હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બની સમગ્ર ગુજરાતમાં રવિવાર તથા સોમવારે 50ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

Posted 2 years ago with 106 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે.

અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બની સમગ્ર ગુજરાતમાં રવિવાર તથા સોમવારે 50ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
1/3
અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બની સમગ્ર ગુજરાતમાં રવિવાર તથા સોમવારે 50ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
2/3
અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બની સમગ્ર ગુજરાતમાં રવિવાર તથા સોમવારે 50ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
3/3

અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બની સમગ્ર ગુજરાતમાં રવિવાર તથા સોમવારે ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ 

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં રવિવાર તથા સોમવારે વ્યાપકપણે એટલે કે ૫૦ ટકાથી વધુ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે જારી કરાયું છે. જેનો અર્થ તંત્રને સર્જાનારી સ્થિતિ માટે તૈયાર રહેવાનો મેસેજ હોય છે. રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની પણ સંભાવના છે. 

અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે વરસાદી સીસ્ટમ બની છે, દક્ષિણ મહારાષ્ટ્રથી ઉત્તર કેરલ વચ્ચે વરસાદ લાવી શકે તેવી સીસ્ટમ ટ્રોફ ઉપરાંત દેશના પશ્ચિમ કાંઠે નીચલા લેવલે ફૂંકાતા પવન ત્રણ દિવસમાં વધુ મજબૂત બનવાની સંભાવના છે. ઉપરાંત ઓડીશા તેમજ રાજસ્થાન સહિતના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન છે.

મૌસમ વિભાગ અનુસાર ગુજરાત ઉપરાંત ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ સહિત રાજ્યોમાં પાંચ દિવસ વ્યાપક વરસાદ થશે. જ્યારે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં તા.૨૩,૨૪ના ભારે વરસાદની પણ ચેતવણી જારી કરાઈ છે.

 ગોવા,કર્ણાટક,કેરલના કેટલાક વિસ્તારોમાં તો અતિશય મુશળધાર વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના નવસારી સુધી તા.૧૧ના પ્રવેશેલું ચોમાસુ અન્ય રાજ્યોમાં બે દિવસથી આગળ વધી રહ્યું છે પરંતુ, ગુજરાત માટે ૧૧ દિવસથી સ્થિર છે અને ગુજરાત-સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોમાં પણ ત્રણ દિવસમાં ચોમાસુ બેસે તેવા સંજોગો હોવાનું મૌસમ વિભાગે જણાવ્યુ છે. 

બીજી તરફ ગુજરાતમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાવાનું જારી રહ્યું છે, આજ સવાર સુધીના ચોવીસ કલાકમાં આણંદમાં મહત્તમ ૬૫ કિ.મી. અને ભાવનગરમાં ૫૦ અને કંડલામાં ૪૭ કિ.મી.ની ઝડપ નોંધાઈ હતી. ઉપરાંત ભાવનગર,ભરુચ અને સુરત પાસેના દરિયામાં સમુદ્રી મોજા પ્રતિ સેકન્ડ ૧.૧થી ૨.૦ મીટરની ગતિ રહેવાની તથા દ્વારકા, સોમનાથ, જુનાગઢ, પોરબંદરના દરિયામાં ૧૦થી ૧૨ ફૂટ ઉંચા મોજા રહેશે તેવી એડવાઈઝરી પણ જારી થઈ છે.

 એકંદરે અરબી સમુદ્રમાં કેરલથી મહારાષ્ટ્ર સુધી ભારે વરસાદની સીસ્ટમ બની છે જ્યારે હજુ ગુજરાતના દરિયા પાસે વાદળોની જમાવટ ઓછી છે પરંતુ, થોડા દિવસોમાં હવામાન ચોમાસા માટે અનુકૂળ બને તેવા સંજોગો છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન