે વડાલીનાં નવા ચામુંમાં શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરા વાયરસનાં લક્ષણો જોવા મળતા પરિવારજનો ચિંતાતુર બની જવા પામ્યા હતા.

ચાંદીપુરા વાયરસનાં લક્ષણો બાબતે તબીબે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા બાળકોનાં પરિવારજનોનાં સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 સંક્રમિત બાળકો દાખલ છે. જેમાંથી ખેડબ્રહ્માનાં એક બાળકનું મોત થયું છે. જ્યારે અરવલ્લી જીલ્લાનાં ભિલોરાનાં બે બાળકોનાં મોત થયા છે. તેમજ અત્યા સુધી કુલ પાંચ બાળકોનાં સેમ્પલ લઈ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

1965 માં આ વાયરસનો પ્રથમ કેસ ક્યાં જોવા મળ્યો હતો...

ચાંદીપુરા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેને ફેલાતો રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે શરૂ કરી દીધો છે. વર્ષ 1965 માં વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યનાં નાગપુરમાં જોવા મળ્યો હતો. તેમજ આદિવાસી વિસ્તારમાં આ વાયરસનાં કેસો જોવા મળી રહ્યા છે.

ચાંદીપુરા વાયરસનાં લક્ષણો

ચાંદીપુરા વાયરસનાં કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલીક સારવાલ મળવી જરૂરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.