હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, રાજનૈતિક

વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાતની મુલાકાતે પીસીસી અધ્યક્ષ અને જીપીસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે.

Posted 1 year ago with 14 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: રાહુલ ગાંધી ગુરુવાર, 6 માર્ચ, 2025ના રોજ એર ઈન્ડિયાની ફલાઇટમાં દિલ્હીથી મુંબઈ આવશે, મુંબઈમાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને ત્યાંથી બીજા દિવસે સવારે ગુજરાત આવશે

વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાતની મુલાકાતે પીસીસી અધ્યક્ષ અને જીપીસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે.
1/1

વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાતની મુલાકાતે પીસીસી અધ્યક્ષ અને જીપીસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે.

અમદાવાદઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ શાનદાર દેખાવ કરી શકે તે માટે ફૂલપ્રુફ સાથે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનું શિડ્યૂલ જાહેર થયું છે. રાહુલ ગાંધી ગુરુવાર, 6 માર્ચ, 2025ના રોજ એર ઈન્ડિયાની ફલાઇટમાં દિલ્હીથી મુંબઈ આવશે, મુંબઈમાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને ત્યાંથી બીજા દિવસે સવારે ગુજરાત આવશે.

વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલે આવશે ગુજરાતની મુલાકાતે પીસીસી અધ્યક્ષ અને જીપીસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે.

7 માર્ચનું શિડ્યૂલ

સવારે 8.55 કલાકે ઈન્ડિગોની ફ્લાઇટથી 10.00 કલાકે અમદાવાદ પહોંચશે.

10.30 થી 11.00 દરમિયાન પીસીસી અધ્યક્ષ અને જીપીસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરશે.

11.00 થી 1.00 સુધી રાજકીય બાબતોની સમિતિની બેઠક યોજાશે.

1.00 થી 2.00 સુધી આરામ કરશે.

2.00 થી 3.00 સુધી જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષો સાથે બેઠક કરશે.

3.00 થી 5.00 સુધી બ્લોક કોંગ્રેસ અધ્યક્ષો સાથે બેઠક યોજશે.

8 માર્ચનું શિડ્યૂલ

10.30 થી 12.30 સુધી પક્ષના નેતાઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન સ્થાનિક કાર્યકર્તાઓ અને પૂર્વ ઉમેદવારો સાથે પણ ચર્ચા કરશે.

1.45 કલાકે એર ઈન્ડિયાની ફ્લાઈટમા અમદાવાદથી દિલ્હી રવાના થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ની તૈયારી

રિપોર્ટ મુજબ, 8 અને 9 એપ્રિલે ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. તેની પહેલા રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને લઈ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ હોવાનું સૂચવે છે. છેલ્લા ત્રણ દાયકાથી સત્તાથી બહાર રહેલી કોંગ્રેસ આ વખતે કોઈ કચાશ રાખવા માંગતી નથી.

છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કવો રહ્યો દેખાવ

રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા વોટમાં ભાગલા પડ્યા હતા. 2017માં કોંગ્રેસે 77 સીટ જીતીને ભાજપને બરાબરની ટક્કર આપી હતી. ભાજપને 99 સીટ મળી હતી. જ્યારે 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠક જ મળી હતી. આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. જ્યારે ભાજપે રેકોર્ડ બ્રેક 156 સીટ જીતી હતી. ગુજરાતમાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 26માંથી એક પણ સીટ જીતી શક્યું નહોતું. જ્યારે 2024માં એક સીટ પર વિજેતા બન્યું હતું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.