હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સામાજીક, વિશેષ વાંચન

તેમના હાસ્ય પાછળ દર્દ છુપાયેલું દેખાતું. બન્ને દૂર રસ્તા ઉપર એકધારું જોયા કરતાં જાણે તે કોઈની રાહ જોતાં હોય જિંદગીના આખરી પડાવમાં એકબીજાનાં સહારે દિવસો પસાર કરતાં

Posted 2 years ago with 155 views

Story by Kiranben Purohit | 3 mins read

સમાચાર સારાંશ: કાકી ઘણીવાર સામું જોઈને હસતા પછી નીચું જોઈ જતાં. રાધિકાને તેનાં હાસ્ય પાછળ દર્દ છુપાયેલું દેખાતું.

તેમના હાસ્ય પાછળ દર્દ છુપાયેલું દેખાતું. બન્ને  દૂર રસ્તા ઉપર એકધારું જોયા કરતાં જાણે તે કોઈની રાહ જોતાં હોય જિંદગીના આખરી પડાવમાં  એકબીજાનાં સહારે દિવસો પસાર કરતાં
આખરી પડાવ : તેમના હાસ્ય પાછળ દર્દ છુપાયેલું દેખાતું
1/4
તેમના હાસ્ય પાછળ દર્દ છુપાયેલું દેખાતું. બન્ને  દૂર રસ્તા ઉપર એકધારું જોયા કરતાં જાણે તે કોઈની રાહ જોતાં હોય જિંદગીના આખરી પડાવમાં  એકબીજાનાં સહારે દિવસો પસાર કરતાં
2/4
તેમના હાસ્ય પાછળ દર્દ છુપાયેલું દેખાતું. બન્ને  દૂર રસ્તા ઉપર એકધારું જોયા કરતાં જાણે તે કોઈની રાહ જોતાં હોય જિંદગીના આખરી પડાવમાં  એકબીજાનાં સહારે દિવસો પસાર કરતાં
3/4
તેમના હાસ્ય પાછળ દર્દ છુપાયેલું દેખાતું. બન્ને  દૂર રસ્તા ઉપર એકધારું જોયા કરતાં જાણે તે કોઈની રાહ જોતાં હોય જિંદગીના આખરી પડાવમાં  એકબીજાનાં સહારે દિવસો પસાર કરતાં
4/4

 અજય અને રાધિકા રોજ સાંજે બગીચામાં ચાલવા જતા. બંને જણા ચાલવા જતાં ત્યારે એક ઘર આગળ લાકડાનાં બાંકડા ઉપર એક વૃદ્વ દંપતીને બેઠેલા જોતાં.

 અજય અને રાધિકા એકબીજા સાથે મજાક મસ્તી કરતાં એકબીજાની વાતોમાં મશગુલ થઇ જતાં હતા. તે બંને ઘણા દિવસથી જોતાં કે વૃદ્વ કાકા અને કાકી એકબીજા સાથે વાતો કર્યા વગર ચૂપચાપ બેઠા હોય.

  કાકી ઘણીવાર સામું જોઈને હસતા પછી નીચું જોઈ જતાં. રાધિકાને તેનાં હાસ્ય પાછળ દર્દ છુપાયેલું દેખાતું. કાકા દૂર રસ્તા ઉપર એકધારું જોયા કરતાં જાણે તે કોઈની રાહ જોતાં હોય તેવું લાગતું.

   એક દિવસ અજય અને રાધિકાએ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. વાતચીત કરતાં જાણવા મળ્યું કે કાકાનું નામ રમણભાઈ હતું અને કાકીનું નામ વિલાસબેન હતું. કાકા કાકી સાથે પરિચય થતાં બંને રોજ તેમની સાથે વાતચીત કરવા લાગ્યાં.

કાકા કાકી જિંદગીનાં અંતિમ પડાવમાં એકબીજાનાં સહારે દિવસો પસાર કરતાં હતાં. એકવાર રાધિકાએ તેમનાં સંતાન વિશે પૂછ્યું તો વિલાસ કાકીએ રડતાં રડતાં જણાવ્યું કે “તેમનો એકનો એક દીકરો અમેરિકા જતો રહ્યો હતો. શરૂઆતમાં તો ફોન આવતાં અને પૈસા પણ મોકલતો. થોડા સમય પછી તેનાં દીકરાએ ત્યાં લગ્ન કરી લીધાં પછી પૈસા મોકલવાનું પણ બંધ કરી દીધું. બંને સાવ એકલા પડી ગયાં.”

 અજયે કહ્યું “હું તમારા દીકરા જેવો જ છું. કઈ પણ કામ હોયતો મને ફોન કરી દેજો.”

બંનેએ ખૂબ દુઃખ થયું દીકરો હોવા છતાં કાકા કાકી નોંધારા થઇ ગયાં હતાં. એકબીજાનાં પ્રેમનાં સથવારે દિવસો પસાર કરતાં કાકા રોજ રાહ જોતાં કે એકદિવસ તેનો દીકરો જરૂર આવશે. અજય અને રાધિકા તેમની એકલતા દૂર કરતાં. અજય તેનાં દીકરાની જેમ મદદ કરતો. તેમનાં ઘરની જરૂરી ચીજવસ્તું લાવી આપતો. રાધિકા ક્યારેક કાકીને રસોઈ બનાવી દેતી. આમ બંને વૃદ્વ દંપત્તિને મદદરૂપ થતાં. બંનેની લાગણી મળતાં રમણ કાકા અને વિલાસ કાકી આનંદમાં રહેવા લાગ્યાં. કાકા કાકીને લાગ્યું કે પૂર્વજન્મનાં લેણદેણ સંબધો હશે એટલે જ અજય અને રાધિકાનો નિસ્વાર્થ પ્રેમ મળ્યો.

✍️ કિરણબેન પુરોહિત (કૃતિ ) ભાવનગર.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.