હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, ભારત

ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું જેમાં હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ આ બાબતે મોટો ખુલાસો કર્યો

Posted 1 year ago with 28 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાને એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ(AWACS)વિમાન ગુમાવ્યું હોવાની વાત સ્વીકારી છે. એક ઇન્ટરવ્યુમાં નિવૃત્ત એર માર્શલ મસૂદ અખ્તરે જણાવ્યું હતું કે

ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું જેમાં હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ આ બાબતે મોટો ખુલાસો કર્યો
1/1

ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું જેમાં હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ આ બાબતે મોટો ખુલાસો કર્યો 

પાકિસ્તાન વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ કર્યો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટા નુકસાનનો દાવોભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. 

ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું જેમાં હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ આ બાબતે મોટો ખુલાસો કર્યો

જેમાં હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાને એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ(AWACS)વિમાન ગુમાવ્યું હોવાની વાત સ્વીકારી છે. એક ઇન્ટરવ્યુમાં નિવૃત્ત એર માર્શલ મસૂદ અખ્તરે જણાવ્યું હતું કે 9-10 મેની રાત્રે ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલા દરમિયાન પાકિસ્તાન વાયુસેનાએ એક એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS)વિમાન ગુમાવ્યું હતું. 

ભોલારી એરબેઝ 11 એરબેઝમાંથી એકતેમના મતે કરાચી નજીક ભોલારી એરબેઝ પર ભારતીય હુમલા દરમિયાન AWACSને તોડી પાડવામાં આવ્યું હતું. ભોલારી એરબેઝ ભારત દ્વારા નિશાન બનાવવામાં આવેલા 11 એરબેઝમાંથી એક છે. ભારતીય સંરક્ષણ સૂત્રોએ અગાઉ દાવો કર્યો હતો કે ભોલારી બેઝ પર સીધો હુમલો કર્યો હતો અને સેટેલાઇટ તસવીર દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી હતી.ચોથી મિસાઇલ ભોલારી એરબેઝના હેંગર પર અથડાઈ અખ્તરે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું, ભારતીય સશસ્ત્ર દળોએ એક પછી એક ચાર બ્રહ્મોસ મિસાઇલો છોડી. 

 પાકિસ્તાની પાઇલટ્સ તેમના વિમાનોને સુરક્ષિત કરવા માટે દોડી ગયા પરંતુ મિસાઇલો આવતી રહી અને કમનસીબે ચોથી મિસાઇલ ભોલારી એરબેઝના હેંગર પર અથડાઈ જ્યાં અમારા એક AWACS તૈનાત હતા. તેને નુકસાન થયું હતું અને જાનહાનિના અહેવાલો પણ છે.સેટેલાઇટ તસવીરમાં પાકિસ્તાનના દાવા ખોટા સાબિત થયાતેમણે કહ્યું કે આ ખાસ કરીને પાકિસ્તાની સૈન્ય માટે શરમજનક છે. જે ભારતીય હવાઈ હુમલાઓથી થયેલા નુકસાનને સતત ઓછું આંકતું આવ્યું છે અને દાવો કરે છે કે તમામ મુખ્ય લશ્કરી છાવણીઓ સુરક્ષિત છે. 

જોકે, સેટેલાઇટ તસવીરમાં આ દાવા ખોટા સાબિત થયા છે. જેમાં ઓછામાં ઓછા ચાર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પાકિસ્તાની એરબેઝને નુકસાન સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન