હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

અમદાવાદ, ગાંધીનગર, ભુજમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું ઉત્તર-પશ્ચિમ ભારતમાં અગન વર્ષા દિલ્હીમાં પારો 47 ડિગ્રીને પાર. લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ

Posted 2 years ago with 82 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઉત્તર પશ્ચિમ ભારતમાં આકાશમાંથી આગ વરસતા લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે.

અમદાવાદ, ગાંધીનગર, ભુજમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું  ઉત્તર-પશ્ચિમ ભારતમાં અગન વર્ષા દિલ્હીમાં પારો 47 ડિગ્રીને પાર.   લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ
1/1

ઉત્તર-પશ્ચિમ ભારતમાં અગન વર્ષા દિલ્હીમાં પારો 47 ડિગ્રીને પાર

લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ

ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રીથી 45 ડિગ્રી રહી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ . રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, ભુજમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમરેલી અને રાજકોટમાં પણ ઓરેન્જ એલર્ટ ની ચેતવણી જાહેર કરાઇ છે

?ref_src=twsrc%5Etfw">May 18, 2024

ઉત્તર પશ્ચિમ ભારતમાં આકાશમાંથી આગ વરસતા લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. દેશના કેટલાક રાજ્યોમાં ગરમીની સ્થિતિ ચિંતાજનક બનતી જાય છે. કેટલાક શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીને પાર થઇ ગયું છે. સરકાર પણ ગરમીથી બચવા જરૂરી તમામ ઉપાયો કરવાની લોકોને અપીલ કરી રહી છે. હવામાન વિભાગની આગાહીએ ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસોમાં ગરમીનો પ્રકોપ હજુ પણ વધી શકે છે. 

આજે દેશમાં સૌથી વધુ તાપમાન દિલ્હીના નજફગઢમાં ૪૭.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના ૧૯, હરિયાણાના ૧૮, દિલ્હીના ૮ અને પંજાબમાં બે સ્થળોએ ૪૫ ડિગ્રીથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

અમેરિકા સ્થિત કલાયમેટ વિજ્ઞાાનીઓના જૂથ કલાયમેટ સેન્ટ્રલે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન ભારતના ૫૪.૩ કરોડ લોકોને એક દિવસ માટે તીવ્ર ગરમીનો અનુભવ કરવો પડશે.

નજફગઢ પછી દેશમાં સૌથી વધુ તાપમાન હરિયાણાના સિરસામાં ૪૭.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. આ અગાઉ ૩૦ એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળના કલાઇકુંડામાં ૪૭.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. 

ભારતીય હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ ૧૮ થી ૨૧ મે દરમિયાન રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તીવ્ર ગરમી પડશે.
હરિયાણા, પંજાબ, પૂર્વ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. જેને પગલે બાળકો, વૃદ્ધો અને બિમારોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. 
advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.