સમાચાર સારાંશ: મોટા ભાગના રિટેલ ઈન્વેસ્ટર્સનું કહેવું છે કે એક વર્ષમાં તેમણે જે કમાણી કરી હતી તે થોડા જ દિવસોમાં સાફ થઈ ગઈ હતી.
છેલ્લા કેટલાક સપ્તાહથી શેરબજારમાં સતત નાણાંની ખોટ વિદેશી ઈન્વેસ્ટર્સ ભારતીય બજારમાં ઝડપથી વેચવાલી કરી કરી રહ્યા છે ચીનમાં રોકાણ
છેલ્લા કેટલાક સપ્તાહથી શેરબજારમાં સતત નાણાંની ખોટ થઈ રહી છે. વર્ષો સુધી રાહ જોયા બાદ ઘણા રોકાણકારોના પોર્ટફોલિયો જે સારો થયો હતો તે એક મહિનામાં ખરાબ થઈ ગયો છે. મોટા ભાગના રિટેલ ઈન્વેસ્ટર્સનું કહેવું છે કે એક વર્ષમાં તેમણે જે કમાણી કરી હતી તે થોડા જ દિવસોમાં સાફ થઈ ગઈ હતી. કોવિડ પછી આવો ઘટાડો પ્રથમ વખત જોવા મળી રહ્યો છે.મોટાભાગના રિટેલ ઈન્વેસ્ટર્સમાં આક્રોશ છે. જો છેલ્લા એક મહિનાનો ડેટા જોવામાં આવે તો બજાર ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. હાલત એવી છે કે આવી સ્થિતિમાં ઈન્વેસ્ટર્સ કહી રહ્યા છે કે દેવી લક્ષ્મી દિવાળી પહેલા શેરબજારથી આટલા નારાજ કેમ છે.
સિલેક્ટેડ મિડકેપ-સ્મોલકેપ શેર છેલ્લા એક મહિનામાં 50% ઘટ્યા છે. જો ઇન્ડેક્સની વાત કરીએ તો સેન્સેક્સ તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ 6500 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં લગભગ 2100 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. નિફ્ટીમાં 8% થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સેન્સેક્સ પણ 8% સુધી ઘટ્યો છે. ડિફેન્સ ઇન્ડેક્સ ટોચ પરથી 26% નીચે આવ્યો છે. જ્યારે ઓટો સેક્ટરમાં 14% અને કેપિટલ ગુડ્સમાં 13.5% નો ઘટાડો નોંધાયો છે.
છેલ્લા એક મહિનામાં રૂ. 40 લાખ કરોડનું નુકસાન છેલ્લા એક મહિનામાં કેટલું નુકસાન થયું છે તેના આંકડા ચોંકાવનારા છે. આ સેલિંગ સ્ટ્રોમમાં રોકાણકારોને એક મહિનામાં 40 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. BSEનું માર્કેટ કેપ 27 સપ્ટેમ્બર 2024ના રોજ આશરે રૂ. 477 લાખ કરોડ હતું, જે 25 ઓક્ટોબરના રોજ ઘટીને રૂ. 437 લાખ કરોડ થયું છે.
નિષ્ણાતોના મતે માર્કેટમાં મોટા ઉછાળા બાદ પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે. તેથી, હવે રોકાણ કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. બજારમાં ઘટાડા માટે આ છે કેટલાક મહત્વના કારણો..વિદેશી ઈન્વેસ્ટર્સ ભારતીય બજારમાં ઝડપથી વેચવાલી કરી રહ્યા છે. તેઓ ભારત જેવા ઉભરતા બજારોમાંથી પૈસા ઉપાડીને ચીનમાં રોકાણ કરી રહ્યા છે. હાલમાં ચીનનું માર્કેટ વેલ્યુએશનમાં ભારત કરતાં થોડું સસ્તું હોવાથી માત્ર ઓક્ટોબર મહિનામાં જ વિદેશી ઈન્વેસ્ટર્સએ બજારમાંથી રૂ. 1.08 લાખ કરોડ પાછા ખેંચી લીધા છે.ઘણી મોટી કંપનીઓના બીજા ક્વાર્ટરના પરિણામો ખરાબ છે, જેના કારણે શેર ખરાબ રીતે પીટાઈ રહ્યા છે. આ કારણે બજારનું સેન્ટિમેન્ટ સતત કથળી રહ્યું છે. ખાસ કરીને ઓટો સેક્ટર, એફએમસીજી અને કેટલીક ટેક કંપનીઓના પરિણામોએ બજારને મોટો ઝટકો આપ્યો છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



